________________
૨૦૬ ] અધ્યાત્મકલ્પદ્રુમ
[ દશમ સાર એ છે કે વિષયને વશ ન થવું, મન પર અંકુશ રાખવો, પિતાની જવાબદારી સમજવી, મનુષ્યભવની અને દેવ-ગુરુ-ધર્મની જોગવાઈની પ્રાપ્તિની દુર્લભતા સમજવી અને લાલચમાં લપટાવું નહિ. સાક્ષર અને નિરક્ષરને બેધદાયક હેવાથી આ દષ્ટાંત પર જરૂરી વિવેચન કરવામાં આવ્યું છે. (૧૩; ૧૩૭)
પ્રત્યેક ઇદ્રિયથી સ્પષ્ટ દષ્ટાંત पतङ्गभृङ्गेणखगाहिमीनद्विपद्विपारिप्रमुखाः प्रमादैः । शोच्या यथा स्युर्मृतिबन्धदुःखैश्चिराय भावी त्वमपीति जन्तो ! ॥१४॥ (उपजाति)
પતંગિયું, ભમરો, હરણ, પક્ષી, સર્પ, માછલું, હાથી, સિંહ વગેરે પ્રમાદથીએક-એક ઈદ્રિયના વિષયરૂપ પ્રમાદને વશ થઈ જવાથી-જેમ મરણ બંધન વગેરે દુખેથી પીડા પામે છે, તેમ છે જીવ ! તું પણ ઇંદ્રિયને વશ પડીને લાંબા વખત સુધી શોચ પામીશ.” (૧૪)
વિવેચન-ઉપર સામાન્ય પ્રકારે પ્રમાદ ત્યાગ કરવાનું કહ્યું, તેમાં અનેક દૃષ્ટાંત બતાવીને કહ્યું કે જે પ્રમાદ કરવામાં આવશે તે મહા-દુઃખ પ્રાપ્ત થશે. હવે અત્ર બતાવે છે કે એક ઇંદ્રિયને વશ પડવાથી પણ મહા-દુઃખ થાય છે, બિચારા તિર્યંચોને પણ એક એક ઈંદ્રિયને પરવશ પડવાથી વધ, બંધનાદિ સહન કરવો પડે છે અને છેવટે મરણ પણ થાય છે, તે તારે તો પાંચે ઇન્દ્રિયો નિરંકુશપણે વતે છે, તે તારા શા હાલ થશે તે વિચારજે.
૧. પતંગ-રાત્રિએ છેટેથી સુવર્ણના રંગ જેવો દીવો જેઈને પતંગિયું તેના માહથી આકર્ષણ પામી તેના પર પડે છે, તરત જ બળી જાય છે અથવા તેમાં ડૂબી મરે છે, ચક્ષુરિંદ્રિયને પરવશ થવાથી આ મરણ-દુઃખ થયું.
૨. ભ્રમર–સુગંધીના મોહથી સાંજ સુધી ભમરો કમળમાં બેસી રહે છે અને તેમાં મસ્ત થઈ જાય છે. સાંજે કમળ બિડાવા માંડે છે ત્યારે પણ “ઊડું છું” “ઊડું છું” એમ વિચારે છે, તેવામાં કમળ બંધ થઈ જાય છે પછી તે નીકળી શકતું નથી અને આખી રાત બંધન પામે છે. તેમાં પણ પ્રભાત થયા અગાઉ જે હાથી આવે છે, તો તે કમળને ઉખેડીને ભક્ષ્ય કરી જાય છે, તેથી તે મરણ પામે છે. - હાથીના ગંડસ્થળામાંથી મદ ઝરે છે. તેની સુગંધથી ખેંચાઈ હાથીના મસ્તક પાસે અને પડખે ભમરાઓ ગુંજારવ કરે છે. હાથી કાન ફફડાવ્યા કરે છે, તેના ઝપાટામાં આવવાથી કેટલાક ભમરા મરણ પામે છે. આ નાસિકાછદ્રિયને પરવશ પડવાથી થયેલું દુઃખ છે.
૩. હરણ-જ્યારે હરણને પાસમાં ફસાવવાં હોય છે, ત્યારે પારધી સુંદર વાંસળીથી મધુર ગાન કરે છે. તે સાંભળી જંગલનાં હરણો આવે છે. બિચારાને ખબર નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org