________________
અધિકાર] મિથ્યાત્વાદિનિધ
[૩૪૭ વાસના ઘટવાથી વિષય સાથે એકાકારવૃત્તિ થતી અટકે છે. છેવટે વાસના પણ જાય છે અને મમતા પણ જાય છે. એ જાય એટલે મોહ ગયો અને મોહ ગયે એટલે ભવભ્રમણ ગયું, એટલે અવ્યાબાધ મેક્ષસુખ મળ્યું.
કેટલાક જીવોને પ્રથમ મોહત્યાગ થાય છે, વિરાગ્યનિમિત્ત પ્રાપ્ત થતાં સ્ત્રી-પુત્રાદિ પર પ્રેમ ઘટે છે, ત્યાર પછી આત્મ-જાગૃતિ થાય છે, કાયા, વચન અને મનના મેંગોની પ્રશસ્ત પ્રવૃત્તિ થાય છે અને કષાય પાતળા પડે છે. આવી રીતે સંવરથી નિઃસંગતા અને નિઃસંગતાથી સંવર પ્રાપ્ત થાય છે. કયા જીવને કો માર્ગ અનુકૂળ આવશે તેને માટે એક સામાન્ય નિયમ કહી શકાય નહિ; એને આધાર પુરુષ, કાળ, સ્થાન અને સંજોગો પર છે. અમુક પ્રાણીને કયે માર્ગ અનુકૂળ આવશે તે તેણે પોતે, વિચાર કરીને, સમજી લે. વધારે સારે રસ્તે એ છે કે યોગાદિકનો સંવર કરે અને મમતાને ત્યાગ કરે, એ બને કાર્યો સાથે જ કરવાં, બનેથી મહા-લાભ છે અને બન્ને એકસાથે થઈ શકે તેવાં છે. (૨૨; ૨૬૦)
આવી રીતે મિથ્યાત્વાદિનિરોધ અને સંવરેપદેશ અધિકાર પૂર્ણ થશે. આ અધિકારમાં પણ અનુભવી સૂરિમહારાજે હદ કરી છે. એક ગામમાં પદેશથી આવતા માલ પર જકાત લેવાને ઠરાવ થયો. તે ગામ બંદર નહોતું પણ મોટું શહેર હતું. અનેક જાતના વ્યાપાર, અનેક વેપારી અને દુકાને હોવાથી તેનો ક્યાં મેળ રાખવે, કેવી રીતે રાખ, કેટલા દેખરેખ રાખનારા રાખવા–એ વિચારમાં અધિકારીઓ ગભરાઈ ગયા. પછી એક માણસે યુક્તિ બતાવી કે શહેરમાં દાખલ થવાનાં નાકાં પકડો અને ત્યાં રોકી રાખે. આ યુક્તિથી પાંચ કે છ માણસો રાખવાથી આખા ગામ પર અમલ થઈ શક્યો. એવી જ રીતે પાપ-પુણ્યની અનેક પ્રકૃતિઓ, બંધનાં વિચિત્ર સ્થાને અને તેને અટકાવવાની મહામુશ્કેલી વિચારતાં પાર આવે તેમ નથી. તેથી સૂરિમહારાજ અત્ર નાકાં બતાવે છે; એને પકડીને કબજે કરવાથી આખા કર્મપુર પર સામ્રાજ્ય ચાલી શકશે.
એ નાકારૂપ ચાર બંધહેતુ કહ્યા ઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ. એની અંતરંગ વાટિકાઓ જોઈએ તે સત્તાવન હેતુ થાય છે. સૂરિમહારાજે મિથ્યાત્વ પર વિશેષ વિવેચન ન કરતાં તેને ત્યાગ કરવાનું જ કહ્યું છે, કારણ કે આ ગ્રંથના અધિકારી બહુધા મિથ્યાત્વી ન જ હોય, એટલે જ તે પર બહુ વિવેચન ન કરતાં, યેગને અગત્યને વિષય હાથ ધર્યો છે. તેમાં મને નિગ્રહ, વચનનિગ્રહ, કાયનિગ્રહ અને અંતરંગમાં ઇન્દ્રિયદમન માટે જે વિચારો બતાવ્યા છે તે બહુ જ ઉપયોગી છે. મનની અપ્રવૃત્તિ અને મને નિગ્રહ એ બેમાં બહુ તફાવત છે. મનના વ્યાપારોને છૂંદી નાખવા, તેને કાંઈ પણ કાર્ય કરવા દેવું નહિ અને હઠયોગ કર એ શાસ્ત્રશૈલીથી વિપરીત છે, એથી પૂરતે લાભ થતું નથી. કેટલાક પ્રાણીઓ આ રસ્તે કાર્ય કરી લાભ મેળવવા ઇરછે છે. એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org