________________
૩૪૬ ] અધ્યાત્મકપમ
[ચતુ મનેગના સંવરની મુખ્યતા भवेत्समग्रेष्वपि संवरेषु, परं निदानं शिवसंपदां यः । त्यजन् कषायादिजदुविकल्पान्, कुर्यान्मनःसंवरमिद्धधीस्तम् ।। २१ ॥ (उपजाति)
મેક્ષલક્ષમી પ્રાપ્ત કરવાનું મોટામાં મોટું કારણ સર્વ પ્રકારના સંવરોમાં પણ મનને સંવર છે, એમ જાણીને સમૃદ્ધબુદ્ધિ જીવ કષાયથી ઉત્પન્ન થયેલા દુર્વિકલ્પને તજી દઈને, મનને સંવર કરે.” (૨૧)
વિવેચન–સુખ પ્રાપ્ત કરવું, એ સર્વ પ્રવૃત્તિને હેતુ છે. તેમાં પણ મોક્ષસુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્કૃષ્ટ હોય છે, કારણ કે એ સુખ અનંત છે. ત્યારે પાછી વાત તે મનઃસંયમ પર જ આવીને અટકે છે. સંવર કરે, એ મોક્ષપ્રાપ્તિને પરમ ઉપાય છે, તેમાં પણ મનસંવર કરવો, એ સર્વોત્કૃષ્ટ સાધન છે. “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું” અને
મન મનુષ્ઠાનાં વાળ કપમોક્ષ :” –એ પ્રબળ સૂત્ર પર રચાયેલું માનસશાસ્ત્ર મનની પ્રવૃત્તિ પર આધાર રાખે તો તેમાં નવાઈ જેવું નથી. મનની ઉપર માટે આધાર છે; તેમાં પણ જ્યારે કષાયથી થતા સંકલ્પ વિકલ્પ ત્યજી દીધા હોય, ત્યારે મનમાં જે શાંતિ, પ્રેમ, મૈત્રીભાવ ઉત્પન્ન થાય, તેને અપૂર્વ આનંદ તે અનુભવી જ સમજી શકે. એનો ટૂંકામાં ખ્યાલ આપ હોય તો એટલું જ કહી શકાય કે છ ખંડના અધિપતિ ચક્રવર્તીનું સુખ પણ મનના સુખ આગળ વિસાતમાં નથી, હિસાબમાં નથી; અને, વધારે સ્પષ્ટ રીતે કહીએ તે, તેની પાસે કાંઈ જ નથી. તેથી તે બંધુઓ ! વારંવાર સૂચના છે, પ્રેરણું છે, ઉપદેશ છે કે મનને સુધારો, ખરાબ વિચારો કરતું અટકાવે, કષાયજન્ય દુર્ગાન અને દુર્વિકને ત્યાગ કરો અને શુભ વિચાર તરફ પ્રવૃત્તિ કરે છેવટે ધ્યાનધાર ધારણ કરી, કર્મની નિર્જરા કરી, નીચેના શ્લોકમાં બતાવેલું સુખ પ્રાપ્ત કરે અથવા તે પ્રાપ્ત કરવાના અધિકારી થાઓ. (૨૧; ૨૫૯)
નિઃસંગતા અને સંવર; ઉપસંહાર तदेवमात्मा कृतसंवरः स्यात् , निःसङ्गतामाक् सततं सुखेन । નિમાવતથ સંરક્તસ્ શિવાર્થ સુપર | ૨૨ . (૩વજ્ઞાતિ).
ઉપર કહ્યું તે પ્રમાણે કર્યો છે સંવર જેણે એ આ આત્મા તરત જ વગર પ્રયાસે નિઃસંગતાનું ભાજન થાય છે. વળી, નિઃસંગતાભાવથી સંવર થાય છે, માટે મોક્ષને અભિલાષી જીવ આ બન્નેને સાથે સાથે જ ભજે.” (૨૨)
વિવેચન–મિથ્યાત્વનો ત્યાગ કર્યો હોય, અવિરતિ દૂર કરી હોય, કષાય પાતળા કરી નાખ્યા હોય અને યોગનું સંધન કર્યું હોય, ત્યારે પછી સ્વાભાવિક રીતે જ મમત્વભાવ ઘટતા જાય છે. મમત્વ ઘટે એટલે સંસાર સાથે જે દઢ વાસના છે તે ઘટે છે અને
* પુત્ર, સ્ત્રી, ધન વગેરે પર મમતારહિતપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org