SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ] અધ્યાત્મકલ્પમ [ નવમ લાગણી બૂઠી થઈ ગયેલ હોતી નથી. લાગણી રહે છે અને વસ્તુસ્થિાતનું ભાન બરાબર તાદામ્ય બની રહે છે. તે ટ્રેનમાં જાય છે ખરો, પણ બિચારા પરવશ છવને ગામ પહોંચતાં રૌદ્રધ્યાનની ધારા ચાલે છે, ત્યારે આપણે સ્વવશ મનવાળે વીર કમવિપાકની વિચારણામાં લીન થઈ નિર્જરા કરે છે. આ સર્વ અનુભવસિદ્ધ છે; પણ ગ્ય સમયે મન પર જય કરે, એમાં જ રાજવટ છે, વાતે કરવામાં કાંઈ સાર નથી. ' કુષ્ટ રેગવાળાને જેમ કેઈ સુંદરી વરતી નથી તેમ જ પરવશ મનવાળાને સંપત્તિ વરતી નથી. લક્ષ્મીની પાછળ પડનારને તે મળતી નથી અને મળે છે તે થોડા વખતમાં નાશ પામે છે. ડરબીની લોટરીમાંથી એકદમ પૈસાદાર થવાની ઈછાવાળાએ દશ રૂપિયાની ટિકિટ લીધી, મનમાં થયું કે જે દેવગે આ વખત ઘેડે લાગી જાય તે રૂપિયા ચાર લાખ મળે; તેમાંથી બિરી પરણું, બંગલે બંધાવું, વ્યાપાર કરું, નારંગ મજા ઉડાવું વગેરે. આવા વિચાર કરનારને લક્ષમીસુંદરી કેમ મળે? અને મળે તે વિરભાવે મળે એટલે છેડે વખત આનંદ આપી ચાલી જાય અને પરિણામમાં દુઃખશ્રેણી મૂકતી જાય. જેમ ચંડાળ ઉત્તમ મનુષ્યના મંદિરમાં પ્રવેશ કરી શકતું નથી, તેમ પરવશ મનવાળો માણસ સદગતિમંદિરમાં જઈ શક્તો નથી. આથી કરીને તેને સારી સેબત થઈ શકતી નથી અને સત્સંગતિ વિના મન વિશુદ્ધ દશામાં જતું નથી અને ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરવાની તેને હેશ પણ રહેતી નથી. આ ગ્રંથ લખાય ત્યારે ચાંડાળ અસપૃશ્ય મનાતા હતા. વર્તમાન રંગ જુદે છે. આવી રીતે પરવશ મનવાળા પ્રાણને આ ભવમાં સંપત્તિ મળતી નથી, આનંદ મળતે નથી, તેમ જ પરભવમાં પણ તેને સદ્દગતિ મળતી નથી. (૧૧; ૧૧૮) મનેનિગ્રહ વગરનાં તપ, જપ વગેરે ધર્મો तपोजपाद्याः स्वफलाय धर्मा, न दुर्विकल्पैहतचेतसः स्युः । तत्खाद्यपेयैः सुभृतेऽपि गेहे, क्षुधातृषाभ्यां म्रियते स्वदोषात् ॥१२॥ (उपजाति) જે પ્રાણીનું ચિત્ત દુર્વિકલથી હણાયેલું છે તેને તપ, જપ વગેરે ધર્મો પિતપોતાનું (આત્મિક) ફળ આપનારા થતા નથી; આવા પ્રકારનું પ્રાણી ખાનપાનથી ભરેલા ઘરમાં પણ પિતાના દેષથી ભૂખ અને તરસ વડે મરણ પામે છે.” (૧૨) વિવેચનગમે તેટલી તપસ્યા કરે, ખરે બપોરે સખ્ત ઉનાળામાં નદીને કાંઠે વેળુમાં જઈને આતાપના લે, પણ “તબ લગ કણક્રિયા સબ નિષ્ફળ, ગગને ચિત્રામ; જબ લગ આવે નહીં મન ઠામ.” એ વાત ખરી છે. તપ કરો, યાન કરે, જાપ કરે, પણ ભગત ભયા પણ દાનત બૂરી.” મનમાં લાગ આવે કે છરી મૂકવાની દાનત હય, મનમાંથી વાસના ઊડી ન હોય, સંસાર પર પ્રેમ એ ને એ ચીકણે હોય, ત્યાં સુધી કણકિયા નિષ્ફળ છે, એમ મુનિસુંદરસૂરિ મહારાજ કહે છે. અને તેવા જ વિચારે સિદ્ધ અનુભવી શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy