________________
ગ્રંથને પ્રયાસ છે. નિશ્ચય નયે આત્મા કર્મથી નિલેપ છે અને તે જ તેને સ્વભાવ છે. સુવર્ણમાં જેમ સુવર્ણત્વ ત્રણ કાળમાં રહેલું છે, જ્યારે તે માટીથી વીંટાયેલું ખાણમાં હતું ત્યારે પણ તેનામાં સુવર્ણવ હતું અને જ્યારે તેની સાથેથી માટી છૂટી પાડી, તપાવીને સાફ કરી, પાસે પાડવામાં આવ્યું ત્યારે પણ તેમાં સુવર્ણત્વ છે જ; તેવી જ રીતે આત્મામાં તેનું શુદ્ધ આત્મત્વે ત્રણ કાળમાં છે. પણ તે અપૂર્વ વીર્યસ્કુરણથી જ પ્રગટ થાય તેવું છે. જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી ખાણુમાં રહેલા સુવર્ણની સાથે તેની સરખામણી કરવી. આ જીવનું શુદ્ધ સ્વરૂપ તે સર્વ કર્મથી મુક્ત થાય ત્યારે પ્રગટ થાય છે. એ દશાને મેક્ષદશા કહેવામાં આવે છે. એ સ્થિતિમાં જીવના મૂળ સ્વભાવ-અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ગુણ-પ્રગટ થાય છે. એ સ્થિતિ એક વખત પ્રાપ્ત કર્યા પછી તેમાંથી કોઈને પાત થતો નથી, કર્મની સાથે ફરી વાર સંબંધ થતા નથી અને સંસારનાં દુઃખ ફરી વાર ભેગવવાં પડતાં નથી; કારણ કે કારણને આત્યંતિક નાશ થયેલ હોવાથી ફરીને સંસાર-પરિભ્રમણરૂપ કાર્ય નિષ્પન્ન થતું જ નથી. આત્માને
થામાં જે દુઃખે અવ્યક્તપણે ભોગવવાં પડે છે અને નારકી તથા તિર્યંચ ગતિમાં વ્યક્તપણે જે દુઃખ ભેગવવાં પડે છે, તેની સાથે મેક્ષમાં જે અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે તેની સરખામણી કરીએ ત્યારે મોક્ષની મહત્તા સમજાય તેવું છે. આત્માને વિકાસ આવી રીતે થાય છે.
અધ્યાત્મશાસ્ત્રનું સાધ્ય–આ આત્મા સંબંધી જ્ઞાન મેળવવું, તેના નિત્યત્વ, અનિત્યત્વ આદિ ધર્મના વિચાર કરવો. તેના ગળાને સમજવા. તેને અને પુદગલને સંબંધ વિચારો. પુ
આત્મામાં બાહ્ય દૃષ્ટિએ જણા અભેદ અથવા એકીભાવ સમજો, તેનું મૂળ સ્વરૂપ યથાસ્થિત આકારમાં સમજવું, તે સંબંધનું અનિત્યત્વ વિચારવું, જીવને અને અન્ય સગાંસંબંધીઓને સંબંધ વિચાર, તેનું અનિત્યપણું સમજવું, ઘર, પૈસા અને બીજી પૌગલિક વસ્તુઓ સાથેના સંબંધની વિચારણા કરવી વગેરે વગેરે અનેક વિષયોને સમાવેશ અધ્યાત્મશાસ્ત્રમાં થાય છે. ટૂંકમાં કહીએ તો, આત્મા સંબંધી સીધે વિચાર કરવાનું સ્થાન અધ્યાત્મશાસ્ત્ર છે. એ દ્રવ્યાનુયોગને પેટાવિષય છે એમ આપણે અગાઉ જોઈ ગયા છીએ. કેટલાક ચાકે આત્માનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી, તેઓની સાથે અધ્યાત્મ ગ્રંથે તકરા૨માં ઉતરતા નથી. અધ્યાત્મગ્રંથે આત્માનું અસ્તિત્વ સ્વીકારીને જ આગળ ચાલે છે. એના સંબંધને વાદવિવાદ કરવાનું યોગ્ય ક્ષેત્ર તર્ક ન્યાયના ગ્રંથ છે. આત્માનું નાસ્તિત્વ માનવામાં કેટલા હેત્વાભાસ થાય છે, કુદરતના કેટલા આવિર્ભા તેથી ખુલાસા થયા વગરના પડી રહે છે વગેરે મુદ્દાઓ પર તર્કશાસ્ત્રની દલીલપુરઃસર વિવાદ ન્યાયગ્રંથમાં ચાલે છે. આ ગ્રંથ અધ્યાત્મને જ હેવાથી આમાં પણ આત્માનું અસ્તિત્વ સ્વીકારીને જ ચાલવાની રીતિનું અનુકરણ કરવામાં આવ્યું છે. આત્મવાદ એટલો લાંબો છે કે ઉદ્દઘાતમાં તે લખવા બેસીએ તા ગ્રંથગૌરવ બહુ થઈ જાય, તેથી તે છોડી દેવો પડ્યો છે. અહીં તે માત્ર એક જ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે અને તે એ છે કે આત્મા વગર આપણે ગતિ કરી શકીએ નહિ, બલી શકીએ નહિ અને શુભાશુભ ફળને અનુભવ કરી શકીએ નહિ. છૂટા પડેલા પથ્થરમાં અથવા શુષ્કકાણમાં અને પ્રાણીઓમાં લાગણી સંબંધી જે તફાવત છે તે માત્ર આત્માની ગેરહાજરી–હાજરીને લીધે જ છે. આ ગૂઢ વિષયમાં અધ્યાત્મ ગ્રંથે પ્રવેશ કરતા નથી, કારણ કે તેમ કરવાની જરૂર જ તેઓને ૨હેતી નથી. પોતાની નિર્માણ કરેલી હદ ઓળંગી આગળ ચાલવું એ નકામે કાળક્ષેપ છે. આત્મવાદ સમજવા યોગ્ય છે; તર્કશાસ્ત્રની રુચિવાળાએ તે ન્યાયના ગ્રંથથી જોઈ લેવો. અધ્યાત્મના ગ્રંથમાં અગાઉ જણાવેલા મુખ્ય વિષયો પર વિસ્તારથી અથવા સંક્ષેપથી ઉલ્લેખ કરવામાં આવ્યું હોય છે અને વિષયની યોગ્યતા જોઈને તેની હદ બાંધવામાં આવી હોય છે. તે સર્વ વિષયને ઉદ્દેશ આત્મા અને પુગલને સંબંધ અને ભેદ બતાવવાને બહુધા હેય છે. આને અંગે પુદ્દગલદ્રવ્યનું સ્વરૂપ, કર્મપ્રકૃતિનું સ્વરૂપ, તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org