________________
આત્માની શક્તિ હણાય છે અને તે સંસારમાં રઝળે છે. વસ્તુ આત્માનું સ્વરૂપ-લક્ષણ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે. સર્વ વસ્તુઓને તથાસ્વરૂપે દરેક સમયે જેવી, જાણવી અને સ્થિરતા રાખવી, આ આત્માનાં લક્ષણ છે. અથવા તે ગુણે અને આત્માને અભેદ છે. આ શુદ્ધ દશા કર્મને લીધે દબાઈ ગઈ છે. આચ્છાદન પામી ગઈ છે, આવાઈ ગઈ છે; જેમ દીવા ફરતે પડદો કરવાથી તેને પ્રકાશ
ખે દેખાય છે, પણ જ્યારે જોઈએ ત્યારે અંદર દી તે પ્રકાશિત છે જ. માત્ર આચ્છાદને દૂર કરવાની જરૂર છે; તે જ પ્રમાણે આત્માના સંબંધમાં સમજવું. આ આછાદને દૂર કરવાનું કર્તવ્ય પ્રત્યેક પ્રાણીનું છે, જ્યારે કર્મો તદ્દન દૂર થાય છે ત્યારે આ આત્માએ મોક્ષ મેળવ્યું કહેવાય છે. એક વખત સર્વ કર્મ સાથે સંબંધ છૂટી જાય અને તેને મોક્ષ થઈ જાય તે પછી આત્માને અત્ર ફરી વાર આવવું પડતું નથી, તેથી મોક્ષનું સુખ અવ્યાબાધ કહેવાય છે. જ્યાં સુધી આ જીવ સંસારમાં છે ત્યાં સુધી તેને સ્ત્રી, પુત્ર, ઘર, ઘરેણાં પર મમત્વભાવ છે અને કામ, ક્રોધાદિક કરે છે–આ સર્વ વિભાવદશા છે, પરંતુ કર્માવૃત્ત સ્થિતિને લીધે તે સ્વભાવદશા થઈ પડી છે. પરમ વીર્યસફુરણું કરવાથી આ જીવ પિતાને શુદ્ધ સ્વભાવ પ્રગટ કરી શકે છે. આ મનુષ્યજીવનને મુખ્ય ઉદ્દેશ સર્વ કર્મને તદ્દન દૂર કરવા અથવા તેમ બનવું અશક્ય જણાય તે કર્મનો ભાર જેટલે બને તેટલે ઓછા કરવાનું છે, અથવા વધારે ચોકકસ શબ્દમાં બેલીએ તે, પ્રયાસ તે પ્રકારને હું જોઈએ. અને આ કાર્યની ફતેહ ઉપર જ જિંદગીની ફતેહને આધાર છે. જે કર્મ અને આત્મા બે પૃથફ પૃથફ ન હોય અને તેને પૂર્વ ભવ સાથે સંબંધ ન હોય તે જુદાં જુદાં પ્રાણુઓમાં જન્મથી દેખાતું અ૫–વિશેષ જ્ઞાનીપણું, ધનવાન અને નિધનપણું, શરીરનું આરોગ્ય અને રોગીપણું, માનસિક સ્થિરપણું અને અસ્થિરપણું વગેરે અનેક તફાવત અને તેની અંદરની તરતમતાને ખુલાસે બીજી કોઈ રીતે થઈ શકતો નથી. તેમજ જે પુનર્જન્મ ન હોય તો આ ભવમાં નીતિના નિયમોને અનુસરવાની કોઈ પણ લાલચ રહેતી નથી; ફક્ત વ્યવહારમાં રળી ખાવા ખાતર નીતિને દેખાવ કરવાની જ જરૂર સિવાય વિશેષ આવશ્યકતા જણાય નહિ.
આત્માને વિકાસ-કર્મથી આવૃત્ત આત્માને આવી રીતે વિકાસ થાય છે. તે પિતાના કર્માનુસાર ઊંચે ચઢતે જાય છે. અનાદિ નિગોદમાંથી નીકળી વ્યવહારાશિમાં આવી પૃથ્વી, અપ, તેજસ્, વાયુ અને વનસ્પતિપણું પામી, બે ત્રણ અને ચાર ઇંદ્રિય પ્રાપ્ત કરી, પાંચ ઇંદ્રિયવાળો તિર્યંચ થાય છે અને વળી ભવિતવ્યતા પ્રસન્ન થાય અને કર્મ વિવર આપે ત્યારે, મનુષ્ય થઈ કાર્ય સાધે છે. સર્વ કર્મથી મોક્ષ મનુષ્યગતિમાં જ થાય છે. Evolution-વિકાસસિદ્ધાંત અને જૈનની ગતિ-આગતિના સિદ્ધાન્તમાં એક મોટો તફાવત એ છે કે વિકાસવાદવાળા એમ માને છે કે “આ જીવ એક વખત અમુક હદ સુધી આવ્યો ત્યાર પછી તે ગમે તેવાં કાર્યો કરે છે પણ તે નીચે ઊતરતો નથી; પોતાની તે ને તે સ્થિતિમાં તે ગમે તેટલો કાળક્ષેપ કરે પણ તે પાછો પડતો નથી. એક જીવ ચઢતાં ચઢતાં મનુષ્ય થયો તે પછી તે તિયચી થઈ શકે નહિ; ગમે તેવાં પાપ કરે તો પણ તે મનુષ્ય તો થવાને જ. ત્યાં તે સુખદુઃખ પામે તે સર્વ કમ પ્રમાણે પામે છે.” જૈન શાસ્ત્રકાર આ હકીકતના સંબંધમાં જુદી રીતે વાત કહે છે. તેઓ કહે છે કે “વિકાસ અને અપક્રાતિ સાથે જ છે. અશુભ કર્મો કરવાથી આ જીવને પાત થાય છે અને મનુષ્ય મહાપાપી કાર્યો કરે તે પચેંદ્રિય તિર્યંચ તે શું પણ એકેંદ્રિય જેવી અધમ ગતિમાં પણ ચાલ્યા જાય છે.” આ પ્રમાણે જેન શાસ્ત્રકાર આત્માની હયાતિ અને તેને કર્મ જન્ય વિકાસ, અપક્રાન્તિ અને મેક્ષપ્રાપ્તિ થયે સર્વ કર્મને નાશ માને છે. આત્મામાં અનંત શક્તિ હોવાથી આ સર્વ કાર્ય તે પિતે જ કરે છે. તેને આમાં કોઈની મદદ, પ્રેરણા કે ઈછાની જરૂરિયાત રહેતી નથી, પરંતુ જે મદદ કે પ્રેરણા થાય છે તે નિમિત્તકારણરૂપ છે; એની પણ કેટલેક અંશે આવશ્યકતા છે અને તે હેતુ વડે જ આ અ, ક, ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org