SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મકલ્પમ : [ નવય મેટા શરીરવાળે હોઉં તે એક પણ માછલાને જવા દઉં નહિ. આ વિચાર કરીને તેત્રીશ સાગરોપમનું આયુષ્ય બાંધીને સાતમી નરકે જાય છે. - જીરણ શેઠે શ્રી મહાવીર ભગવાનને પારણું કરાવવા મનથી જ શુભ ભાવના ભાવી બારમે દેવલોક પ્રાપ્ત કર્યો અને દેવદુંદુભિ ન વાગે હોત તે ચડતી ધારાએ થોડા વખતમાં મક્ષ મેળવત. આ ત્રણે દwતેથી મન વશ હોય તે મેક્ષ સહજ મળી જાય છે અને મન વશ ન હોય તે નારકી મળે છે એ સમજાયું. એ સંબંધમાં શાસ્ત્રમાં બીજા અનેક દષ્ટાંત છે. આ દષ્ટાંતેનું તાત્પર્ય એ છે કે આ પ્રકારની મનની સ્થિતિ વતે છે, તેને વશ કરી બરાબર ઉપયોગમાં લીધું હોય તે તેનાથી મોક્ષ પણ મળે છે અને મોકળું મૂકી દીધું છે, તો તેથી સાતમી નારકી પણ મળે છે; માટે અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવા ઈરછા રહેતી હોય તે મનને વશ કરવાનો માર્ગ પકડો. કાર્યસિદ્ધિનું આ દ્વિતીય સે પાન છે. (૩; ૧૧૦) સંસારભ્રમણનો હેતુ-મન सुखाय दुःखाय च नैव देवा, न चापि कालः सुहृदोऽरयो वा । भवेत्परं मानसमेव जन्तोः , संसारचक्रभ्रमणैकहेतुः ॥४॥ (उपजाति) દેવતાઓ આ જીવને સુખ કે દુઃખ આપતા નથી, તેમ જ કાળ પણ નહિ, તેમ જ મિત્રો પણ નહિ અને શત્રુ પણ નહિ. મનુષ્યને સંસારચક્રમાં ભમવાને માત્ર એક હેતુ મન જ છે.” (૪) | વિવેચન–દરરોજ સુખદુઃખ થયાં કરે છે. કેટલીક વાર જીવ એમ ધારે છે કે ગોત્રદેવતા કે અધિષ્ઠાયક દેવતા દુઃખ આપે છે અથવા સુખ આપે છે; કેટલીક વાર વખત ખરાબ છે એમ બેલે છે; કેટલીક વાર સ્નેહીથી સુખ મળે છે અથવા શત્રુથી દુઃખ મળે છે એમ આ જીવ ધારે છે. આ બધું ખોટું છે. શાસ્ત્રકાર કહે છે કે સુખ દુઃખ કાણુ જીવને, કોઈ અવર ન હોય; કર્મ આ૫ જે આચર્યા, ભોગવીએ સાય.” કર્મના ઉદયથી જ બધું સુખદુઃખ થાય છે. કર્મબંધ મનના સંકલ્પ પર આધાર રાખે છે તે સ્પષ્ટ છે અને તે પર હજુ વિશેષ વિવેચન કરવામાં આવશે. તેથી મિત્રો સુખ આપે કે વખત અનુકૂળ થઈ જાય તે પણ મન પર આધાર રાખે છે. સંસારભ્રમણને હેતુ પરવશ થતું મન છે. - સંસાર એ બરાબર ફરતું ચક્ર છે. એને એક વાર જેસથી ધરી પર ફેરવ્યા પછી તેને અટકાવવા સારુ મજબૂત છેક (brake) ની જરૂર પડે છે અને તે પ્રેક તે મન પર અંકુશ છે. એ મન પર અંકુશરૂપ બ્રેક ચડાવી દેતાં જ સંસારચક્રની ગતિ મંદ પડતી જાય છે અને જે બહુ જ મજબૂત બ્રેક હોય તે એકદમ અટકી જાય છે. મનના સંકલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy