SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] ચિરામન સંસારગમન-સંસરણ-માં કેટલું કાર્ય બજાવે છે, તે આ ઉપરથી ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સંસારને ચક્ર સાથે સરખાવવામાં બહુ દીર્ઘ દ્રષ્ટિ વાપરી છે. એ રૂપક બહુ સાથે છે અને અનેક રીતે અર્થઘટનાયુક્ત છે. ચક્રને એક વખત ખૂબ જેસથી ચલાવવા માંડ્યા પછી તેને ગતિ આપવામાં ન આવે તે પણ તે ચાલ્યા કરે છે, તેમ જ સૃષ્ટિ (સંસાર વ્યવહાર–આશ્રમ) માંડ્યા પછી થોડા વખત પ્રાણ દૂર જાય તે પણ તે તે ચાલ્યા જ કરે છે. એક ચક અનેક ચક્રોને ચલાવે છે, તેવી જ સૃષ્ટિની રચના જોઈ લેવી. તેને અટકાવવા હાથ લગાડવામાં આવે તે હાથ ભાંગી જાય. તેને અટકાવવાના બે જ ઉપાય છે ? કાં તે સ્ટીમ (જે ચક્રગતિનું કારણ છે તે) કાઢી નાખવી અને કાં તો ચક્ર પર મજબૂત ઇક ચઢાવવી. આપણે સર્વ પ્રયાસ તો સ્ટીમ કાઢી નાખવાને જ છે, પણ તે જ્યાં સુધી થઈ શકે નહિ ત્યાં સુધી મજબૂત બ્રેક ચઢાવવી, એ પરમ હિતકર્તા છે અને સાધ્યને નજીક લાવનાર છે. (૪, ૧૧૧). મનોનિગ્રહ અને યમનિયમ वशं मनो यस्य समाहितं स्यात् , किं तस्य कार्य नियमैर्यमैश्च । इतं मनो यस्य च दुर्विकल्पैः, किं तस्य कार्य नियमैर्यमैश्च ? ॥५॥ (उपजाति) “જે પ્રાણીનું મન સમાધિવંત હોઈને પિતાને વશ હોય છે તેને પછી ચમ-નિયમથી શું? અને જેનું મન દુવિકલ્પથી હણાયેલું છે તેને પણ યમનિયમથી શું ?” (૫) વિવેચન–જે પ્રાણીનું મન સર્વ સંજોગોમાં એકસરખું રહે છે, જેને સુખદુઃખની લાગણીના પ્રસંગે મનની સ્થિરતા કાયમ જળવાઈ રહે છે, એટલે જે ખરેખર મન પર અંકુશવાળા હોય છે, તેઓને યમ-નિયમથી કાંઈ વિશેષ લાભ થતું નથી. યમ-નિયમ વગેરે વશ કરવાનાં સાધને છે અને સાધ્ય કબજામાં આવ્યા પછી સાધનની કાંઈ અપેક્ષા રહેતી નથી. મનને નિયમમાં રાખવાની આવા મહાત્માઓને જરૂર રહેતી નથી, પણ સ્વાભાવિક રીતે જ તેનું વર્તન તદનુસાર થાય છે. તેવી જ રીતે જે પ્રાણીના મનમાં સંકલ્પવિક થયા કરે છે તે પ્રાણીને યમ-નિયમથી લાભ શો થવાનું છે? આવા પ્રાણીને સાધન પરિણામ વગરનું થાય છે. અત્ર કહેવાની મતલબ એમ નથી કે યમ-નિયમ નકામા છે, તેઓ ચિત્તદમનનાં પરમ સાધન છે, પણ અત્ર બીજે જ હેતુ છે. મતલબ એ છે કે યમ-નિયમ છતાં પણ મન વશ ન આવે તે બધું નકામું થાય છે, માટે યમ-નિયમના ખરા ફળની ઈચ્છા હોય તો મનને વશ કરતાં શીખે, અભ્યાસ પડે. ટીકાકાર યમ-નિયમ પર નીચે પ્રમાણે ઉપયોગી નેટ આપે છે જેનાથી ચિત્ત નિયમમાં– અંકુશમાં આવે તે નિયમ પાંચ પ્રકારના છેઃ ૧. કાયા અને મનની શુદ્ધિ તે શૌચ. ૨. નજીકનાં સાધનથી વધારે મેળવવાની આકાંક્ષાની ગેરહાજરી તે સતેષ. ૩. મોક્ષમાર્ગ અવયવનારાં શાનું અધ્યયન અથવા પરમાત્મજપ એ સ્વાધ્યાય. ૪. જે કર્મોને અપાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy