SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ] અધ્યાત્મકપકુમ [ ચતુર્દશ છે તદનુસાર અત્ર ટૂંકામાં લખીએ છીએ. ક્ષિતિપ્રતિષ્ઠિત નામે એક નગર હતુ. વિચિત્ર પ્રકારની શાભાથી આખા વિશ્વને તે પેાતાના તરફ આકર્ષણ કરતું હતું. અનેક દુકાન, બજારા અને હર્યાંથી તે નગર ખડું શે!ભતુ હતું. પ્રસન્નચંદ્ર નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. વિશાળ ભુજાબળવાળા આ મહારાજા શત્રુદમનમાં કુશળ અને ન્યાયના નમૂના હતા. તેની પ્રજા સર્વ પ્રકારે સુખ ભાગવતી હતી. રાજ્યસુખ ભાગવતા હતા તેવામાં શ્રીવીર પરમાત્મા એક વખત તે નગરની બહાર સમવસર્યા. રાજાએ સમાચાર સાંભળ્યા, એટલે ભગવતને વંદન કરવા સારું ગયા. સંસારના અસ્થિર ભાવનું સ્વરૂપ સાંભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા, સ`સારવાસના ઊડી ગઈ અને અર્દિષ્ટ જાગ્રત થઈ. માલ્યાવસ્થાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી તેમણે દીક્ષા લીધી. અભ્યાસ કરતાં ગીતા થયા અને રાજિષ તરીકે આળખાવા લાગ્યા. અન્યદા ધર્મતત્ત્વનું ચિંતવન કરતા અને શુભ ભાવના ભાવતા તે રાષિ રાજગૃહ નગરની બહાર કાયાસ ધ્યાને રહ્યા છે. હવે તે વખતે વીર પરમાત્મા નજીકના ભાગમાં સમવસર્યા છે. તેમને વંદન કરવા માટે લેાકેા ટોળે મળીને જાય છે. લેાકેાના સમૂહમાં ક્ષિતિપ્રતિષ્ઠિતપુરના એવાણિયા હતા. આ બન્ને જણા વાતા કરતા કરતા શ્રીવીરપ્રભુને વદન કરવા જતા હતા, તેવામાં તેઓએ પેાતાના પૂના રાજાને ક્રીઠા, એટલે વૃદ્ધ વણિક ખેલ્યા : “અહા ! રાજલક્ષ્મીના ત્યાગ કરી આ રાજિષ એ તપલક્ષ્મીના સ્વીકાર કર્યો છે, તેથી તે ધન્યાત્મા છે, ભાગ્યશાળી છે!” ખી વાણિયા ખેલ્યા : “ અરે, જવા દે ને ! આ મુનિને ધન્યવાદ તે શે! ઘટે છે? તેને તે ખરેખરા ઠપકા ઘટે છે ! એમણે દીક્ષા લીધી ત્યારે પુત્ર બહુ નાની વયના હતા, ખળ વગરના હતા, પણ એ વાતના વિચાર કર્યા વગર, તેને રાજય પર સ્થાપી, પોતે તા ત્રત લઈ લીધું, એટલે કૃતકૃત્ય થઈ ગયા! હવે એના સગાવહાલા બિચારા બાળરાજાને હેરાન કરે છે, આખા શહેરને ઉપદ્રવ કરે છે અને લેાકેામાં કાળો કેર વરતાઈ રહ્યો છે. આટલા માટે આ મુનિની તા સામુ જોવું પણ યાગ્ય નથી !” આવા વાર્તાલાપ કરતા કરતા તે તા કણ પથથી દૂર થયા, પરંતુ તેની વાત સાંભળી રાષિ` પ્રસન્નચંદ્ર ધ્યાનભ્રષ્ટ થયા, તેમને ક્રોધ ઉત્પન્ન થયા અને સ'સારમાંથી એક વાર નિવૃત્ત થયેલું મન પાછુ. સ`સારમાં રખડવા માંડયુ, આર્ત્ત ધ્યાન ચાલ્યું અને વિચાર થયા કે અહા ! અહા ! હુ બેઠાં પુત્રની આવી હાલત કેમ થાય ? આવા વિચારની સાથે જ મનમાં તેમના વિષીઓની સાથે યુદ્ધ કરવા માંડ્યુ આવી રીતે મુનિમહારાજના મનમાં પ્રચંડ યુદ્ધ ચાલી રહ્યું છે, તે વખતે વીરપ્રભુના પરમ ભક્ત શ્રી શ્રેણિક નૃપતિ તેમને વંદન કરવા ચાલ્યે. રસ્તામાં મુનિને જોઈ વાંઘા, પરંતુ મુનિએ તેના પર નજર પણ કરી નહિ. શ્રેણિકે ધાર્યું... કે આ મહાત્મા આ વખતે શુકલધ્યાનારૂઢ થયા હશે. શ્રેણિક પ્રભુ પાસે ગયા, સવિનય નમસ્કાર કર્યા, વાંધા, દેશના સાંભળી; પછી પૂછ્યું, “ હે ભગવન્ ! જે સ્થિતિમાં મે' પ્રસન્નચ'દ્ર રાજર્ષિને વાંદ્યા, તે જ સ્થિતિમાં તે વખતે તેઓ કાળ કરે તે કઈ ગતિમાં જાય?” ભગવાન ખેલ્યાઃ “સાતમી નરકે જાય !” શ્રેણિક રાજાને આ પ્રત્યુત્તર સાંભળી બહુ આશ્ચર્ય સાથે દિલગીરી થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy