SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પડે. આવી રીતે શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે અનેક ગ્રંથ બનાવ્યા છે તેમાંથી ઉપર લખ્યા તે લભ્ય છે. એ ગ્રંથે પણ આ વિદ્વાન આચાર્યની મહત્તા અને અદ્ભુત શક્તિને ખ્યાલ આપવા માટે પૂરતા છે. આ સૂરિમહારાજના સંબંધમાં અહીંતહીંથી આટલી હકીકત મેળવી શકાયું છે. એકંદરે ઐતિહાસિક ગ્રંથની ગેરહાજરીને લીધે આવી અગત્યની બાબતમાં સાધારણ અને આજુબાજુની હકીકત ઉપર આધાર રાખવો પડે છે; છતાં એક ગ્રંથકર્તા માટે આટલી પણ હકીકત પ્રાપ્ત થાય છે એટલું જૈન ઇતિહાસકારોને માટે માનપ્રદ છે. સમાજસ્વરૂ૫–હવે શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના વખતમાં જૈન સમાજનું બંધારણ કેવા પ્રકારનું હતું તે હકીકત જાણવામાં આવે તો ગ્રંથ સમજવામાં બહુ ઉપયોગી થાય; કારણ કે ગ્રંથે હમેશાં ચાલુ જમાનાની હવાવાળા હોય છે. આ સંબંધમાં સીધે પુરા ગ્રંથમાંથી મળી શકે તેમ નથી. પણ સૂરિમહારાજે આ અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથના જે વિભાગે પાડ્યા છે તે પરથી કેટલુંક અજવાળું પડે છે. આધ્યાત્મિક જીવન સંબંધમાં લેકની સ્થિતિ બહુ મંદ પડી ગઈ હોય એમ લાગતું નથી, કારણ કે જો એ વિષય પર લેકેની રુચિ તદ્દન ઊડી ગઈ હોય તો તે વિષયને ઉપદેશ બહુ થાય નહિ, છતાં એટલું તે જણાય છે કે આધ્યાત્મિક વિષય તરફ લોકેાની બહુ રુચિ નહિ હોય. કમનસીબે આ સંબંધે સાક્ષી આપે તેવા પંદરમા સૈકાના બીજા ગ્રંથે નથી, તેથી આ સંબંધમાં વિશેષ કહી શકાતું નથી, પણ યતિશિક્ષા અધિકાર જે શબ્દોમાં લખાય છે તે બતાવે છે કે આધ્યાત્મિક જીવન બહુ ઉચ્ચતર રિથતિ તે ભગવતું નહિ જ હેય. આજુબાજુની હકીકત પણ આ બાબતમાં સાક્ષી આપે છે. હિંદુસ્તાનની સ્થિતિ આ સમયમાં બહુ જ અવ્યવસ્થિત હતી. તઘલખ વંશનું રાજ્ય ચાલતું હતું, થોડા વખત પહેલાં જ ૨ ઉદ્દીન ખૂની જેવા ખીલજી વંશના પાદશાહોએ કાળો કેર વર્તાવ્યો હતો અને લેકેના જાનમાલની સલામતી બિલકુલ નહેતી. રાજ્યક્રાતિ પણ વારંવાર થયા કરતી હતી અને મહમુદ ગાંડા જેવા રાજાઓ રાજ્ય પર આવી ગયા હતા અને રાજધાની ફેરવી ગયા હતા. સાધુસ્થિતિ–આવા રાજ્યક્રાતિના સમયમાં જૈન કેમના સંબંધમાં અને મુનિ મહારાજાઓના સંબંધમાં શી સ્થિતિ હતી તે પણ અત્રે જાણવા લાયક છે. ગરછના ભેદ અગિયારમા અને બારમાં સૈકામાં શરૂ થયા તે આ વખતમાં પૂર્ણ જોશમાં પ્રસરતા હતા એમ સમસૌભાગ્ય કાવ્ય પરથી જણાય છે. છઠ્ઠા સર્ગના બીજ શ્લોકમાં કહે છે કે “વિશ્વપ્રસિદ્ધ એ તે સૂરિરૂપ સૂર્ય (સામસુંદરસૂરિ) જ્યારે આકાશમાં વૃદ્ધિ પામે ત્યારે તારાઓની પેઠે વિગ્રહ કરનારા બીજ સૂરીશ્વરોનું તેજ આશ્ચર્ય સાથે અદય થઈ ગયું.” ખુદ તપગચ્છનું બંધારણ બહુ ઉત્તમ હતું, એમ માનવાનાં અનેક કારણો છે; અને તેની સાબીતિએ બહુ મળે છે, જે પર નીચે વિવેચન થશે. ગ્રન્થકર્તાનો તેમ જ લેકેને એ વખતમાં ગુરુ તરફ પૂજ્યભાવ અપૂર્વ હતું, એ સેમસૌભાગ્ય કાવ્ય પરથી અને અધ્યાત્મક૯૫૬મના ગુરુશુદ્ધિ અધિકારથી જણાય છે. પ્રથમ ગ્રંથ વર્તમાન સ્થિતિ ચીતરે છે, જ્યારે બીજો ગ્રંથ ભાવના-Ideal ચીતરે છે અને ભાવના હંમેશાં વ્યવહારુ હદની અંદર રહીને જ બાંધી શકાય છે. તપગચ્છની મૂળ પાટમાં આગળ ઉપર જે સડો પેઠે તે શ્રી મુનિસુંદરસૂરિના વખતમાં નહોતે એમ માની શકાય છે, કારણ કે અપૂર્વ ત્યાગ-વૈરાગ્ય વગર અધ્યાત્મકલ્પદ્રુમની ભાષા હૃદયમાંથી નીકળવી અસંભવિત છે. આ સ્થિતિ શ્રી હીરવિજયસૂરિ સુધી જળવાઈ રહી હતી એમ અનુમાન થાય છે. શ્રી સત્યવિજય પંન્યાસને ક્રિયા-ઉદ્ધાર કરવાનો પ્રસંગ આવે તે બહુ બગાડે અને ગડબડાટ થયા પછી જ લેવું જોઈએ, એમ તે ઈતિહાસથી પણ જણાય છે. પણ લેકસત્કાર વગેરે બાહ્યાચારો માટે સૂરીશ્વરે યતિશિક્ષા અધિકારમાં જે વિસ્તારથી વિચારો જણાવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy