SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ પ્રથમ ઇત્યાદિ ઈચ્છા બતાવી છે અને પ્રાંતે આપેલુ' આશીવચન પણ એવો જ ગભીર ધ્વનિ બતાવે છે— થા शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥ << આખા જગતનું કલ્યાણ થાએ ! સર્વ પ્રાણીએ પારકુ હિત કરવામાં તત્પર થાઓ ! સર્વ દોષો નાશ પામી જાએ! સર્વ જગાએ પ્રાણીઓ સુખી થાઓ!” કેવા વિશુદ્ધ અને મહાન અંત:કરણમાંથી આ ભાષા નીકળે છે! એ ખેલનારને પવિત્ર કરે છે, એટલું જ નહિ, પણ સાંભળનારને પણ પવિત્ર રહેવાના વિચાર કરાવી દે છે. ઉપર લખેલી ગાથાથી જેવા ધ્વાન પાક્ષિક પણિમાં નીકળે છે તેવો જ મહાન ધ્વનિ નિત્ય અનુષ્ઠાનમાં શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રમાં-પણ ખતાવવામાં આવ્યેા છે. જીએखामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूपसु, वेरं मज्झं न केणई ॥ જીવોને ખમાવું છુ. અને તે મને ક્ષમા કરે એમ ઈચ્છુ છું. મારે છે અને કાઈ સાથે વૈર-વિરાધ નથી.” એટલે ‘હું સ સજીવો સાથે મૈત્રી આવી રીતે ત્યાગ અને ગ્રહણુ બન્ને રીતે મૈત્રી ભાવના ઉત્કૃષ્ટ રીતે ભાવવાની આવશ્યકતા છે. Forbear and Forgive ખમીએ ને ખમાવીએ એ જૈન શાસ્ત્રની શુદ્ધ નીતિ છે, એમાં સામા માણસ ક્ષમા કરશે કે નહિ એ જોવાનું નથી. માન તજી ખમાવનાર તે સર્વથા આરાધક થાય છે. ક્ષમા ગુણુ આદરતાં ક્રોધના સર્વથા ત્યાગ કરવો પડે છે અને વૈર-વિરાધનું તેા નામ પણ લેવામાં આવતું નથી. નિત્ય અનુષ્ઠાનમાં વૈરભાવ ત્યાગ કરવાના જે ઉપદેશ છે તે ભાવનુ સમર્થન કરતાં શાંતસુધારસકાર કહે છે કે— सर्वत्र मैत्रीमुपकल्पयात्मँश्चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः । किनिस्थायिनि जीवितेऽस्मिन् किं खिद्यसे वैरिधिया परस्मिन् ? || “ હે આત્મન્ ! તું સર્વ સ્થાનકે મૈત્રી કલ્પી લે અને આ જગતમાં તારા કાઈ પણ શત્રુ છે એમ ચિંતવીશ નહિ. હે ભાઇ ! તું તે અહી કેટલા દિવસ બેસી રહેવાના છે, કે નાહક બીજા ઉપર વેર રાખીને ખેદ પામે છે?” Jain Education International અહી થાડા વખત રહેવુ છે અને પછી બધું અત્ર મૂકીને ચાલ્યા જવુ' છે ત્યારે ખેઢ શા માટે કરવા ? કેાના ઉપર કરવો ?–આવી બુદ્ધિ ક્ષમા રાખવાથી પ્રાપ્ત થાય છે અને તેથી મત્રી ભાવનાનુ એક અંગ ક્ષમા છે. એટલા માટે પુણ્યપ્રકાશના સ્તવનમાં તે જ મહાત્માએ કહ્યુ છે કે- સર્વ મિત્ર કરી ચિંતવા સાહેલડી રે, કૈાઇ ન જાણેા શત્રુ તે; રાગદ્વેષ એમ પરિહરી સાહેલડી રે, કીજે જન્મ પવિત્ર તેા. ક્ષમા રાખનાર, ઉત્કૃષ્ટ મત્રી ભાવ રાખનાર, બૈરી ઉપર પણુ સમભાવ રાખનાર ગજસુકુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy