________________
અધિકાર ] સમતા
[ ૨૩ માળ, મેતા ખંધક મુનિ, ચિલાતીપુત્ર, વીર પરમાત્મા, અચંકારી ભટ્ટા વગેરે અનેક દષ્ટાંતે શાશ્વપ્રસિદ્ધ છે. શ્રી વીર પરમાત્માને તો પિતાને દુઃખ દેનાર દુઃખી થશે એ વિચારથી નેત્રમાં આંસુ આવી ગયાં. મિત્રી ભાવનાનું આ ઉત્કૃષ્ટ દષ્ટાંત છે. પંડિત પુરુષ આત્મવત્ત સર્વપુ સર્વ પ્રાણીઓને પોતાના આત્મા જેવા જાણી તેને કોઈ પણ પ્રકારનું દુઃખ દેતા નથી, એટલું જ નહિ પણ બીજાના દુઃખે દુઃખી થાય છે અને બીજાને દુઃખમાંથી દૂર કરાવવા માટે પોતાની પાસે જે કાંઈ હોય તેનો વ્યય કરવામાં આંચકો ખાતા નથી અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે -
अष्टादशपुराणानां, सारासारः समुद्धृतः ।
परोपकारः पुण्याय, पापाय परपीडनम् ॥ “સર્વ શાને-અઢાર પુરાણો–ખેંચી કાઢેલ સાર એ જ છે કે પરોપકાર (પાસ્કાનું ભલું કરવું) એ જ પુણ્ય અને પરને પીડા કરવી એ જ પાપ.”
અને તેથી ઉપરના સતાં વિમૂત: સજજન માણસને જે માનસિક, શારીરિક કે આર્થિક સંપત્તિ પ્રાપ્ત થાય છે તે હંમેશાં બીજા પર ઉપકાર કરવા માટે જ હોય છે, તેઓ ધનથી મોજશોખ માણતા નથી કે સ્થળ વિષયસુખમાં આનંદ પામતા નથી, પણ બીજા જીવને સુખી કરવા અને તે માટે પોતાનું દરેક પ્રકારનું સંપત્તિબળ વાપરવું એ જ સંપત્તિપ્રાપ્તિનો હેતુ સમજે છે.
મિત્રીભાવ સર્વ પ્રાણુઓ ઉપર રાખવે, પિતા ઉપર ક્રોધ કરનાર તરફ પણ તે જ ભાવ રાખો અને કદી રાખી ન શકાય તે બીજા પર ગુસ્સે ન થતાં પિતાથી કમસ્થિતિ વિચારી તેના પર જ ખેદ કરો અને નવીન કર્મબંધ તેવા પ્રકારનો ન થાય તે માટે જાગૃતિ રાખવી. મિત્રીભાવ રાખવાનું અનેક શાસ્ત્રકારો કહે છે, પરંતુ જૈન શાસ્ત્રકારની વિશેષ ખૂબી એ છે કે તેમને મિત્રીભાવ પોતાના ધર્માનુયાયીઓમાં જ પર્યાપ્ત થતો નથી, પરંતુ તે આખી દુનિયામાં સર્વ મનુષ્ય તરફ એકસરખી રીતે લાગુ પડે છે અને તેમાં વર્ણ, જ્ઞાતિ કે ધર્મને ભેદ નથી; એટલું જ નહિ પણ તે તિર્યંચ-જનાવરે, પક્ષીઓ તથા જળચર-તરફ પણ પોતાને રક્ષણશીલ હાથ લંબાવે છે; એથી પણ આગળ વધીને તે એ કેન્દ્રિય, દ્વીદ્રિય, ત્રિક્રિય અને ચતુરિંદ્રિય સુધી પણ જાય છે. નાનામાં નાના જીવને કઈ પણ પ્રકારનું દુઃખ દેવું એ મિત્રીભાવથી વિરુદ્ધ છે અને પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચ તરફ વધારે લાગણી રાખવી એવો સાથે સાથે ઉપદેશ છે. જૈન શાસ્ત્રકારો વર વિરોધ શમાવવાને ઉપદેશ આપે છે, તે મિત્રીભાવનું કારણ છે; પણ તેનું સાધ્યબિંદુ તો સર્વ જીવો તરફ હિતબુદ્ધિ રાખવામાં છે અને તેથી જ વસિસ એ ગાથા કહેવામાં આવી છે. આ મિત્રીભાવ સમતાનું અંગ છે અને વધારે વિસ્તારથી જેમ જેમ તેના પર વિચાર કરવામાં આવે છે તેમ તેમ તે ગુણના વિષયનું ક્ષેત્ર વધારે વિસ્તીર્ણ થતું જાય છે. તે સાથે આનંદમાં પણ તે તે જ પ્રમાણમાં વધારો બતાવ્યા કરે છે. એ ગુણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org