________________
૨૪ ] અધ્યાત્મકલ્પદ્રુમ
[ પ્રથમ ભાવના બરાબર સમજી મનન કરવાથી અનેક પ્રકારના લાભ થવાનો સંભવ છે એમ અનુભવીઓ કહી ગયા છે. (૧૩)
દ્વિતીય અમેદ ભાવનાનું સ્વરૂપ — अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । "પુ પક્ષો વા, સ પ્રમોદ્રા પ્રવેશોત્તર | ૪ | (અનુષ્ટ્ર)
જેમણે સર્વ દોષ દૂર કર્યા છે અને વસ્તુતત્વને જેઓ જોઈ રહ્યા છે તેઓના ગુણ ઉપર પક્ષપાત તે પ્રમાદ ભાવના કહેવાય છે.” (૧૪)
વિવેચન–જે મહાન પુરુષે એ પિતાના સર્વદને મહાન પ્રયાસ કરીને દૂર કર્યા છે, એટલે જેઓના ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે મહાન દોષનો નાશ થઈ ગયો છે અને જે વસ્તુસ્વરૂપ બરાબર સમજે છે, એવા મહાત્મા પુરુષના ગુણ તરફ બહુમાન રાખવું તે પ્રમોદ કહેવાય છે.
અનેક ઉપસર્ગ સહન કરી, આત્મવીર્ય ફેરવી દુનિયામાં જે અસાધારણ સદગુણ કહેવાય તે પ્રાપ્ત કરનારા શ્રી વીતરાગ મહારાજાઓને ધન્ય છે! તેઓશ્રીએ પિતાનાં સર્વ કર્મોને ક્ષય કરી જિનનામને સિદ્ધ કરી બતાવ્યું છે. વળી, આ દુનિયામાં અનેક સાધુ-મહાત્માઓ થઈ ગયા છે, જેઓએ પાપકાર માટે પિતાના પ્રાણની પણ દરકાર કરી નથી. દુનિયા ઉપર ઉપકાર કરવાના હેતુથી અનેક ગ્રંથ લખી, ઉપદેશ આપી વસ્તુસ્વરૂપનું ભાન કરાવ્યું છે અને તે માટે તેઓએ પિતાના નામની કાંઈ પણ દરકાર કરી નથી. વળી, અત્યારે પણ અનેક સાધુ-મુનિરાજો ઉપદેશ દઈને અન્ય જીવો ઉપર ઉપકાર કરી રહ્યા છે અને પિતાના કર્મને ક્ષય કરવામાં પણ અસાધારણ પ્રયાસ કર્યા કરે છે. એવા સાધુઓને ખરેખર ધન્ય છે! દૌર્યગુણ રાખી પિતાનાં સ્થિતિ અને સંગ અનુસાર ધર્માનુષ્ઠાન અને પરોપકાર કરનારા આનંદ, કામદેવ વગેરે શ્રાવકે અને સ્ત્રી જાતિને પ્રશંસાપાત્ર કરનાર સુલસા વગેરે શ્રાવિકાઓ, જેમને શ્રી વીર પરમાત્મા પણ ધર્મલાભ કહેવરાવતા હતા, એવાં શ્રાદ્ધરત્નને ધન્ય છે ! સંતેષ, સત્ય, અનુકંપા, નમ્રતા, વિનય, દાક્ષિણ્ય, દાન વગેરે અનેક ગુણોથી અલંકૃત નરવીરો બહ થઈ ગયા છે અને કઈ કઈ અત્યારે પણ પૃથ્વીને શેભાવે છે, એ સર્વને ધન્ય છે ! મહાત્મા પુરુષોનાં ચરિત્ર અથવા જીવનવૃત્તાંતે વાંચી અથવા સાંભળી મનમાં તેઓના ગુણ માટે બહુમાન લાવવું એ પ્રમોદ ભાવના છે. એક ગુણ જે સર્વાશે પ્રાપ્ત કરવામાં આવે તે સર્વ ગુણે તેની પછવાડે શ્રેણીબદ્ધ આવી જાય છે એ સિદ્ધ નિયમ છે. અને ગુણ પ્રાપ્ત કરવાનો સિદ્ધ ઉપાય એ છે કે જે મહાત્મા પુરુષોએ તે ગુણે પ્રાપ્ત કર્યો હોય તેઓની ભાવના શુદ્ધ સ્વરૂપમાં હૃદયમાં ગોઠવવી. એવી રીતે ભાવના રાખવાથી ગુણ પર રાગ થાય છે અને તે ગુણે ન હોય તે પ્રાપ્ત કરવા ઈરછા થાય છે, અને જરા વીર્ય ફેરવવાથી તે
બહુમાનની લાગણી અથવા મનને આનંદ, સરદારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org