________________
અધિકાર ]
] ૨૧
સમતા
મહાન વિશાળતા ખતાવે છે. ઘણુા જીવા અથવા તા પ્રાયે સર્વ જીવા પેાતાના સુખની દરકાર રાખે છે, પરંતુ બીજા જીવાનું શું થતુ. હશે તે જોવાને કે જાણવાને ઊભા પણ રહેતા નથી. વિશાળ દુનિયાના સર્વ જીવા તરફ મૈત્રીભાવ કરનાર સર્વને સુખી જોવામાં રાજી થાય છે અને પોતે તે કોઈ જીવને કાઈ પણ પ્રકારનું દુ:ખ આપતા જ નથી ‘ આ જગત કર્યાંથી મુકાઓ ’ આવી બુદ્ધિ પણ એ જ વિશાળ મનેારાજ્યમાંથી નીકળે છે, પારકાના હિતનું ચિંતવન કરવુ' એ મત્રીભાવ છે. તીર્થંકર મહારાજને વીશ સ્થાનક તપ કરતાં એવી ઇચ્છા થઈ જાય છે કે “સિવ જીવ કરુ. શાસનરસી, એસી ભાવદયા મન ઉદ્ધૃસી”, અને આ ઉત્કૃષ્ટ ભાવદયાને પરિણામે તી કરનામકર્મના અધ કરે છે. સર્વ જીવા જો શાસનમાં જોડાઈ જાય તા પછી તેઓને આ ભવ-જ જાળ મટી જાય અને તેઓનાં મહાદુ:ખાને પણ નાશ થાય એવી પરાર્થ સાધવાની ઉત્તમ વૃત્તિ થતાં જ સાભૌમ કે દેવેદ્ર પણ જેને નમસ્કાર કરે છે એવું મહાન તીર્થ કરપદ પ્રાપ્ત કરે છે, એથી મૈત્રીભાવ ભાવતાં મન કેટલું સમતામાં સ્થિર થતું હશે તે ખરાખર સમજાય છે.
મૈત્રીભાવ ભાવનાર પ્રાણી બહુધા પોતાના સુખના બહુ વિચાર કરતા નથી. હરિભદ્રસૂરિ મહારાજ કહે છે તેમ, ‘પરહિતચિંતા મૈત્રી ’એ ખરાખર સૂત્ર છે. પેાતાના સ્વાના વિચાર કરવા કરતાં પરહિતચિંતવનમાં અપૂર્વ આનંદ થાય છે અને તેથી સ્વહિત તે સ્વાભાવિક રીતે સિદ્ધ થઈ જ જાય છે. આખી દુનિયાને પેાતાના અધુ તરીકે માનનારને મનમાં એવા તા પ્રેમ આવે છે કે પ્રેમથી જ તે મેાક્ષ પ્રાપ્ત કરે છે. આવા જીવના ઉચ્ચાર અને વિચાર પણુ અનુકરણ કરવા ચેાગ્ય હાય છે. તેના સહેજ ખ્યાલ આપતાં ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ શાંતસુધારસમાં કહે છે કે:-~~
या रागदोषादिरुजो जनानां, शाम्यन्तु वाक्कायमनोद्रुहस्ताः । सर्वेऽप्युदासीनरसं रसन्तु सर्वत्र सर्वे सुखिनो भवन्तु ||
રાગ, દ્વેષ વગેરે વ્યાધિઓ જે પ્રાણીનાં મન, વચન, કાયાના શુભ યાગાને નાશ કરે છે તે સવ* પીડાએ શમી જાએ, એટલે સવ પ્રાણીઓ વીતરાગ થઈ જાઓ, સર્વ પ્રાણીઓ ઉદાસીન રસ પીએ અને સ ઠેકાણે સર્વ પ્રાણીએ સુખી થાએ!”
આખી દુનિયાનાં સર્વ પ્રાણીઓ સુખી થાએ એમ કહેવામાં નથી રાખ્યા જ્ઞાતિભે કે નથી રાખ્યા ધનવાન-ગરીબના ભેદ; નથી રાખ્યા. સપ્રદાયભેદ કે નથી રાખ્યા સેવ્યસેવકભેદ નથી રાખ્યા વખાણુ કરનાર કે નિંદા કરનારના ભેદ્ર કે નથી રાખ્યા-સ્થાન–સ્થળ કે ભૂમિના ભેદ; આખા વિશ્વ ઉપર એકસરખી દૃષ્ટિ થાય એ મૈત્રીભાવનુ ઉત્કૃષ્ટ લક્ષણ છે. શ્રી બૃહત્ક્રાંતિમાં નગરવાસીને, આખા શ્રીસ'ધને, લેાકેાને, રાજાને અને સ જનેાને શાંતિ
* વચનમાં પ્રાધાન્ય કરુણાભાવને છે અને સર્વાં જીવા તરફ તે લંબાય છે, તેથી જ અત્ર તે પ્રસ્તુત છે. એના મુખ્ય વિષય કૃપાભાવનાના જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org