SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વિરુદ્ધ રસોનો આ રસ સાથે શો સંબંધ છે તે બતાવવામાં આવ્યું હોય છે. આવાં કારણોને લીધે દુનિયાના રસિયા જીવને શાંતરસનું પાન બહુ પસંદ ન આવે એ ખરું છે, પણ એ કડવું ઔષધ : છે અને ભવવ્યાધિને નાશ કરવા માટે ખાસ જરૂરનું છે, એમ તેના નિદાન કરનારાઓ કહે છે અને કહી ગયા છે. આ પ્રમાણે શુષ્ક અને કટુ લાગતું ઔષધ આપવાની જરૂરિયાત જ્યારે અનુભવી જ્ઞાનીઓ કહી ગયા છે ત્યારે તેનો વિચાર કરી અનુકરણ કરવું એ ખાસ કર્તવ્ય માનવામાં આવ્યું છે. નવીન કૃતિ કરવા માટે જોઈતા અનુભવ, ભાષા પર કાબુ અને પ્રતિભાનો અભાવ અથવા અ૫ભાવ હેાય તે જૂની કૃતિઓનું મૂળ સ્વરૂપે જળવી રાખી તેને નવીન આકારમાં મૂકવી; એથી બે પ્રકારના લોભ થાય છે એમ મારું માનવું છે. એક તો નવીન કતિ તરફ લોકોની અરુચિ રહે છે તેને સંભવ રહે નહિ, અને બીજું, મહાન ભીંતને આશ્રય લઈ છુટથી પણ હદમાં રહીને વિચારો બતાવી શકાય. આવા હેતુથી પ્રેરાઈ અધ્યાત્મ વિષય પર સ્વતંત્ર ગ્રંથ લખવાને બદલે પ્રસ્તુત ગ્રંથ ઉપર જ પુષ્કળ વિવેચન કર્યું છે. આ વિવેચન કરવામાં શ્રી ધનવિજય ગણિની ટીકા વારંવાર દૃષ્ટિ સમીપ રાખી છે અને વિવેચનમાં ઘણી જગ્યાએ તેઓની શહાદત પણ લખી છે. આ પ્રમાણે કરવા ઉપરાંત અત્યાર સુધી વંચાયેલા મામાંથી ફોટેશને (ટાંચ) અને અવતરણે પણ પ્રસંગેપાર મૂક્યાં છે. આ જમાનાને ઉપયેગી થાય તેવી રીતે સરળ ગુજરાતીમાં વિવેચન કરવાનું ખાસ ધ્યાન રાખ્યું છે. પારિભાષિક શબ્દ પર વિસ્તારથી અને ટૂંકામાં, ઘટે તેવી રીતે, નોટ પણ આપવા યત્ન કર્યો છે. દરેક લેકને વિષય સામાન્ય રીતે શું છે તે સમજાય તેટલા માટે તેના પર મથાળું વિચાર કરીને લખેલ છે અને મૂળ ગ્રંથર્તાને આશય કઈ પણ રીતે ભંગ ન થાય તે ખાસ લક્ષમાં રાખવાનો યત્ન કર્યો છે. વિવેચને આ નિયમ પર કરવામાં આવ્યું છે. આ અગત્યના વિષયમાં દષ્ટાંતે બહુ આપ્યાં છે. પણ ઘણીખરી જગ્યાએ નામ આપીને જ સંતોષ પકડવો પડે છે. દરેક દૃષ્ટાંતની કથાઓ લખવામાં આવે તે ગ્રંથની શુકતા મટી જાય એ ખરી વાત છે, પણ ગ્રંથગૌરવ એટલું બધુ થઈ જાય કે તે વાંચવાની રુચિ ગ્રંથનું કદ જોતાં જ અલ્પ થઈ જાય, એ ભયથી ખાસ ચૂંટી કાઢેલા દષ્ટાંતાની જ કથાઓ લખવામાં આવી છે. જેને કથાઓ વાંચવાની ચિ હેય તેમને કથાનુગના ગ્રંથે મળી શકે તેમ છે, તેથી અત્ર સંક્ષેપ કરવામાં આવ્યો છે, છતાં પણ ગ્રંથગૌરવ ધાર્યા કરતાં બહુ થઈ ગયું છે, આ સંબંધમાં ખાસ કારણ જણાશે તે બીજી આવૃત્તિ બે ભાગમાં વહેચી નાખી સુધારો કરવામાં આવશે. કોઈને ગ્રંથ એકલો જ વાંચવું હોય તે તેઓએ મૂળ શ્લોક અને તેની નીચે લખેલ અક્ષરાર્થ વાંચો અને વિવેચન મૂકી દેવું. એથી ગ્રંથકર્તાના વિચારે સીધા માલૂમ પડી આવશે. પાઠ કરી જવા માટે એકલા મૂળ લેક અને અક્ષરાર્થ જુદા નાના કદમાં છપાવવાની આવશ્યકતા પર ભવિષ્યમાં વિચાર કરવામાં આવશે. આ ગ્રંથના દરેક અધિકારની પછવાડે તેના પર પ્રકાશ પાડવા અને અધિકારને આશય એકસાથે ગ્રહણ કરવા અંતિમ રહસ્ય આપવામાં આવ્યું છે. જેની ઉપયોગિતા તે વાંચવાથી સમજાશે; પણ તે છૂટા છૂટા વખતે વાંચેલા વિચારોને એકત્ર કરવાના આશયથી લખાયું છે એમ અત્ર ફૂટ કરવું પ્રાસંગિક ગણાશે. વૈરાગ્યને વિષય, તેની જરૂરિયાત, તેનું અંતિમ સાધ્ય, અધ્યાત્મ શબ્દનો અર્થ, તેના વિષે આ ગ્રંથની ભાષા, શિલી, વિષય, વિભાગે, ગ્રંથકર્તાનું ચરિત્ર, તેમના રચેલા અન્ય ગ્રન્થ, તેમને સમય, તેમના વખતની લોકભાવના, તેમના સમયમાં જૈન શાસનની સ્થિતિ વગેરે વિષય ઉપોદઘાતમાં લખ્યા છે તે પર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર લાગે છે. એ સવ બાબતે આખા ગ્રંથને સમજવાની ચી પૂરી પાડે છે અને પ્રથમ તેનું બહુ સારી રીતે મનન કરી જવાથી ગ્રંથમાં પ્રવેશ જલદી થશે એમ લાગે છે, તેથી તે સાવંત વાંચી તેનું મનન કરવાની ખાસ ભલામણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy