SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ આમુખ (Opening)માં રસનું સ્વરૂપ, તેના સ્થાયી ભાવો, તેના વિભાવે, શાંતરસની વ્યાખ્યા, તેનું રસત્વ, મમ્મટે તેને રસ તરીકે સ્વીકારવા પાડેલી ના, તેની દલીલનું સ્વરૂપ અને તે પર અવલોકન, જગન્નાથ પંડિતના ૨સગંગાધરમાં આ સંબંધમાં પડેલે અભિપ્રાય અને છેવટે કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે સ્વરચિત કાવ્યાનુશાસન ગ્રંથમાં રસસ્વરૂપ અને લક્ષણનિરૂપણ પ્રસંગે સર્વ દલીલોને કરેલે પરિકાર અને તે જ વિષય પર સાહિત્યના બીજ વિદ્વાનોએ બતાવેલા વિચારો પર ખાસ તૈયાર થઈ શકે તેમ ન હોવાથી હાલ તે તે વગર જ ગ્રંથ બહાર પાડ્યો છે. આગળ ઉપર તે સંબંધી કાંઈ લખવા ઈચછા રહે છે. એને માટે સાહિત્યશાસ્ત્રનો બારીકીથી અભ્યાસ કરવાની જરૂર છે. તેટલે સમય પરીક્ષા વગેરે વ્યવસાયને લીધે મળી શક્યો નથી. તેથી જ ગ્રંથની આદિમાં પૃષ્ઠ બીજ પર જણાવેલ લેખ લખી શકાયો નથી તે માટે વાંચનાર ક્ષમા કરશે. આ વિષય તદન પારિભાષિક છે અને સાહિત્યના ખાસ શેખીનને જ આનંદ આપે તેવો છે, તેથી ઘણુંખરા વાંચનારાઓને તેની ગેરહાજરીથી નુકસાન જવા સંભવ નથી. આ ગ્રંથનું વિવેચન કરતાં ઘણી વખત એમ લાગતું હતું કે આવા અગત્યના વિષયમાં સંસારના મેહમાં પડેલા અને મગ્ન થયેલા મારા જેવા પ્રાણીને કાંઈ પણ લખવાને અધિકાર નથી, છતાં જે જે ઉત્તમ ફુરણા થાય તે બતાવવી એમાં દોષ નથી અને શાસ્ત્રને સંપ્રદાયને અનુસરી આવા લેખા લખવામાં આવે તે કઈ કઈ પ્રાણીને પણ લાભ થવાનો સંભવ છે, એમ સમજીને આ ગ્રંથમાં કરેલા વિવેચનને પ્રસિદ્ધિમાં મૂકવા હું લલચાલે છું. એમાં કદાચ સાહસ જણાય તો તે એટલું છે કેમમત્વત્યાગ, કષાયત્યાગ; ચિત્તદમન જેવા અગત્યના વિષયમાં લેખ લખનારમાં તેમાંનું કાંઈ ન હેય તે વાંચનારના મન પર તેના લેખની અસર બહુ ઓછી થાય છે. આ સાહસ ખેડવાનું પ્રયોજન એટલું જ છે કે કાર્યક્રમ હંમેશાં પ્રથમ વિચારથી જ શરૂ થાય છે, માટે બને ત્યાં સુધી વિચારો તો ઉચ્ચ જ કરવા: તે વિચારે પિકી બની શકે તેટલા અમલમાં મૂકવા અને ન બને તેને અમલમાં મૂકવા દઢ ઈચ્છા રાખ્યા કરવી. આ હેતુથી વાંચનારાઓ પ્રત્યે ખાસ વિજ્ઞપ્તિ છે કે જ્યાં જ્યાં સુંદર વિચાર મૂળમાં કે વિવેચનમાં જણાય ત્યાં ત્યાં તે શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના છે એમ સમજવું. આ હકીક્ત વાસ્તવિક પણ છે, કારણ કે ગમે તેટલો પ્રયાસ કર્યા છતાં પણ જે રણું અને શક્તિથી સૂરિમહારાજે આ ગ્રંથ લખ્યો છે, તેનું પૂરતું ફેટન કરવું મુશ્કેલ જ છે. આવા વિષયમાં ત્યાગ-વૈરાગ્યવાળા મુમુક્ષુઓ બહુ સારી રીતે પ્રવેશ કરી શકે એ સ્વાભાવિક છે. અત્ર તે માત્ર કિચિત ચંચુપ્રવેશ થઈ શકયો છે અને તેમાં પણ સાંસારિક અનેક પ્રત્યવાયો નડેલા હોવાથી ખેલના થયેલ હોવાનું પણ પૂરતો સંભવ છે. ખાસ કરીને યતિશિક્ષા અધિકારના સંબંધમાં લખતી વખતે વારંવાર લાગતું હતું કે તે વિષય પર વિવેચન કરવાને શ્રાવકને અધિકાર નથી. સૂરિમહારાજે બહુ વિચાર કરી પોતાના સમયમાં જણાયેલી અને આગળ આવતા (ભાવી) પડતા કાળમાં સંભવતી શિથિલતા પર વિસ્તારથી ઉલેખ કર્યો છે, તે વિષયને પૌદ્ગલિક સુખમાં આસક્ત અને સાધુવની બહારને પ્રાણી કેવી રીતે પૂરત ખીલવી શકે? ન જ ખીલવી શકે. તેથી એ વિષય મુનિ મહારાજ પાસે ખાસ અંકિત કરાવવો યોગ્ય લાગ્યો. મુનિમહારાજ શ્રી આનંદસાગરજી પંન્યાસ સંવત ૧૮૬૩નું ચાતુર્માસ ભાવનગરમાં સ્થિત થયા તે પ્રસંગને લાભ મને મળ્યો અને તેઓ પાસે બેસી તે અધિકાર અને તેનું વિવેચન તેઓશ્રી પાસે અંકે કરાવ્યું. તેઓ પોતે તે બહુ ઉત્તમ સ્વતંત્ર લેખ લખી શકે, પણ સાધુધર્મ ઉપર કંટાળો ન આવે અને સાધુઓને પણ બોધદાયક થઈ પડે એવું વિવેચન તૈયાર કરવાની મારી ઉમેદ હતી. તેમાં ખલના થતી કરવા તેઓશ્રીએ માથે લઈ મારા ઉપર અને આ ગ્રંથને વાચનથી લાભ લેવા ઈચ્છનાર બંધુઓ ઉપર ઉપકાર કર્યો છે તેની આ સ્થળે ખાસ નોંધ લેવાની મારી ફરજ સમજું છું. અ. ક. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy