SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમવૃત્તિની પ્રસ્તાવના સંવત ૧૯૫૭ ની સાલમાં મરકીએ શહેર ભાવનગરમાં પ્રથમ દેખાવ દીધા તે પ્રસંગે ત્યાંથી ચાર માઈલ દૂર અકવાડા ગામમાં કુટુંબ સાથે રહેવાને પ્રસંગ થયે. તે પ્રસંગે મુરબી કુંવરજી આણંદજી અને અમરચંદ ઘેલાભાઈએ આ અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથ પર વિસ્તારથી વિવેચન લખવાની આવશ્યકતા તાવી. તેમ જ ઉપમિતિભવપ્રપંચ ગ્રંથનું સરલ ગુજરાતી અવતરણ કરવાની જરૂરિયાત બતાવી. આ બને ગ્રંથમાં મારે અલ્પ પ્રવેશ હોવાથી તે જોવાની ઈચ્છા થઈ. અકવાડામાં રહી આ અધ્યાત્મકપમ ગ્રંથ ઉપર ઉપરથી જોઈ ગયો અને તે ગ્રંથ પર બહુ પ્રેમ થયો. ત્યાર પછી ઉપર્યુક્ત બને વડીલેની પ્રેરણા અને આજ્ઞાથી તે ગ્રંથ બીજી વાર વાંચી ટૂંકી નોંધ કરી, દરેક કલેકનાં મથાળાં બાંધ્યાં અને તેના છંદને નિર્ણય કર્યો. ત્રીજી વાર ટકી નેટ લખી અને ચોથી વાર વિશેષ વિવેચન કર્યું. પાંચમી વખત જે આકારમાં ગ્રંથ છપાય છે તે આકારમાં વિવેચન લખ્યું. આ સર્વ કાર્યમાં લગભગ છ વરસ થયાં, કારણ કે પરીક્ષાની વચ્ચેના અંતરમાં જ આ કાર્ય બની શકતું હતું. આ ઉપરાંત લખેલ લેખો વારંવાર વાંચી જેટલું બની શકે તેટલું તેને સશાસ્ત્ર અને જમાનાને ઉપયોગી બનાવવા પ્રયત્ન કર્યો છે. આ યત્ન યોગ્ય રીતે અને યોગ્ય વખતે થયે છે કે નહિ તે વિચારવાનું કામ લેખકનું નથી. દેશ અને સંગે હાલ જુદા પ્રકારના વર્તે છે. આ કાળમાં અધ્યાત્મ અથવા ધર્મનાં ગીત ગાવાં એ અપ્રસ્તુત જણાય તેવી સ્થિતિ છે અને તેથી આ કાળમાં વિરાગ્યની–અધ્યાત્મના વિષયની જરૂરિયાત છે કે નહિ. અને છે તો કેવા પ્રકારની અને ક્યાં કારણેથી છે એ વિષય પર ઉપોદઘાતમાં એક ઉલ્લેખ કરવાની આવશ્યકતા જણાઈ છે. હકીકત એવી છે કે ચક્કસ સંગોને લીધે હાલ આત્મિક વિચારણાને જલાંજલિ દેવામાં આવી છે અને તેથી બનવાજોગ છે કે તપ્ત લેહ પર પડેલ જલબિંદુની પેઠે આ ગ્રંથની અસર ક્ષણવારમાં ઊડી જાય. આ સ્થિતિ સુધારવાની બહુ જ જરૂર છે. આપણે હિસાબ આ ભવમાં જ પૂર્ણ થઈ જતો હોય તે જ આવી સ્થિતિ ચલાવી શકાય. અહિક સુખસાધન, મેજ મજા અને ઇંદ્રિયતૃપ્તિના વિષયે પર જમાનાના અગ્રણી નેતાઓનું લક્ષ્ય છે. આ ભવસંબંધને વ્યવહાર મૂકી દેવો એ સર્વથા ઉપદેશ કરવામાં આવે તે અત્ર તદન અવ્યવસ્થા થઈ જાય અને તે એવી થાય કે એ અવ્યવસ્થાને લીધે જ પારલૌકિક હિત પણ સાધ્ય થઈ શકે નહિ. પરંતુ અગ્રણીઓનું કર્તવ્ય એ જણાય છે કે પારલૌકિક હિતને હાનિ ન પહોંચે તે અંતિમ સાધ્ય લક્ષ્યમાં રાખી વ્યાવહારિક કાર્યોમાં જરૂર પડે તે પ્રમાણે જોડાવું. પ્રાકૃત સંપ્રદાય માટે આટલી સામાન્ય હદ સુધીની વ્યવસ્થા પણ હાલ તુરત પૂરતી ગણવામાં આવે તે અયુક્ત નથી. પણ Eat, drink and be merry ખાઓ, પીઓ અને લહેર ઉડા–એ એપીકયુરિયન વિચાર તે અધ્યાત્મ બળને વજથી ઘાત કરનાર છે. દેશના દુર્દેવથી હાલને વિચારપ્રવાહ વિચિત્ર વહે છે, છતાં વસ્તુસ્થિતિ શી છે અને શી હેવી જોઈએ એ બતાવવાની ફરજ વિચારશીલ મનુષ્યોને માથે મૂકવામાં આવી છે. વિરુદ્ધ ટીકા થવાના ભેગે પણ આ પ્રસંગ તેણે વહોરી લે યુક્ત છે એમ મને લાગે છે. અધ્યાત્મ ગ્રંથના વિષયે બહુ શુષ્ક હોય છે. તેમાં પ્રેમ કે વીરરસની વાત આવતી નથી; મનેવિકારને તૃપ્ત કરે એવી મશાલાવાળી કથાઓ આવતી નથી; મશ્કરી કરી આનંદ ઉપજાવે એવા વિદુ કે તેમાં આવતા નથી; ગાયન કરી તૃપ્ત કરે એવી સુંદરીઓ તેમાં દેખાવ આપતી નથી; ભયંકર લડાઈ કરી વીરરસને નમૂને બતાવે એવા ક્ષત્રિયે તેમાં આવતા નથી. તેમાં તો કોઈ પર દ્વેષ ન કરનાર શાંતરસની સ્થાપના અને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય છે. એ વિષયને અનેક આકારમાં મૂકવામાં આવ્યું હોય છે. એના પ્રસંગને લઈને એને પ્રાપ્ત કરવાના ઉપાય, સાધને, રસ્તાઓ અને કૂંચીઓ બતાવવામાં આવી હોય છે. એ રસની વિરુદ્ધના રસનું વર્ણન કરવામાં આવેલું હેતું નથી, પણ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy