________________
ત્રીજું, અવિરત પરિશ્રમ લેવાની તાકાત એ જ તેમના જીવનની સફળતાની મોટામાં મેટી ચાવી હતી. ૬૯મા વર્ષે તેમને મેટી માંદગી આવી તે પહેલાં થાક શું તે તેમણે કદી જાણ્યું ન હતું. સવારના છ વાગ્યે ઊઠે ત્યારથી રાતના અગિયાર વાગ્યે સૂવે ત્યાં સુધી કામ, કામ ને કામ. ધંધાદારીનું કામ તો સૌ કોઈ કરે, પણ બાકીને વખત પણ આને મળવાનું છે, અની પાસે ફંડફાળા માટે જવાનું છે, આજે અહીં ભાષણ આપવાનું છે, કાલે ત્યાં સભામાં જવાનું છે, આજે આ સંસ્થામાં મેનેજીંગ કમિટિની સભા છે, વળી લગ્નમરણના પ્રસંગે સંભાળવાના હોય જ. આ ઉપરાંત છાપાંઓ, તેમ જ પુસ્તકનું વાંચન ચાલુ, કઈ પણ બાબતમાં પાછળ રહી જવું પરવડે જ નહિ. ઘણી વાર કોંગ્રેસ પ્રચાર નિમિત્તે એક જ રાત્રે ત્રણ ત્રણ ઠેકાણે ભાષણ કરવા જવાનું હોય અને તે પણ કોઈ પિતાના ઘરની મેટરમાં નહિ. આમ છતાં પણ એમની વિચારણમાં થાકની લાગણીને કઈ અવકાશ જ નહતો.
કલબજીવન તરફ તે તેમણે કદી નજર સરખી કરી નહોતી. એશઆરામ શું તે તેમણે કદી જાણયું નહોતું. તેમને વિધુર થયાને આજે વીશ વર્ષ ઉપર થવા આવ્યાં. આમ છતાં વિધુર જીવનનું એકલવાયાપણું શું તે તેમણે કદી જાણ્યું નહોતું કે બીજા કેઈને જણાવા દીધું નહોતું. આનું કારણ હતું તેમના ચિત્તનું સતત ઊર્ધીકરણ અને જનસેવાની અદમ્ય તમન્ના અને સાથે સાથે વૈરાગ્યમય ધર્મભાવને તેમના ચિત્ત ઉપર ગાઢ બનતો જતો રંગ, તેમને બીજે એક અનુકરણ યોગ્ય ગુણ નમ્રતાનો હતો. તેમના ભાગે જ્યારે કોઈ પણ વર્ગની કે સંસ્થાની નેતાગીરી આવતી તે તેને તેમણે પૂરી દક્ષતા અને અપૂર્વ કાર્યશક્તિ દ્વારા શોભાવી હતી, તેમના ભાગે જ્યારે કોઈના અનુયાયી બનવાનું આવતું તે તે અનુયાયીધર્મને એવી જ વફાદારી અને કાર્યનિષ્ઠાથી તેમણે સાર્થક કર્યો હતે. તેમણે કેઈની પાછળ ચાલવામાં કદી નાનપ અનુભવી નહતી. જેમાં જેની વિશેષતા ત્યાં તે વિશેષતાને તેમણે આદરપૂર્વક સ્વીકારી હતી.
આમ જેમ જેમ આપણે યાદ કરીએ તેમ તેમ તેમની એક યા બીજી વિશેષતા સ્મરણમાં પ્યુરી આવે છે અને આ એક કેવું અણમોલ માનવીરત્ન આપણે ગુમાવી બેઠા છીએ તેનું દુઃખ ચિત્તને ગમગીન બનાવી મૂકે છે. કાળ કાળનું કાર્ય કયે જ જાય છે અને સન્ત, સાધુઓ અને સમાજસેવકે આવે છે, જાય છે અને સમાજ રણની નિત્ય નૂતન પરંપરાઓ નિર્માણ કરતા જાય છે. આવી એક પ્રેરણાદાયી પરંપરા શ્રી મતીચંદ ભાઈ આપણા માટે મૂકતા ગયા છે. તેને અનુસરીને આપણું જીવનને કૃતાર્થ કરતા રહીએ, એ શુભ ભાવનાપૂર્વક તેમના નામનિર્વિશેષ આત્માને આપણે વન્દન કરીએ અને તે માટે શાશ્વત શાન્તિની પ્રાર્થના કરીએ !
પરમાનદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org