SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ રહેતી. તેઓ વિચાર કરતાં કાર્યને વધારે મહત્ત્વ આપતા, સમાજના વિવિધ કોટિના થા સાથે હળીમળી ચાલવું, કોઈને લેશ પણ દુઃખ થાય એમ ન ખેલવુડ કે વવું અને જે સસ્થાઓનુ` એમના હૈડે હિત વસ્યું હતુ. એ સંસ્થાના ઉત્કર્ષ કેમ થાય અને આર્થિક લાભ કેમ થાય એ ધેારણે સૌ સાથે કામ લેવું, એ એમની સહજ વૃત્તિ હતી. ખાંધછેાડ કરવી અને સમાધાન સાધતા રહેવું, જૂના વગને સભાળવા અને નવા વર્ગ સાથે સપર્ક ચાલુ રાખવા આ તેમની કાય નીતિ હતી અને કોઈ પણ શુભ કાર્ય માં—પછી તે કામી હ।, સાંપ્રદાયિક હા કે રાષ્ટ્રિય હો— પોતાથી ખને તેટલા મદદરૂપ થવુ આ તેમની જીવન-એષણા હતી. તેમના હાથે સામાજિક ક્ષેત્રે અનેકવિધ સેવાઓના જે ફાળા નાંધાયા છે તેના પાયામાં આ જ તેમની જીવનદૃષ્ટિ હતી. સતત વિકાસશીલ તેમનુ માનસ હતુ. અને સતત વિકસતી જતી તેમની જાહેર પ્રવૃત્તિ હતી, સેાલિસિટરના ધંધામાં સ્થિર-પ્રતિષ્ઠિત થયા બાદ તેમની દૃષ્ટિ મુંબઈની મ્યુનિસિપલ કે।ર્પોરેશન તરફ વળી. તેમાં તે ૧૯૨૮ની સાલમાં પહેલી વાર ચૂંટાયા. મુ`બઈની કાર્પોરેશનને છૂટીછવાઈ મળીને ૧૫ વર્ષની તેમણે સેવા આપી. બીજા વિશ્વયુદ્ધના કાળ દરમિયાન, જ્યારે ખીજા રાષ્ટ્રસેવક જેલમાં હતા ત્યારે, મ્યુનિસિપલ કૉંગ્રેસ પક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી તેમણે કાર્ય કરેલું. શરૂઆતના જીવનમાં રાજકારણમાં તેએ આછે રસ લેતા અને પેાતાના ખચત સમયના મેાટા ભાગે કોમી પ્રવૃત્તિઓને લાભ આપતા. પણુ દેશમાં ઊઠતાં ઉગ્ર રાજકીય આંદોલનાથી તેમના જેવા સેવાનિષ્ઠ આત્મા કેમ મુક્ત રહી શકે ? પરિણામે ૧૯૩૦-૩૨ ની લડત દરમિયાન તેમના ભાગે બે વર્ષના જેલવાસ આબ્યા, જે તેમણે સહર્ષ સ્વીકારી લીધા. મુખઈની પ્રાન્તિક કોંગ્રેસ ક્રમીટીમાં પણ તેએ અવારનવાર ચૂંટાતા રહ્યા. આ રીતે બિનકામી એવાં અનેક કાર્યક્ષેત્રા તરફ તેઓ આકર્ષાતા રહ્યા. આ તો આપણે તેમના જીવનના કર્માંચાંગની કેટલીક ખાખતા ચી, પશુ જેવા ઉજ્જવળ તેમના કમ યાગ હતા તેવા જ ઉજ્જવળ તેમના જ્ઞાનયેાગ હતા. તેમનુ' વાંચનક્ષેત્ર અતિ વિશાળ હતું અને તેમાં પણ જૈન સાહિત્ય તેમના ઊંડા અવગાહનના વિષય હતા સાહિત્યવાચનના, અને તેટલાં સામયિક પત્રા જોતાં રહેવાના, તેમને નાનપણથી ખૂબ શેાખ હતા. સાથે સાથે લેખનપ્રવૃત્તિ તખ્ તે વિદ્યાથી અવસ્થામાં હતા ત્યારથી વળેલા. ભાવનગરમાં મારા પિતાએ બહુ નાની ઉમ્મરમાં સ્થાપેલી જૈન ધર્મ પ્રસારક સભા આજે પણ વિદ્યમાન છે અને તે સભા તરફથી આજથી લગભગ ૬૭ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ જૈન ધમ પ્રકાશ' નામનુ માસિક આજે પણ ચાલે છે. આ માસિકમાં તેમણે લખવુ. શરૂ કરેલુ.. ત્યારબાદ તેમનાં લખેલાં પુસ્તકા ઉત્તરાત્તર પ્રગટ થવા લાગ્યાં. કેટલાંય વર્ષોથી તેઓ હમેશા સામાયિક કરતા હતા. આ સામાયિકના સમય માટા ભાગે તેએ લખવામાં પસાર કરતા હતા. આજે તેમનુ લખેલુ' જે અડાળું સાહિત્ય આપણી આંખ સામે પડયું છે તે તેમના નિત્ય સામાયિકનુ' જ સ`ચિત ફળ આપે છે. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy