SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬]. અધ્યાત્મકલ્પમ [ દશમ વિવેચનસુખ શું? તેનો ખ્યાલ છે? સામાન્ય માણસની નજરમાં કેટલીક વાર પાપાચરણ કરનારા માણસે સુખી દેખાય છે, તેને અત્ર ખુલાસે કરે છે. પાંચ-પચાસ હજાર કે લાખ રૂપિયા મળે તેને સુખ કહેતા હે તે, તે પણ થોડો વખત જ ચાલે છે. અને જેને તમે સુખ કહે છે, તે સુખ નથી પણ માની લીધેલું સુખ છે. બરાબર વિચાર કરજે કે એમાં સુખ શું ? જુઓ દુનિયાનો સર્વે અનુભવ લઈ રાજર્ષિ ભર્તુહરિ પણ લખે છે કે – तृषा शुष्यत्यास्ये पिबति सलिल स्वादु सुरभि, क्षुधातः सशालीन्कवलयति शाकादिवलितान् । प्रदीप्ते रागाग्नौ सुदृढतरमाश्लिष्यति वधू, प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥ જ્યારે તરસથી ગળું સુકાઈ જતું હોય ત્યારે ઠંડું પાણી પીને હાશ કરે છે, પણ એમાં સુખ શું? ભૂખથી પીડાય છે ત્યારે ચોખા, શાક વગેરે ખાય છે, પણ એમાં સુખ શું? રાગાગ્નિ પ્રદીપ્ત થાય ત્યારે સ્ત્રીને સંગ કરે છે, તેમાં સુખ શું? વ્યાધિના ઔષધને આ જીવ ભૂલથી સુખ માને છે. જરા વિચારે તે માલુમ પડશે કે એમાં સુખ જેવું કાંઈ છે જ નહિ. આવા માની લીધેલા સુખના ખોટા ખ્યાલમાં ફસાઈને આ જીવ મહામાઠાં કર્મો બાંધીને અર્ધગતિ પામે છે. આ બધાંનું કારણ માત્ર એક જ છે કે વાસ્તવિક સુખ શું છે? પૌદ્દગલિક સુખ કેવું છે? કેને છે? કેટલું છે? ક્યારે છે? શા માટે છે? શા પરિણામવાળું છે?—તેને પૂરતો વિચાર કરતે નથી વિચાર કરનારાઓ નિવાર્થ બુદ્ધિથી કહેવા આવે છે તે તે ધ્યાનપૂર્વક સાંભળતો નથી અને સંસાર વમળમાં ફસાયા કરે છે. પરિણામે અસંખ્ય વર્ષે થતા એક પોપમ જેવા દશ કેડીકેડી પલ્યોપમથી થતા એક સાગરેપમ જેવા અનંતા સાગરે પમ સુધીને કાળ નરક નિગોદમાં કાઢે છે. અનંત કાળ પરિભ્રમણ કરતાં કંઈક જ વાર મનુષ્યભવ મળે ત્યારે આવી રીતે હારી જાય છે અને પછી બાકીને કાળ સંસારમાં રખડ્યા કરે છે. સાગરોપમનું બરાબર પ્રમાણુ પ્રવચનસારોદ્ધાર ગ્રંથથી જાણું લેવું. અત્ર તે પ્રસ્તુત એટલા માટે છે કે એક બાજુએ આ ભવનું શેડું સુખ મૂકવું અને બીજી બાજુએ તેના પરિણામે સહન કરવાનું નારકી તથા નિગોદનું અત્યંત દુઃખ કેટલાં વર્ષો સુધી સહેવું પડશે તે મૂકવું. સમજવું હોય તેને તે આ ઉપદેશ બરાબર વિચારવા લાગ્યા છે. (૧૨; ૧૩૬) પ્રમાદથી દુખ : શાસ્ત્રગત દષ્ટાંત उरभ्रकाकिण्युदबिन्दुकाम्रवणित्रयीशाकटभिक्षुकाद्यैः । निदर्शनींरितमर्त्यजन्मा, दुःखी प्रमादैबहु शोचितासि ॥९३ ॥ ( उपजाति ) “પ્રમાદે કરીને હે જીવ! તું મનુષ્યભવ હારી જાય છે અને તેથી દુઃખી થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy