________________
૨૩૮ ] અધ્યાત્મકલ્પદ્રુમ
[ એકાદશી રાખવું એ તો ફરજ છે; ફરજને વખાણની જરૂર નથી. અને જે વ્યવહાર શુદ્ધ ન હોય, છતાં શુદ્ધ છે એવાં વખાણ કરાવવાની ઈચ્છા રહે છે તે દંભ છે, જે વર્ય છે, માટે ગમે તે રીતે પોતાનાં વખાણની ઈચ્છા રાખવી એ અનુચિત છે. તેવી જ રીતે પારકાનાં ધન, સુખ કે કીર્તિની ઈર્ષ્યા કરવી એ પણ વજર્યું છે. કોઈ પણ કાર્ય પ્રશંસા મેળવવાના ઈરાદાથી કરવું નહિ. જે આ જીવને વસ્તુસ્વભાવને ભરોસો હોય તો સમજે કે શુભ કાર્યની અનુમોદના એની મેળે થાય છે જ; દુનિયા પાસે તેના ઢોલ વગાડવા પડતા નથી. ઝવેરાતમાં અવાજ નથી પણ તેજ છે, કસ્તુરી કહેતી નથી કે મને સૂ, ચંદન કહેતું નથી કે મને લે, પણ જરા વિચારવાની તસ્દી લેશે તે આ બધું સ્પષ્ટ થઈ જાય તેવું છે.
૩. ભાવશુદ્ધિ અને ઉપયોગ–દરેક ધર્મકાર્યમાં ભાવ અને સાવધાનતાની જરૂર છે. જે ક્રિયા, જપ, તપ, ધ્યાન કરવાં તે શુદ્ધ ભાવથી અને ઉપયોગથી કરવાં, ભાવ હોય છે તે અ૯પ ક્રિયા પણ બહુ ફળ આપે છે. નિરાદરપણું, અવિવેક, અનુત્સાહીપણું વગેરેને ત્યાગ કરવા. ધર્મરૂપ રાજાનાં દાન વગેરે અંગ છે અને તેમાં ભાવનારૂપી જીવ છે. શાસ્ત્રકાર ઘણીવાર સ્પષ્ટ રીતે કહે છે કે ભાવ વગરની ક્રિયામાં બહુધા કાયફલેશ થાય છે. શ્રી રત્નમંદિર ગણિ ઉપદેશતરંગિણીમાં કહે છે કે “ભાવ ધર્મને દિલેજાન દોસ્તદાર છે, કર્મરૂપ કાણોને બાળવામાં અગ્નિ સમાન છે, પુણ્ય-અન્નમાં ઘી સમાન છે અને મેક્ષ લક્ષ્મીની કટિમેખલા છે.”
એ ત્રણ બાબતો પર ખાસ ધ્યાન આ અધિકારમાં ખેંચી ધર્મશુદ્ધિ જેમ બને તેમ રાખવા ઉપદેશ કર્યો છે. એમાં સ્વગુણપ્રશંસારૂ૫ મીઠા દુર્ગુણથી બચવા અસાધારણ પ્રયાસ કરવાની સૂચના પ્રત્યેક સુજ્ઞને કરવી પડે છે. વળી, કરંજન માટે ધર્મ કર નહિ, પણ પિતાના ભાવથી આત્મ-નિર્મળતા માટે સમજીને સર્વ ધર્મકાર્યો કરવા અને તેમાં જે જે દેષ પ્રાપ્ત થતા જાય તે સમજીને તજવા. આવતા અધિકારમાં આ ધર્મને સમજાવનાર ગુરુ સંબંધી વિવેચન કરશે.
इति सविवरणो धर्मशुद्धथुपदेशनामैकादशोऽधिकारः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org