________________
द्वादशः देवगुरुधर्मशुद्धयधिकारः ॥
અગિયારમા અધિકારમાં ધર્મશુદ્ધિ કેવી રાખવી એ બતાવ્યું. આ ધર્મને બતાવનાર–ઓળખાવનાર ગુરુમહારાજ છે અને તે ધર્મને પ્રરૂપનાર તીર્થંકર દેવ છે. તેમની આજ્ઞા અને પુષ્ટાવલંબનરૂપ ભાવના ( ideal) મળવાથી જીવ તેના જે થવા યત્ન કરે છે અને થાય છે. અત્યારે તીર્થંકર દેવે કહેલા ધર્મને દર્શાવનાર ગુરુ છે. તે ગુરુ-નેતા કેવા પસંદ કરવા જોઈએ એ બહુ વિચાર કરવા જેવું છે. અને સૂરિમહારાજે આ અધિકારના મોટા ભાગમાં એ બાબત પર વિચાર કર્યો છે.
ધર્મશુદ્ધિ ઉપર અગિયારમે અધિકાર છે. ત્યાં જે ધર્મશુદ્ધિ બતાવી છે, તે શુદ્ધ ધર્મને મલિનતા ન લાગવા દેવાની છે અને શુદ્ધ ધર્મને કયા કયા પ્રકારની મલિનતા લાગવાથી તે ખરાબ થાય છે, તે તરફ ધ્યાન ખેંચ્યું છે. અત્ર તે પદર્શનમાંથી ક્યા શુદ્ધ દર્શનને સ્વીકારવું એ બતાવ્યું છે, તેથી પુનરુક્તિ દોષને સંભવ નથી. બધી બાબતનો આધાર તેના પર પડતા પ્રકાશ પર રહે છે; અને પ્રકાશ પાડનાર કેણુ છે, તે પર પણ મેટો આધાર છે. પરભવ, વ્યવહાર, નિશ્ચય, શુદ્ધિ વગેરે પર પ્રકાશ પાડનાર કેવા હોવા જોઈએ તે હવે આપણે વિચારીએ. આ બાબતમાં દષ્ટિરાગ બહુ ચાલે છે તે નબળાઈ દૂર કરી નીચેની હકીકત પર ધ્યાન ખેંચવામાં આવે છે.
- ગુરુતત્ત્વની મુખ્યતા तत्त्वेषु सर्वेषु गुरुः प्रधानं, हितार्थधर्मा* हि तदुक्तिसाध्याः । श्रयंस्तमेवेत्यपरीक्ष्य मूढ ! धर्मप्रयासान् कुरुषे वृथैव ॥ १ ॥ ( उपजाति)
સર્વ તત્ત્વોમાં ગુરુ મુખ્ય છે, આત્મહિત માટે જે જે ધર્મો કરવાના છે, તે તે તેઓના કહેવાથી સાધી શકાય છે. તે મૂર્ખ ! તેઓની પરીક્ષા કર્યા વગર જ તું તેઓને આશ્રય કરીશ તે તારા ધર્મ સંબંધી કરાતા પ્રયાસે (ધમના કામમાં લેવામાં આવતી મહેનત) નકામાં થશે.” (૧)
* દિતfષમf ના પાઠ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org