________________
૨૧૪ ] અધ્યાત્મકલ્પમ
[ નવમ નેહી હતા અને જે તારા પ્રેમપાત્ર હતા, તેઓને યમરાજે નિયપણે ગ્રહણ કર્યા છે, એમ જાણીને પણ તું સ્વહિત કરવા માટે કેમ ઉતાવળ કરતો નથી ?” (૨૧)
વિવેચન-જે ભાઈઓ અને શેરીના છોકરાઓ સાથે રમ્યા, સાથે ઊછર્યા, સાથે ઉજાણીઓ જમ્યા, જેના ઉપર બહુ સ્નેહ હતો, જેમાં પ્રાણથી પણ વધારે પ્રિય હતા એવા ઘણા ચાલ્યા ગયા. દરેક પ્રાણીને અનુભવ હશે કે તેના નજીકના મિત્રો, અત્યંત નેહવાન સ્ત્રી કે ભર્તા, પુત્ર પર અત્યંત નેહાળુ માબાપે, નજીકના સહાયવાન ભાઈએ અને પ્રેમ રાખનારાઓ આ દુનિયા છોડી ચાલ્યા ગયા છે, અથવા તેમને આ દુનિયા છોડવી પડી છે. તેઓનાં અકાળ મરણ જોઈ જે બોધ થ જોઈએ તે એ જ કે અહ! તેઓની પડે, આપણે વારો પણ એક દિવસ આવશે જ, માટે આપણે જે કરવું હોય, તે કરી લેવું, આત્મહિત શું છે તે વિચારવું અને તે કરવું. મરવાથી જરા પણ ડરવું નહિ, પણ પ્રત્યેક ક્ષણે તેને માટે તૈયાર રહેવું. ભર્તુહરિ આવો જ વિચાર વૈરાગ્યશતકમાં બતાવે છેઃ
वयं येभ्यो जाताश्चिरपरिगता एव खलु ते, समं यैः संवृद्धाः स्मृतिविषयतां तेऽपि गमिताः । इदानीमेते स्मः प्रतिदिवसमासन्नपतना
दमूतास्तुल्यावस्थां सिकतिलनदीतीरतरुभिः ! ॥ એટલે “જેનાથી આપણે ઉત્પન્ન થયા, તેઓ ઘણા વખતથી ગયા, જેઓ સાથે આપણે મોટા થયા, તેઓ સ્મરણમાત્રમાં જ રહ્યા હવે આપણે પણ પડું પડું થઈ રહ્યા છીએ અને આપણી અવસ્થા નદીકાંઠે રેતીમાં ઊગેલા ઝાડના જેવી થઈ છે.”
આ વિચારથી જ શાંતસુધારકારે પણ કહ્યું છે કે – यैः समं क्रीडिता ये च भृशमीडिता, यैः सहाकृष्महि प्रीतिवादम् । तान् जनान्वीक्ष्य बत भस्मभूयं गतान , निर्विशङ्काः स्म इति धिक् प्रमादम् ! ॥
આ શ્લોકને ભાવ ઉપર પ્રમાણે જ છે. આવા નજીકના સ્નેહીને ભસ્મ થયેલા જોઈએ છીએ, છતાં અમે તો નિઃશંક થઈને ફર્યા કરીએ છીએ. ખરેખર, પ્રમાદને ધિક્કાર છે ! આ સર્વ હકીકતની મતલબ એ છે કે દરેક પ્રાણીએ સંસારની અસ્થિરતા સમજીવિચારીને સ્વહિત શું છે, તે સમજતાં શીખવું, એટલું જ નહીં પણ આચરણ પણ તેવું જ કરવું કે જેથી સ્વહિત વૃદ્ધિ પામે. (૨૧; ૧૪૫)
પુત્ર, સ્ત્રી કે સગાં ખાતરે પાપ કરનારાઓને ઉપદેશ यैः क्लिश्यसे त्वं धनबन्ध्वपत्य* यशःप्रभुत्वादिभिराशयस्थैः । कियानिह प्रेत्य च तैर्गुणस्ते, साध्यः किमायुश्च विचारयैवम् ? ॥ २२ ॥ (उपजाति)
ક કવચિત પ્રથમ પંક્તિમાં જૈઃ જિજરારે વજનgavજા એવો પાઠાંતર છે તેને અર્થ બંધન તુલ્ય બંધુ, અપત્ય વગેરેથી તું ફલેશ પામે છે પણ વિ. ” એ પ્રમાણે કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org