________________
અધિકાર ] વૈરાગ્યપદેશ
[ ૨૧૩ તારાં કૃત્ય અને ભવિષ્યનો વિચાર कर्माणि रे जीव ! करोषि तानि, यैस्ते भकिन्यो विपदो ह्यनन्ताः । ताभ्यो भिया * तद्दधसेऽधुना किं, संभाविताभ्योऽपि भृशाकुलत्वम् ? ॥२०॥ (इन्द्रवज्रा)
હે જીવ! તું કર્મો એવાં કરે છે કે જેના વડે તને ભવિષ્યમાં અનંત આપત્તિઓ થાય ત્યારે સંભવિત એવી વિપત્તિઓના ભયથી અત્યારે અત્યંત આકુળવ્યાકુળ શા માટે થાય છે?” (૨૦)
વિવેચન–ગુરુમહારાજ વ્યાખ્યાન વાંચતા હોય છે, તે શાસ્ત્રશ્રવણ વખતે, જ્યારે નરક અધિકાર ચાલતો હોય છે ત્યારે, નરકગતિનાં દુઃખો અને ત્યાં થતી અન્ય કૃત ક્ષેત્ર અને પરમાધામીકૃત વેદનાનું સ્વરૂપ સાંભળીને આ જીવ કમકમે છે, દુઃખી થાય છે અને કંપે છે. બીજા તિર્યંચ વગેરેનાં અવાચ્ય દુઃખો સાંભળીને પણ નિઃસાસો મૂકે છે. પોતે જાણે છે કે પાપકર્મો કરવાથી નારકી, તિર્યંચગતિનાં અનેક દુખ થાય છે, છતાં પિતે તે પાપ કર્યા જ કરે છે, ત્યારે શાસ્ત્રશ્રવણ વખતનો કમકમાટ અને કાર્યરેખા એ બન્ને વચ્ચે દેખીતે વિરોધ જણાય છે જેમ સુખ મેળવનાર સુખના વિચારથી જ દેડે છે અને પછી તે વિચારને અનુસારે ગમે તેટલું કષ્ટ સહન કરીને, સુખ મેળવવા યત્ન કરે છે, તેવી જ રીતે દુઃખને ત્યાગ ઈછનાર તેવા વિચારથી જ તે વિચારને અનુકુળ માગે દેડતા હોય તે નરકગતિનું થાળું ક્યારનુંયે ઓછું થઈ ગયું હોય, મતલબ કે સંસારી જીવોનાં દુઃખો મટી ગયાં હોય. આનો મતલબ એ છે કે જે દુખોનું વર્ણન સાંભળવાથી પણ કમકમાટ-રોમાંચ ઉત્પન્ન થાય છે તે દુઃખ જે પાપકર્મોથી થાય છે તેવાં પાપકર્મો કરવાનું છોડી દે. (૨૦; ૧૪૪)
સહચારીના મૃત્યુથી બોધ ये पालिता वृद्धिमिताः सहैव, स्निग्धा भृशं स्नेहपदं च ये ते । यमेन तानप्यदयं गृहीतान् , ज्ञात्वाऽपि किं न त्वरसे हिताय ? ॥११॥ ( उपजाति )
“જે તારી સાથે પળાયા, પિોષાયા અને મોટા પણ સાથે થયા, વળી, જેઓ અત્યંત ઝંક ત્રીજી પંક્તિમાં વેત (તત તે બદલે) પાઠાંતર છે. આ બે પંક્તિને અર્થ આ પ્રમાણે કરવો : “જે તું વિપત્તિઓથી ડરતો ન હોય તે આ ભવમાં કપેલી–આપેલી અથવા ભવિષ્યમાં બનનારી એવી એ વિપત્તિઓથી તું આકુળવ્યાકુળ કેમ થઈ જાય છે ? ” આનો ભાવ એમ છે કે તેને ભવિષ્યમાં અનેક વિપત્તિઓ થાય તેવાં કૃત્યે તું કરે છે, પરંતુ તે ખમી શકવાનું તારું ખમીર નથી, કારણ કે અત્યારે આ ભવમાં સાધારણ રીતે કદાચ માત્ર બને તેવી, અથવા તદ્દન કાલ્પનિક વિપત્તિથી ડર્યા કરે છે અને ભવિષ્યમાં વિપત્તિઓ ભલે થાઓ એવું તું બોલે છે, એ તદ્દન ગેરવાજબી છે, પરસ્પરવિરોધી છે અને અવિચારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org