________________
અધિકાર ] વૈરાગ્યપદેશ
[ ૨૧૫ કલ્પનામાં રહેલાં એવાં ધન, સગાં પુત્ર, યશ, પ્રભુત્વ વગેરેથી (વગેરે માટે) તું કલેશ પામે છે; પણ તું વિચાર કર કે આ ભવમાં અને પરભવમાં તેઓથી કેટલો ગુણ સાધી શકાય તેમ છે અને તારું આયુષ્ય કેટલું છે?” (૨૨)
વિવેચન–હે ભાઈ ! પૈસા માટે, અગાઉ બતાવ્યું તેમ, તું અનેક કષ્ટ સહન કરે છે, તેવી જ રીતે છોકરાને માટે વાર આપી જવા માટે મહામહેનત કરે છે, એવી જ રીતે આબરૂ ખાતર પણ મજૂરી કરવામાં બાકી રાખતું નથી અને શેઠાઈ માટે તે પડી મરે છે; પણ તું વિચાર તે કર કે આ ભવમાં તે કારણોથી કાંઈ લાભ સાધી શકાય તેમ છે? પૈસાની ખાતર પૈસા મેળવવા એ તે એક જાતિને સન્નિપાત છે અને છોકરા ખાતર મેળવવા એમાં પણ મૂર્ખાઈ છે. કયા છોકરાઓએ માટે વારસો આપવા માટે પોતાના બાપનો આભાર માન્યો છે?—આ વાકય જરા આકરું લાગશે, પણ ખરું છે. પુત્ર તરફ પિતાની ફરજ નથી એમ નથી, પણ પાપારંભ અને કષ્ટ સહન કરી, વારસો આપવાને કઈ પિતા બંધાયેલ નથી. એવી જ રીતે આબરૂ અનિશ્ચિત છે અને શેઠાઈ ચાલી જતાં વાર લાગતી નથી. આવી રીતે આ ભવમાં તે નકામી મજૂરી જ થાય છે અને પરભવમાં પાપના ભારથી ભારે થયેલે જીવ નરકગતિમાં અને નિગોદમાં અનંતકાળ પર્યત રખડે છે. વળી, કદાચ તકરારની ખાતર આ ભવમાં જરા જરા સુખ છે એમ માને, તે પણ તે કેટલું? મનુષ્ય આયુષ્ય મધ્યમ રીતે આ જમાનામાં પંચોતેર વરસનું ગણાય અને તેમાં પણ મરકી વગેરેના કેપથી અથવા બીજા વ્યાધિ કે અકસ્માતથી વચ્ચે ઊપડી જતાં વાર લાગે તેમ નથી, ત્યારે, અરે જીવ! તું શા વાસ્તે નકામે ખેંચાઈ જઈ બધું બગાડે છે? કેટલીક વાર ખોટી આશામાં તણાયેલા અને કેટલીક વાર ફરજના ખોટા ખ્યાલથી ઘેરાયેલો આ જીવ મુગ્ધપણાને લીધે સારા આશયથી પણ, અનેક ખેટાં કામની શ્રેણી કરી નાખે છે; પણ તે યોગ્ય વિચાર કરતો નથી, તેથી જ આ પ્રમાણે થવા પામે છે. પોતાની ખરી સ્થિતિ અને ફરજ શી છે, તે વિચારવાની બહુ જરૂર છે. વિચાર પણ યોગ્ય અંકુશ નીચે અને રીતસર કરવાની જરૂર છે. કેટલીક વાર પોતાનામાં હોય તે કરતાં વિચાર કરવાની વધારે યોગ્યતા માનવામાં આવે છે. દાખલા તરીકે પિતૃધર્મ, પતિધર્મ, લેકધર્મ અને આત્મધર્મના સંઘટ્ટમાં કર્યો ધમ પ્રથમ કર્તવ્યરૂપ ગણાય ? –એવા અગત્યના સવાલમાં પોતાના એક તરફી વિચારથી દેરાવું નહિ, પણ વધારે માન આપવા લાયક વિવેચક શક્તિવાળા માણસોના વિચાર સમજવા યત્ન કરવો. ગમે તેમ કરી આત્મહિત કરવાનું દષ્ટિબિંદુ ચૂકવું નહિ. (૨૨, ૧૪૬)
પરદેશી પંથીને પ્રેમ; હિત વિચારણું किमु मुह्यसि गत्वरैः पृथक् कृपणैर्बन्धुवपुःपरिग्रहैः ? । વિશય હિતોપોનિોડવડમિન પરોવાથ રે! ૨૩ | (mતિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org