________________
જે વાચકપતિ વાદભૂમિમાં પિતાના સાયની સિદ્ધિને માટે હેતુને ઉપન્યાસ કરે છે (સાધ્ય અને હેતુ બંને તર્કના પારિભાષિક શબ્દો છે) ત્યારે ઉગ્ર વાદીઓના ઉન્માદને સમૂહ શરીરમાં જેમ પરસેવે ગળી જાય તેમ ગળી જાય છે. (૩૪)
यन्निमिता श्रीगुरुभव्य काव्य विज्ञप्तिगङ्गा गुणसत्तरंगा ।
प्रक्षालयन्ती कलिकल्मषौधं हृष्टानकार्षीत्सुमनःसमूहान् ॥ ३५ ॥ જે વાચકેંદ્રની રચેલી શ્રી ગુરુની ભવ્ય કવિતારૂપ ગંગા નદી ગુણરૂપ તરંગથી ઊઠળતી અને કલિકાળના પાપસમૂહને ધોઈ નાખતી અનેક વિદ્વાનોને હર્ષ ઉપજાવતી હતી. (આ કાવ્ય ત્રિદશતરંગિણી, જેને એક ભાગ ગુર્નાવલી છે, તેને સૂચવતું હોય એમ જણાય છે. આ કાવ્ય તેમણે સૂરિપદ મેળવ્યા પહેલાં સંવત ૧૪૬ ૬માં લખ્યું હતું એ આપણે હવે પછી જોઈશું.) (૩૫)
येन प्रक्लप्ताः स्तुतयः स्तवाश्च गाम्भीर्यभृन्नव्यसदर्थसार्थाः ।
श्रीसिद्धसेनादिमहाकवीनां कृतिमतीद्धा अनुचक्रिरे ताः ॥ ३६ ॥ જેમણે રચેલ ગંભીરતાથી ભરપૂર નવીન ઉત્તમ અર્થવાળી સ્તુતિઓ અને સ્તવન શ્રી સિદ્ધસેન દિવાકરાદિ મહાકવિઓની કરેલી બુદ્ધિથી વૃદ્ધિ પામેલી કૃતિઓને અનુસરતી હતી; અર્થાત્ કાવ્યચમત્કૃતિ, રસ અને અલંકારથી ભરપૂર હતી. ( આ કલેક “ સ્તોત્રરાષ’ નામનાં, તેઓનાં પ્રસિદ્ધ સ્તોત્રો અને તે ઉપરાંત બીજાં અત્યારે ન જણાતાં સ્તવને સૂચવતું હોય એમ જણાય છે.) (૩૬ )
सशक्तिभृत्संस्कृतजल्पशक्तिः सहस्रनाम्नां कथनैकशक्तिः ।
तात्कालिकी नव्यकवित्वशक्तिर्न यं विनाऽन्यत्र समीश्यतेऽद्य ॥ ३७ ।। સયુક્તિથી ભરપૂર સંસ્કૃત બોલવાની શક્તિ, એક હજાર નામોને એકસાથે કહેવાની શક્તિ અને તાત્કાળિક નવીન કવિતા બનાવવાની શક્તિ આમના સિવાય અત્યારે બીજા કોઈમાં જોવામાં આવતી નથી. (સંસ્કૃત ભાષા પર કાબૂ, સહસાવધાનીપણું અને શીઘ્રકવિત્વ–આ ત્રણ વિષય અન્ન પ્રતિપાદન થાય છે.) (૩૭)
विद्या न साऽऽस्ते निरवद्यताभृत्कला न सा चास्ति वरा धरायाम् ।
यस्यां न यस्याङ्गिगणार्चितस्य बुद्धिविशुद्धा प्रसरीसरीति ॥ ३८ ॥ દુનિયામાં એવી કોઈ પણ નિરવદ્ય વિદ્યા નથી અને એવી કોઈ ઉત્તમ કળા નથી કે જેમાં અનેક મનુષ્યના સમૂહે પૂજેલા આ મુનિસુંદર વાચકેંદ્રની બુદ્ધિ સારી રીતે પ્રસાર પામતી ન હોય; અર્થાત તેઓશ્રીની બુદ્ધિ સર્વ વિદ્યાકળામાં પ્રવેશ કરી શકતી હતી. (૩૮)
मेधाविनः सन्ति परे सहस्रा अदृष्यवैदुष्यधरा धरायाम् ।
परं न यस्य प्रसरत्प्रकर्षप्रशस्य विज्ञस्य तुलाभृतः स्युः ॥ ३९ ।। આ દુનિયામાં કોઈ પણ પ્રકારનાં દૂષણ રહિત વિદ્વત્તાને ધારણ કરનારા હજારે બુદ્ધિમાન પુરુષ છે, પણ પ્રસાર પામતી ઉત્કર્ષવાહી બુદ્ધિને ધારણ કરનાર વિદ્વાન મુનિસુંદર ઉપાધ્યાયની સરખામણીમાં આવે તે કોઈ નથી. (૩૯)
तं वाचकं सूरिपदाहमहन्मतोन्नतिस्फातिकरं विमृश्य । वचोऽनुमेने सुमना महेभ्यराश्रीदेवराजस्य गणाधिराजः ।। ४० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org