________________
૪૮
આ વાચકેંદ્ર મુનિસુંદરને આહત મતની ઉન્નતિ કરનારા અને સૂરિપદને યોગ્ય જણને શુભ મનવાળા ગ૭પતિ સોમસુંદરસૂરિએ તે મોટા ટી દેવરાજના વચનને અંગીકાર કર્યું. (૪૦)
अगादसौ धाम निकाममन्त श्चित्तं प्रहृष्टः कृतिनां गरिष्ठः ।
श्राक् प्राहिणोत्कुडकुमपत्रिकाश्च कीर्त्या समं भूमितलेऽखिलेऽपि ॥४१॥ પછી કૃતાર્થ પુરુષોમાં શ્રેષ્ઠ તે દેવરાજ શેઠ હૃદયમાં બહુ આનંદ પામતે પિતાને ઘેર ગયે અને તત્કાળ પોતાની કીર્તિ સાથે આખી પૃથ્વી ઉપર કુંકુમપત્રિકાઓ (કત્રિીઓ) મોકલી. (૪૧)
समागमन् सङ्घजनाश्च तेनाहूताः परिपूतचित्ताः ।
तदा च रूपास्तसुपर्वगवैस्तैस्तत्पुरं स्वःपुरवधिरेजे ॥ ४२ ॥ તે શ્રેષ્ઠીએ બોલાવેલા પવિત્ર ચિત્તવાળા ઘણા સંઘાળુઓ એકઠા થઈ ત્યાં આવ્યા. રૂપથી દેવતાઓના ગર્વને પણ તોડનારા આ આવેલા લેકેથી તે નગર સ્વર્ગલેકની નગરની પેરે શોભા આપવા લાગ્યું. (૪૨)
भेर्याद्यवाद्यानि जगणुरूर्जस्वलानि माङ्गल्यरयातुलानि ।
समं च तैः श्राक् सुकृतानि तानि पुराकृतानि प्रथितानि तस्य ॥ ४३ ॥ માંગલિક શબ્દોથી અતુલ્ય ભેરી વગેરે વાજિંત્રો ઉગ્રપણે ઊંચા સ્વરથી વાગવા માંડ્યાં અને તેની સાથે તે શેઠે પૂર્વે (પૂર્વ ભવમાં) કરેલાં સુકૃત્યે પ્રસિદ્ધ થવા માંડ્યાં. (આ ભવમાં લક્ષ્મી મળી છે. તે ગત વનાં સુકૃત્યો સૂચવે છે,) (૪૩)
बातोमिवेल्लच्छुचिकेतनानि निकेतनानि व्यवहारिनेतुः ।।
बभासिरे तस्य गुणान्वितस्य श्रद्धोज्ज्वलानीव लसन्मनांसि ॥ ४४ ॥ પવનના તરંગથી આ શેઠનાં જે મંદિરોની ધજાઓ ફરકતી હતી, તે મંદિરે જાણે તે–ગુણવાન શેઠનાં શ્રદ્ધા વડે ઉજજ્વળ થયેલ મન હોય તેવાં શોભતાં હતાં. (૪૪)
तदा च सुत्रामपुरस्य शोभा शुभां बिभर्ति स्म पुरं तदुच्चैः ।
पदे पदे यत्प्रमदप्रदात्री निरीक्ष्यतेऽखर्वसुपर्वराजिः ॥ ४५ ॥ તે વખતે તે નગર ઇંદ્રના નગરની ઉત્તમ શોભાને ધારણ કરતું હતું, કારણ કે સ્થાને સ્થાને દેવતાઓની શ્રેણીઓ હર્ષને ઉપજાવતી જોવામાં આવતી હતી; મતલબ કે મનુષ્યની પંક્તિ દેવપંક્તિ જેવી શોભતી હતી. (સુપર્વ એટલે દેવતાઓ અથવા સારા પર્વોત્સવે; એ શબ્દલેષ છે તેથી બહુ સુંદર અર્થ-ચમત્કૃતિ આપે છે.) (૪૫)
सर्वाचार्वाभरणाभिरामा रामाः सकामाः प्रददस्तदानीम।
न केवलं सद्धवलानि मर्यश्रोतृश्रुतीनामपि च प्रमोदम् ॥ ४६॥ આખા શરીર પર પહેરેલાં રમણીય બેંચાણકારક આભૂષણથી સુંદર લાગતી સકામ રામાઓ તે પ્રસંગે કેવળ ધવળ-વસ્ત્રાદિથી નેત્રોને આનંદ આપતી હતી, એટલું જ નહિ પણ તેઓ ધવળ-મંગળાદિથી શ્રેતાઓની શ્રવણેદિયને પણ આનંદ આપતી હતી. (૪૬)
___ महोत्सवेषु प्रथितेषु तेषु समन्ततः सन्ततमदभुतेषु ।।
सोत्कर्षहर्षेण पुरात् पुराणः शोकस्तदानीं निरकासि सद्यः ॥ ४७ ॥ આવી રીતે તે અદ્ભુત મહોત્સવે જ્યારે ચારે તરફ હર્ષના ઉત્કર્ષથી પ્રસરી રહ્યા ત્યારે પુરાણા –જુના શેકને તત્કાળ તે નગરમાંથી દેશવટો આપવામાં આવ્યા હતા. (૪૭),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org