SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર યતિશિક્ષા [ ર૯૩ જશે. વ્રત કે તપાદિક કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને પરભવે મહાસુખ મળે છે, એમ બેવડે લાભ થાય છે. (૩૧; ૨૧૨) ચારિત્રક (વિરુદ્ધ) નારકી-તિર્યંચનાં કશે यदत्र कष्टं चरणस्य पालने, परत्र तिर्यङ्नरकेषु यत्पुनः । તથિઃ સતિષક્ષતા સ્થિતા, વિરોષદાચતાં નહિ તર રૂ . (પૈરાથષિ૪) ચારિત્ર પાળવામાં આ ભવમાં જે કષ્ટ પડે છે અને પરભવમાં નારકી અને તિર્યંચ ગતિમાં જે કષ્ટ પડે છે, તે બંનેને અરસપરસ પ્રતિપક્ષીપણું છે, માટે સમજણ વાપરીને બેમાંથી એકને તજી દે.” (૩૨) વિવેચન–ચારિત્ર એટલે વર્તન. શુદ્ધ વર્તન રાખવામાં અને આત્મગુણરમણતા કરવામાં અભ્યાસકાળે કેટલુંક સહન કરવું પડે છે, ખાસ કરીને કેટલીક વાર તાત્કાલિક લાભને ભેગ આપવો પડે છે. એ “ચારિત્રને જૈન પરિભાષામાં “સાધુજીવન' એ એક અર્થ થાય છે અને તે જીવન પાળવામાં ઉપાધિત્યાગ, પરિગ્રહત્યાગ, ગૃહત્યાગ, સ્વાદિષ્ટ ભજનને ત્યાગ, ભૂમિશય્યા, અપ્રતિબદ્ધ વિહાર, કેશને લેચ વગેરે અનેક પ્રકારનાં કષ્ટ સહન કરવો પડે છે. આ સર્વ વ્યાવહારિક કષ્ટ છે, હવે બીજી બાજુએ નારક તથા તિર્યંચનાં દુઃખ સુપ્રસિદ્ધ છે. નારકીને જીવોને સહેવાં પડતાં કુંભીપાક, વૈતરણ વગેરેનાં દુખે અને જાનવરને સહેવાં પડતાં વધ, બંધન, પ્રહારાદિનાં દુઃખે અન્યત્ર વર્ણવ્યાં છે. * આ પણ કષ્ટ છે. હવે ચારિત્રનાં અને પરભવનાં દુઃખને પરસ્પર વિરોધ છે. એટલે કે એક હોય ત્યાં બીજુ નહિ, એમ છે. જેઓ અત્ર ચારિત્ર પાણી અનેક પ્રકારનાં કષ્ટ સહન કરે છે, તેઓ આવતા ભવમાં મનુષ્ય કે દેવગતિ પામે છે, અને વધારે સ્થિરતાવાળે જીવ તે મેક્ષ પણ પ્રાપ્ત કરે જ્યારે અત્ર વ્યસન સેવનાર, વિષયી, કપટવ્યવહારવાળા જીવને પરત્ર દુર્ગતિ પ્રાપ્ત થાય છે. હે મુનિ ! આ બે પ્રકારનાં કષ્ટો છે, તેમાંથી એક પ્રકારનાં તે સહેવાં જ પડશે, માટે વિવેકપૂર્વક વિચાર કરી બેમાંથી એક ગ્રહણ કરી લે, એવી અમારી ખાસ ભલામણ છે. બન્ને પ્રકારનાં કષ્ટમાંથી ક્યા કષ્ટનું જોર વધારે છે, ક્યાં વધારે વખત ચાલે છે અને કયાં શુભ શશિની પરંપરા ઉત્પન્ન કરે છે–એ સર્વ બાબત પર વિચાર કરી એ બેમાંથી એક વસ્તુ રહણ કર, અથવા, શ્લેકની ભાષામાં કહીએ તે, બેમાંથી એક કષ્ટ ત્યાગ કરવાને નિર્ણય કર. (૩૨ ૨૧૩) પ્રમાદજન્ય સુખ (વિરુદ્ધ) મુક્તિનું સુખ शमत्र यद्विन्दुरिब प्रमादजं, परत्र यच्चाब्धिरिव द्युमुक्तिजम् । તો નથઃ સતિપક્ષતા પિતા, વિશેષરવાડના તવ રૂણા (વંરાથ૪િ) એક જુઓ અધિકાર આઠમે, ચતુર્ગતિદુઃખવર્ણન. * પુસુશિમિતિ પાત્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy