________________
૨૯૪ ] અધ્યાત્મકલ્પમ
[ ત્રયોદશ “આ ભવમાં પ્રમાદથી જે સુખ થાય છે તે બિંદુ જેટલું છે અને પરભવમાં દેવ લોક અને મેક્ષ સંબંધી જે સુખ થાય છે તે સમુદ્ર જેટલું છે; આ બને સુખને પરસ્પર પ્રતિપક્ષીપણું છે, માટે વિવેક વાપરીને, બેમાંથી એકને તું ગ્રહણ કર.”
વિવેચન–ભાવ ઉપરના શ્લેકને મળતું જ છે. મા, વિષય, કષાયાદિકમાં સુખ ડું, ચેડા વખતનું અને પરિણામે દુખ લાવનારૂં હોય છે, જ્યારે સ્વર્ગ કે મોક્ષનાં સુખ અનુક્રમે લાંબા કે અનંત-ચિરસ્થાયી અને ખરા સુખને જ ખ્યાલ કરાવનારાં છે. આ બને સુખને વિરોધ છે : એક હોય ત્યાં બીજું ન હોય. માટે વિવેક રાખી, વિચાર કરીને, પ્રમાદનું કે સ્વગમોક્ષનું સુખ મેળવવા નિશ્ચય કર. (૩૩, ૨૧૪)
ચારિત્રનિયંત્રણનું દુઃખ (વિરુદ્ધ) ગર્ભવાસ વગેરેનું દુ:ખ नियन्त्रणा या चरणेऽत्र तिर्यकत्रीगर्भकुम्भीनरकेषु या च ।। तयोमिथः सप्रतिपक्षभावाद्विशेषदृष्टयाऽन्यतरां गृहाण ॥ ३४ ॥ (उपजाति )
“ચારિત્ર પાળવામાં, આ ભવમાં તારા પર નિયંત્રણ થાય છે; અને પરભવે તિર્યંચ ગતિમાં, સ્ત્રીના ગર્ભમાં, અથવા નારકીના કુંભીપાકમાં નિયંત્રણ (કષ્ટપરાધીનપણું) થાય છે, આ બન્ને નિયંત્રણાને પરસ્પર વિરેાધ છે, માટે વિવેક વાપરીને બેમાંથી એક ગ્રહણ કર.” (૩૪)
વિવેચન–સ્પષ્ટ છે. બેમાંથી એક પ્રકારનું કષ્ટ સહન કરવું જ પડશે. અત્ર Choice between the two evils—બે દુઃખમાંથી એકને પસંદ કરી લેવાનું છે. નારકી કષ્ટ કે તિર્યંચનું કષ્ટ બહુ સખત છે અને દીર્ઘકાળનું છે; જ્યારે સાધુજીવનમાં નિયંત્રણાનું કષ્ટ એ અતિ અલ્પ, અલ્પ સમય ચાલે તેવું અને ભવિષ્યમાં હિત કરનારું હોય છે. સર્વ પ્રકારનો વિચાર કરી, બેમાંથી એક ગ્રહણ કરવા તત્પર થજે. તાત્કાલિક સુખથી લેવાઈ જઈશ નહિ, પરિણામસુખ પર વિચાર કરજે. (૩૪; ૨૧૫)
પરીષહ સહન કરવાને ઉપદેશ (સ્વવશતામાં સુખ) सह तपोयमसंयमयन्त्रणां, स्ववशतासहने हि गुणो महान् । परवशस्त्वति भूरि सहिष्यसे, न च गुणं बहुमाप्स्यसि कञ्चन ॥३५॥ (द्रुतविलम्बित)
તું તપ, યમ અને સંયમની નિયંત્રણ સહન કર. પિતાને વશ રહીને (પરીવહાદિનું દુઃખ) સહન કરવામાં માટે ગુણ છે; પરવશ પડીશ ત્યારે તે દુઃખ બહુ ખમવું પડશે અને તેનું ફળ કાંઈ પણ થશે નહિ.” (૩૫)
વિવેચન–તપ બાર પ્રકારનાં છેઃ છ બાહ્ય અને છ આત્યંતર. બાહ્ય તપમાં ઉપવાસ વગેરે આવે છે અને અંતરંગ તપમાં પ્રાયશ્ચિત્ત વગેરે આવે છે. તેના ઉપર અગાઉ
* વ્રત વગેરેને લીધે સહન કરવું પડતું કષ્ટ તથા તીર્થકર મહારાજ, ગુરુમહારાજની આજ્ઞાનું પરાધીનપણું. * મુળ મહાન તિ થાને ાિર ગુખ તિ વા વાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org