________________
અધિકાર ] યતિશિક્ષા
[ ૨૯૫ વિવેચન થઈ ગયું છે. યમ પાંચ છેઃ જીવવધત્યાગ, સત્યવચન-ઉચ્ચારણ, અસ્તેય (નષ્ટ થયેલું, પડેલું, વિસ્મરણ થયેલું અથવા ફેકેલું પરદ્રવ્ય ન લેવું તે, અથવા સર્વથા ચારે પ્રકારના અદતને ત્યાગ કરવો તે), અખંડ બ્રહ્મચર્ય અને ધનની મૂચ્છો ત્યાગ. એટલે ટૂંકામાં કહીએ તે, પાંચ અણુવ્રતોનું કે મહાવ્રતનું આદરવું એ યમ છે. સંયમ સત્તર પ્રકારે છે. ઉપર લખેલાં પાંચ મહાવ્રતનું આચરણ, ચાર કષાયને ત્યાગ, મન-વચન- - કાયાના મેગે પર અંકુશ અગર નિરોધ અને પાંચ ઇંદ્રિયનું દમન-એ સત્તર પ્રકારે સંયમ છે. આ તપ, યમ અને સંયમને પાળવામાં થતા બાહ્ય કષ્ટને યંત્રણા કહે છે. એ કષ્ટ તે છે, પણ તે સ્વહસ્તે વહેરેલું અને પરિણામે શુભ ફળ આપનારું છે. એ દુઃખને, ભવિષ્યમાં મહાન લાભ દેનાર જાણ, સડન કરવામાં આવે, તે તેમાંથી પણ આનંદ મળે છે અને મનમાં શાંતિ રહે છે. વળી બીજી પંક્તિમાં કહે છે તે બહુ અગત્યનું છે. સ્વવશપણે સહન કરવામાં બહુ લાભ છે. ભર્તુહરિ કહે છે કે –
अवश्यं यातारश्चिरतरमषित्वाऽपि विषया. वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय ममसः,
स्वय त्यक्ता ह्यते शमसुखमनन्तं विदधते ।। “ઘણા વખત સુધી રહ્યા પછી પણ વિષયો આખરે તે જવાના જ છે. લેકે જે તેને પિતાની મેળે તજી ન દે, તો પણ તેને વિગ થવાને, તેમાં કાંઈ બે મત છે જ નહિ. જો તેઓ પિતાની મેળે જશે તે મન પર મહાશોકની અસર મૂકીને જશે; જ્યારે આપણે જે તેઓને તજી દઈ એ તે તેઓ મહાશાંતિ આપે છે.” આ હકીક્ત અનુભવસિદ્ધ છે.
ઘડપણમાં ઇન્દ્રિયોના વિષય, શરીરની નબળાઈથી તજવા પડે છે. ત્યાર પછી પૂર્વની ઈચ્છાને લીધે બાળચેષ્ટાઓ કરવી પડે છે. દાખલા તરીકે, ગાંઠિયાને લોટ કરવો પડે છે અને પાનને સૂડીમાં મૂકી કાપવું પડે છે. મોટી વય સુધી વિષે તજવાની ટેવ ન પડવાને લીધે આવી હાસ્યાસ્પદ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેને બદલે જે તે ઉમ્મર પ્રાપ્ત થાય તે પહેલાં સ્વયમેવ વિયેને તજવામાં આવે તે બહુ આનંદ થાય છે.
વળી, આ મનુષ્યભવમાં દશ, વિશ, પચીશ કે પચાસ વરસ સંયમ પાળી સ્વવશપણે જે આત્મવિભૂતિ પ્રાપ્ત થાય છે, તેનું ફળ જ્યારે ચિરકાળ સુધીના સ્વર્ગમાં સુખ વા અનંત કાળ સુધીનાં મેક્ષનાં સુખ થાય છે ત્યારે અનુભવમાં આવે છે. અને અહીં જે તેમાં ગફલતી કરવામાં આવે છે, તે પરભવે પરવશપણે અત્યંત દુઃખ સહન કરવો પડે છે અને કાંઈ લાભ પ્રાપ્ત થતો નથી. આવી રીતે આ જ ભવમાં પરીષહ સહન કરવામાં જ્યારે અનેક પ્રકારના લાભ છે, ત્યારે તે પરભવ ઉપર મુલતવી રાખવામાં દેખીતું નુકસાન છે. એ બાબતનો વિચાર કરી અત્ર શુદ્ધ વર્તન રાખી તપ, જપ, ધ્યાન, સંયમ ઈંદ્રિયદમન વગેરે બાબતમાં વારંવાર વધારે કરવા ચીવટ રાખવી એગ્ય છે. (૩૫ ૨૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org