________________
૩૨૨]
અધ્યાત્મક૯પમ
[ત્રયોદશ: લંબાણથી વિવેચન કર્યું છે. હંમેશાં બાહ્ય આચરણ કાળાનુસાર પ્રાપ્ત થયેલી સંઘયણ આદિ સામગ્રી અનુસાર જ બની શકે છે. આ પિતાની વ્યક્તિ ઉપર પિતાની હદને વિચાર કરવાથી તરત જ અનુભવમાં આવે તેવું છે. જે શાસ્ત્રનાં દરેક વચન સુપરિણામે પરિણમવામાં ન આવે તે તે શાસ્ત્ર શસ્ત્રરૂપે પરિણામ પામી, પ્રાણીને પિતામાં ગુણીપણું મનાવી, બીજા ગુણીઓમાં અવગુણીપણું મનાવી, તેઓની અવજ્ઞા અને પિતાના ઉત્કર્ષ દ્વારા અનંત કાળચક્ર સુધી સંસારમાં રઝળાવે છે.
મુનિજીવન એકાંત પોપકાર-પરાયણ છે. એમાં આળસરૂપ નિવૃત્તિ નથી, પરંતુ વિશુદ્ધ પ્રવૃત્તિગર્ભિત નિવૃત્તિ છે અને તારા સર્વ પુરુષાર્થને પૂરતું માગ આપી પરેપકાર કરવાની તારી વૃત્તિને રસ્તો આપે એ પરમ વિશુદ્ધ એ માર્ગ છે. એ માગની એક ક્ષણ પણ અસંખ્ય વરસો સુધી ઉત્કૃષ્ટ સુખ આપે છે અને એનું નામ પણ વંદન, નમસ્કાર, સ્તુતિ મેળવે છે. * હે યતિ ! આ અધિકારમાં કડવું ઔષધ આપ્યું છે, પરંતુ આપનાર વિદ્ય(સૂરિ)ને અંતરંગ આશય સમજવા યત્ન કરજે. સંસારત્યાગ એ ચતિજીવન છે. વેશ બદલો એ ખરો સંસારને ત્યાગ નથી, પરંતુ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરાદિ અંતરંગ શત્રુને નાશ કરવો એ સંસારત્યાગ છે. આટલી ટૂંકી હકીકત ધ્યાનમાં રાખી તારાથી બીજા કેઈને ઉપકાર ન બને તે ભલે, પણ તું તારા આત્માનું તે બગાડીશ નહિ. પરનિંદા, મત્સર, ઈર્ષ્યા, માયા વગેરે સુપ્રસિદ્ધ અઢાર પાપસ્થાનકોને ત્યાગ કરજે અને તારી ફરજ શી છે, તેને અહર્નિશ વિચાર કરજે, તેમ જ તારે ગ્ય આવશ્યક પડિલે. હાદિક ક્રિયામાં સાવધાન રહેજે. જે તારામાં શક્તિ હોય તે જ્ઞાનથી પોપકાર કરજે; લોકેને ઉપદેશ આપીને અથવા લેખે લખીને આ જમાનાને અને આવતા જમાનાને ઉપકત કરજે. આ જમાનાને તારા જેવા પાસેથી નિઃસ્પૃહ ઉપદેશ સાંભળવાની બહુ જરૂર છે. સાંસારિક જીવન પ્રવૃત્તિમય થઈ જવાથી ધાર્મિક અભ્યાસ ઘટતું જાય છે અને તેવા વખતમાં જે તારી તરફથી કાંઈ અસાધારણ ચમત્કારી અસર થાય તે ઉપદેશ થશે તે ઘણા માણસને જ્ઞાન-ક્રિયાની પ્રવૃત્તિ દ્વારા એ તેને લાભ મળી શકશે અને તે લાભથી તારા આત્માને પણ લાભ થશે. તું ગમે તેમ કરી તારી પંક્તિના યતિઓને ફરજનું ભાન કરાવજે અને એટલું થશે તે પછી જે હેતુથી તારો પ્રયાસ છે તે જરૂર પાર પડશે. - આ અધિકારમાં કોઈ સ્થાને કઠિન શબ્દોમાં લખાયું હોય તે ક્ષમા કરજે. જેમ બને તેમ ઓછું જ લખવા નિશ્ચય કર્યો હતો, છતાં લાગણીના બળથી કાંઈ વિશેષ લખાયું હોય તો અંત:કરણથી ક્ષમાયાચના છે. તમારા અંતઃકરણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જેવી અદ્દભુત જ્ઞાનશક્તિ, શ્રી હીરવિજયસૂરિ જેવી અદ્દભુત ઉપદેશશક્તિ અને શ્રી હરિભદ્રસૂરિ જે દેહ શાસનરાગ વધે એવી અંતઃકરણની પ્રાર્થના છે. સાધુજીવનને અંત:કરણથી નમસ્કાર છે અને ગમે તેટલું લખવા છતાં તે જીવન તરફ ઉરચ ભાવ અને વિશેષ બહુમાન રાખવાની ફરજ નિરંતર ખ્યાલમાં રાખી છે અને છે.
इति सबिवरणो यतिशिक्षोपदेशनामा त्रयोदशोऽधिकारः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org