SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મકપર્ફોમ ૬૦ ] [ પ્રથમ જાય છે. તેને માટે ચેાગ્ય કાણુ કહેવાય ? વગેરેના સ્પષ્ટ દેખાવા આપણી અતક્ષુ સમક્ષ રજૂ કરી છેવટે સમતાની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવે છે. સમતાનેા સામાન્ય અર્થ એ જ થાય છે કે ગમે તેવા અનુકૂળ--પ્રતિકૂળ સજોગો પ્રાપ્ત થાય તાપણું મનને એકસરખી રીતે પ્રવર્તાવવું; અન્ધ થી રાજી થઈ જવું નિહ અને વિપત્તિથી શૈાક કરવા નહિ; ગમે તેવા સુખ કરનારા સાગા પ્રાપ્ત થાય તેા તેથી સંસારમાં રાચી જવું નહિ અને ગમે તેવા ગ્લાનિ કરનારા સચેાગા પ્રાપ્ત થાય તે તેથી અસ્થિર મનવાળા થઇ જવું નહિ. આવા પ્રકારની મનની એકસરખી સ્થિતિને ‘સમતા' કહેવામાં આવે છે. એ સ્થિતિ પ્રાપ્ત કરવાથી આ ભવદુઃખ મટી જાય છે અને તેટલા માટે દરેક પદાર્થાનુ ખારીકીથી અવલેાકન કરી તેના અને પેાતાના ખરા સ’બંધ કેવા પ્રકારના છે તે ખરાખર વિચારી લેવા ચેાગ્ય છે. આવી રીતે અવલેાકન કરવાથી જ વસ્તુનુ સ્વરૂપ બરાબર સમજાય છે. અહી એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ગમે તેવી સૂક્ષ્મ લાગતી બાબતને પણ તપાસ કર્યાં વગર ચલાવી લેવી નહિ, એટલે વ્યવહારના નાનામાં નાના વિષય ઉપર પણ નજર રાખી તેની ચાગ્ય કિંમત આંકવી. જો તેની પરીક્ષામાં ભૂલ કરી, તેની કિંમત હોય તે કરતાં વધારે કે ઓછી આંકી અથવા તા અવગણના કરી-સૂક્ષ્મ છે એમ ધારી તેને વિચારી મૂકી–અથવા તેની ઉપેક્ષા કરી, તેા તે સૂક્ષ્મ બાબત પણ આપણા ઉપર પેાતાનું સામ્રાજ્ય ચલાવે છે Smiles નામના અંગ્રેજ લેખક પોતાના The Character' નામના ગ્રંથમાં લખે છે કે, ‘Never give way to what is little or by that very little, however small it may be, yov will be practically governed. (તમે નાની બાબતને કદી તાબે ન થાઓ, કારણ કે તે ગમે તેટલી નબળી હશે પણ તેનાથી તમારા ઉપર પૂરુ' જોર ચાલશે, ) અને તે ખરેખરુ' છે. શરૂઆતમાં નાના લાગતા અફીણુ વગેરેના વ્યસનની જો તે વખતે અવગણના કરી ઉપેક્ષા કરી હાય છે; તેા પછી ધીમે ધીમે તે આખા શરીરના કમજો લઈ મનુષ્ય પર પેાતાનું અપ્રતિહત સ્વાતંત્ર્ય. ચલાવે છે, માટે અવલાકન કરવાની ટેવ વારવાર રાખવી અને તે રીતે વસ્તુ ઓળખી તેના પર જય મેળવવા. 39 ‘ સમતા ’ એટલે સ જીવા તથા વસ્તુઓ તરફ રાગ-દ્વેષના અભાવ. જેઓ આત્મિક માર્ગમાં ઊતરવા ઇચ્છતા હાય તેને સમતાના વિષય પ્રથમ અગત્ય ધરાવનારા છે. વિષય બહુ મનન કરવા યાગ્ય છે અને વિચારી વિચારીને તેમાંથી સાર કાઢી લેવા ચાગ્ય છે. સમતા વગરની દરેક ધાર્મિક ક્રિયા બહુ અલ્પ ફળ આપે છે, અને તે ફળ એટલુ બધુ અલ્પ છે કે જે ફળ મેળવવાની ઈચ્છાથી ક્રિયા કરવામાં આવે છે તેની અપેક્ષાએ તા કાંઈ ફળ થતું નથી એમ કહીએ તાપણુ ચાલે; આખા દિવસ ભાર વહન કરનારને એક પાઈ મજૂરીની મળે એના જેવું તે છે, એથી ઊલટું, જયારે સમતા રહિત ક્રિયા કરવામાં * મેાક્ષ મેળવવાની જ ઈચ્છા હેાઈ શકે, બાકી પૌદ્ગલિક ઈચ્છાના સબ્ધમાં તા જૈન શાસ્ત્રકાર નિષેધ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy