SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકા૨] સમતા [ ૬૧ આવે છે ત્યારે તે ક્રિયામાં એક એવી જાતનું સૌંદર્ય અથવા એવી મૃદુતા આવે છે કે જેથી તે ક્રિયામાં એક જાતનો અપૂર્વ (સહજ ) આનંદ વ્યાપી જાય છે. એને સ્પષ્ટ ખ્યાલ આપ બહુ મુશ્કેલ છે, કારણ કે એ દષ્ટાંતને વિષય નથી, પરંતુ અનુભવ-ગમ્ય છે. આ ગ્રંથમાં ઘણું વિષયે અનુભવથી જ સમજાય તેવા છે, જે માટે આપણે નિરુપાય છીએ. તેને રસ જેને ચાખવો હોય તેણે પ્રથમ તેના અધિકારી થવું જોઈએ અને ત્યાં સુધી તે તેનું જે વર્ણન અધૂરા શબ્દોમાં કરવામાં આવ્યું હોય તે ગ્રહણ કરવું જોઈએ. સાકરને સ્વાદ ક્યા શબ્દોમાં વર્ણવે ? ચાખનાર તરત જ અનુભવથી તેના સ્વાદને સમજે છે. એ આ આંતરાનંદ અવર્ણનીય-અનિર્વચનીય છે. શાસ્ત્રકાર કહી ગયા છે કે – સમતા વિણ જે અનુસરે, પાણી પુણ્ય કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ, આવી રીતે સમતા વગર ગમે તે ધાર્મિક ક્રિયા કરવામાં આવે તે છાર ઉપર લીંપવા બરાબર છે. જ્યાં સુધી ભૂમિકા શુદ્ધ કરવામાં આવી ન હોય ત્યાં સુધી તેના પર ગમે તેટલાં ચિત્રા કાઢવામાં આવે તે નકામાં છે. સર્વથી પ્રથમ જરૂર ભૂમિકાને શુદ્ધ કરવાની છે. સમતા ભૂમિકાને શુદ્ધ કરવાનું કાર્ય બરાબર બજાવે છે, ભૂમિકા શુદ્ધ કરવાની આવશ્યકતાના સંબંધમાં સહજ જણાવવાની આવશ્યકતા લાગે છે. એક ચિત્રકારને ચિત્ર આલેખવું હોય તે પ્રથમ વસ્ત્ર શુદ્ધ કરશે, એક પથ્થરને સુંદર મૂર્તિમાં ફેરવો હોય તે તેને સરખો કરવામાં આવશે એક પ્રતિકૃતિ પાડવી હોય તો ડાઘ વગરની પ્લેટ ફેટેગ્રાફર તૈયાર કરશે, તેવી જ રીતે હૃદયમંદિરમાં સુંદર ભાવના-મૂર્તિ સ્થાપન કરવી હોય તે પ્રથમ હૃદયભૂમિકાને શુદ્ધ કરવી જોઈએ. જો તેમાં મલિન વાસનાઓ હશે, જે તેમાં કષાયને કરે હશે, જે તેમાં રાગ દ્વેષના ડાઘા લાગેલા હશે, તો ભાવના મત્તિ તેમાં સ્થિર થઈ શકશે નહિ, અને તેટલા જ માટે આનંદઘનજી મહારાજ શ્રી સંભવનાથજીના સ્તવનમાં કહે છે કે “સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખે.” પ્રથમ ભૂમિકાને એટલે હૃદયને આવા પ્રકારની મલિન વાસનાઓથી રહિત કરવું અને તેમ કરવાનું પ્રબળ સાધન સમતા છે. સમતાથી જ્યારે યથાસ્થિત વસ્તુ સ્વરૂપને બંધ થાય છે, ત્યારે મલિન વસ્તુઓ અને મલિન ભાવેનું પરભાવપણું સમજાય છે અને તદનુસાર જ્યારે તેને ત્યાગ કરવાને - તેને ફેંકી દેવાન-નિશ્ચય થાય છે ત્યારે ભૂમિકા શુદ્ધ થતી જાય છે અને ભાવના-મૂર્તિ તેમાં સ્થાપન થાય છે. શુદ્ધ પ્રકાશ પડે તેવી ભૂમિકા થયા પછી તેના પર શુદ્ધ પ્રતિબિંબની છાયા પડતાં તે સ્વયંપ્રકાશ આપી કાર્ય સન્મુખતા પ્રાપ્ત કરાવે છે. આથી ભૂમિકામાંથી કચરે હોય તે કાઢી નાખે અને તે માટે સમતા જેવા પ્રબળ સાધનને ઉપયોગ કરો. સમતા એટલે “સ્થિરતા” આપણું પ્રાકૃત માણસનાં મન કેટલાં બધાં અસ્થિરચંચળ હોય છે તેને ખ્યાલ તરત આપી શકાય તેમ છે. નવકારવાળી ગણવાનો આરંભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy