SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ] અધ્યાત્મકલ્પદ્રુમ [ ત્રયાદશ કાઈ ગરીખ-રાંક માણસ લેાકેાના અપમાનને ચાગ્ય સ્થાન તજી દઈને ગુરુમહારાજની કૃપાથી, મુનિના વેશ પામે છે, કાંઇક શાસ્ત્રાના અભ્યાસ કરે છે અને કોઈ પદવી મેળવે છે, ત્યારે પોતાના વાચાળપણાથી ભદ્રિક લોકેાને વશ કરીને, તે રાગી લેાકેા જે દાન અને પૂજા કરે છે તેથી પાતે ગવ માને છે અને પોતાની જાતને રાજા જેવી ગણે છે, આવાઓને ખરેખર ધિક્કાર છે ! તેઓ જલદી દુષ્કૃતમાં જવાના છે. (અનતાં દ્રવ્યલિંગા પણ આવી દશામાં વવાથી જ નિષ્ફળ થયાં છે.)” (૫૦) વિવેચન—સાંસારિક સર્વ ભાવ અપમાનને પાત્ર છે. ગરીબ કુળ, પરની અપેક્ષા, દાસપણું, પરતંત્રતા વગેરે સંસારને અગે થતા અનિવાય સહચારી ભાવે છે. એના ત્યાગ થવા એ મહાપુણ્યના ઉદય છે. ગુરુમહારાજની મહાકૃપા થાય ત્યારે જ સદુપદેશધારા આ જીવરૂપ ક્ષેત્રમાં પડે છે; તેથી મુનિપણાના ઉદ્દગમ થાય છે, અને ઉક્ત અપમાનનાં સ્થાનકાના ત્યાગ થાય છે. આવા મહાન્ લાભ પ્રાપ્ત થયા પછી જીવ્ર શાસ્ત્રાભ્યાસ કરે છે, પડિતપદ વગેરે પદવી મેળવી પ ંડિત તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થાય છે અને વ્યાખ્યાન આપવા બેસે છે. ચેાગ્ય જીવા ઉપદેશ સાંભળી દાન, શીલાદિ તથા પૂજા, પ્રભાવનાદિ ધાર્મિક કાર્યો કરે છે, પરંતુ આ જીવ બિચારા ધર્મક્રિયામાં પણ સ`સાર ચલાવે છે, એટલે સાંસારિક ભાવ-પૌદ્ગલિક ભાવ-ના ત્યાગ કરી શકતા નથી. એને તે વખતે અહંકાર આવે છે કે અહા! મારા ઉપદેશથી આ ધર્મ કરે છે, મારા હુકમ માને છે, હું રાજા જેવા છુ' વગેરે. અત્ર તારા હુકમ માને છે એમ લાગે છે, પણ વસ્તુતાએ તેમ નથી, સિપાઈ વૌર’ટ લઈ ને આવે, તે તેને તાબે થનાર પ્રાણી સિપાઈના હુકમને તાબે થતા નથી. પણ માજીસ્ટ્રેટ તરફથી નીકળેલા વારટને તાબે થાય છે; તેમ તારી પાસે ધર્માંનુ વારટ (જિનેશ્વર મહારાજનાં વચનરૂપ સિક્કો અને તેઓએ પહેરવા ફરમાવેલ વેશરૂપ યુનિામ*) છે, તેને જ તેઓ તાબે થાય છે અને તેને જ માન આપે છે. એમાં તારા અ'ગત માનની માન્યતા હાય, તા એ બન્ને તારી પાસે નહાતાં તે વખતની તારી અગાઉની સ્થિતિ તપાસી લે, યાદ કર. શ્રી ઉપમિતિભવપ્રપ’ચાના – પીઠમ ́ધમાં ગ્રંથકર્તા શ્રી સિદ્ધર્ષિ ગણુ પેાતાનુ ચરિત્ર આપે છે, તેમાં નિપુણ્યક નામના પેાતાના રંક જીવ ગુરુના પ્રસાદથી સાધુભાવ પામે છે ત્યારે પાછે અહંકાર કરી કેવા અધઃપાત પામે છે એનું સ્પષ્ટ ચિત્ર આપ્યુ છે, (જુઓ મૂળ પૃષ્ઠ ૧૪૨, ભાષાંતર પૃષ્ઠ ૧૬૫) અને વાસ્તવિક હકીકત પણ એ જ છે. વિષયકષાયમિશ્રિત દંભથી ગમે તેટલી ધર્મકરણી કરવામાં આવે, તેમાં કાંઇ લાભ નથી, એમાં પુણ્ય મધ થાય તે તે પણ સંસાર છે, માટે પૌલિક ફળની અપેક્ષા રાખ્યા વગર શુદ્ધ અધ્ય*દરેક પેલિસ અથવા લશ્કરીને હેાદ્દાની રૂઇએ પહેરવા પડતા એકસરખા ડ્રેસ. + પ્રકાશક શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy