SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] યતિશિક્ષા [ ૩૧૧ દેખીતાં પ્રશસ્ત સાવધ કર્મોનું ફળ कथं महत्त्वाय ममत्वतो वा, सावद्यमिच्छस्यपि सङ्घलोके । न हेममय्यप्युदरे हि शस्त्री, क्षिप्ता क्षणोति क्षणतोऽप्यमन् किम् ॥ ४९ ॥ (उपजाति ) મહત્વતા માટે અથવા મમત્વપણાથી સંઘલેકેમાં પણ સાવદ્ય કેમ વાંછે છે? યુ સેનાની છરી હોય તે પેટમાં મારવામાં આવે ત્યારે તે એક ક્ષણવારમાં પ્રાણનો નાશ કરતી નથી ?” (૪) વિવેચન–આ સ્થાને પ્રતિષ્ઠાલેખ છેતરાશે, તેમાં મારું નામ રહેશે, લોકમાં પ્રસિદ્ધ થશે–આવી કાંઈક યશકીર્તિ મેળવવાની બુદ્ધિથી, કાંઈક મારાપણાના મોહથી અને વિશેષે કરીને અજ્ઞાનથી સાવદ્ય કર્મોને આદેશ-ઉપદેશ થઈ જાય છે. કઈ પણ કાર્યમાં જે જરા પણ પીદ્દગલિક આશા રાખી, અભિમાન કે કપટ કર્યું તે તે અશુદ્ધ કર્મ જ થાય છે, પછી તે પ્રશસ્ત હો કે અપ્રશસ્ત છે, પણ તેવાં કૃત્યથી પાપબંધ અને તેનાં ભયંકર પરિણામો અવશ્ય થાય, તે તું શા માટે કરે છે? છરી હોય, પછી તે સોનાની હેય કે રત્નજડિત હોય, પણ ઉદરમાં બેસી હોય તો જરૂર આંતરડાં બહાર કાઢે છે અને પ્રાણ લે છે. આવી રીતે વસ્તુસ્વભાવના પેટા ખ્યાલથી કેટલાક ધર્મને બહાને અપ્રશસ્ત આચરણ કરી, પોતાના આત્માને છેતરનારા તનિમિત્ત અનંત સંસાર વધારે છે. વાત એ છે કે મમતા કે મહત્ત્વતાને અંગે જે અપ્રશસ્ત આચરણ થાય છે તે નુકસાન કરનાર થાય છે. તે સિવાયનાં કાર્યો પ્રશસ્ત હેતુથી કરવામાં આવ્યાં હોય તે તેને અત્ર નિષેધ નથી. સેનાની છરી જે પેટમાં મારી હોય તે આંતરડાં કાપી નાખે છે, પણ જે તેને મ્યાનમાં રાખવામાં આવે તો તે શોભા આપે છે અને બચાવ કરે છે. એ દષ્ટાંત બહુ ઉપયોગી છે. પ્રાજ્ઞ ધીમાન્ સંત એવાં સાવદ્ય કાર્યોથી દૂર રહે છે, ઉપદેશ કરે છે, તે પણ પદગલિક વાંછા વગર શ્રોતાના એકાંત લાભની અપેક્ષાએ જ કરે છે. મમત્વ અને મહત્ત્વતાને અંગે સંઘ માટે પણ થતું સાવદ્ય ચિંતવન આત્મજીવનરૂપ ઉદરમાં નાખવાથી સંયમપ્રાણને હરી લે છે. છરી લેઢાની જ છે, પણ તે સંઘલોકને અંગે વપરાવાથી સેનાની છે એમ ગણવામાં આવ્યું. અત્ર મમત્વ અને મહત્વતાને શસના-છરીને મૂળ સ્થાનકે રાખવામાં આવ્યાં છે; ઉદર તે આત્મપરિણતિ અને પ્રાણસ્થાને ચારિત્રજીવન; એમ ભેજના કરી છે. (૪૯; ૨૩૦) નિપુણ્યકની ચેષ્ટાફ ઉદ્ધત વર્તન, અધમ ફળ रङ्कः कोऽपि जनाभिभूतिपदवीं त्यक्त्वा प्रसादाद् गुरोवर्षे प्राप्य यतेः कथञ्चन कियच्छास्त्रं पदं कोऽपि च । मौखर्या दिवशीकृतर्जुजनतादानार्चनैर्गर्वभागआत्मानं गणयनरेन्द्रमिव धिग्गन्ता दूतं दुर्गतौ ॥५०॥ (शार्दूलविक्रीडित) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy