________________
૩૧૦ ] અધ્યાત્મકલ્પમ
[ ત્રિવેદી બેઠી અસમ' એના જેવું થાય છે. તારું કામ શું છે? તને લાભ શું છે? આ પિટ ભરવું એ તું મુશ્કેલ ધારે છે અને તેને માટે મુનિને વેશ લીધે હય, તે તને યતિશથી આ ભવમાં ખાવાનું તે મળશે, એટલો લાભ થશે, પણ પરભવમાં મહાદુર્ગતિમાં જવું પડશે, વળી, પેટ ભરવું એમાં કાંઈ વિશેષ નથી. તારા જેવા પ્રબળ પુરુષાથી તે એક દિવસમાં આખા વર્ષનું ગુજરાન રળી શકે, માટે નકામા કારણ માટે બધું વ્યર્થ હારી જા મા. મુદ્દે ગૃહસ્થચિંતા કરી તું બધું હારી જાય છે તે વિચાર. (૪૭૨૮)
તારી પ્રતિજ્ઞા-વિરુદ્ધ તારું વર્તન कुर्वे न सावधमिति प्रतिज्ञां, बदन्नकुर्वन्नपि देहमात्रात् । રાવ્યાદ્રિા ગુન હૃથાન, હા જરા વારિ વાર્થ મુમુક્ષુ? I૪૮ (૩vજ્ઞાતિ)
“હું સાવદ્ય કરીશ નહિ એવી પ્રતિજ્ઞાનું દરરોજ ઉચ્ચારણ કરે છે, છતાં શરીર માત્રથી જ સાવદ્ય કરતા નથી અને શય્યા વગેરે કામોમાં તે મન અને વચનથી ગૃહસ્થને પ્રેરણા કર્યા કરે છે ત્યારે તું મુમુક્ષુ શાને ?” (૪૮)
વિવેચન–ાર્થ સાથi si gવવામિ નાયકના તિળિ ત્યાદિ. એટલે “હે પ્રભુ! સર્વ પ્રકારનાં સાવદ્ય કાર્યોને જીવન પર્યત ચિંતવીશ નહિ, કરવાને આદેશ આપીશ નહિ, કરીશ નહિ અને તે સર્વ મન-વચન-કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ, એટલું જ નહિ પણ કરનારને સારા જાણીશ નહિ”-આવી સખત પ્રતિજ્ઞા તે ચારિત્ર ગ્રહણ કરતી વખતે લીધી છે, એટલું જ નહિ પણ દરરોજ તે પ્રતિજ્ઞા નવ વાર બોલે છે, પુનરાવર્તન કરે છે, દઢ કરે છે; પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો તું માત્ર કાયાથી સાવદ્ય કરતો નથી (કારણ કે સાધુના વેશને તે છાજે નહિ), લોકભય, દેખાવ અને એવાં કેટલાંક બાહ્ય કારણોથી કાયાથી વિરત રહે છે; બાકી વચન અને મનથી તે અનેક પ્રકારના આદેશ અને ઉપદેશ સીધી અને આડકતરી રીતે કરે છે, કરાવે છે અને અનુમોદે છે.
આવી રીતે પ્રતિજ્ઞા નહિ પાળવાથી જીવ મૃષાવાદ બલવાને પણ દેષ કરે છે. નિવૃત્તિનું ખરું સ્વરૂપ ધ્યાનમાં હોય તે જ ચિંતવનમાં પણ સાવદ્ય ત્યાગ થઈ શકે છે. સંસાર પરથી વિરક્ત ભાવ જેને આવ્યો હોય, તેવો પ્રાણ તે વધારે ગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. ત્યાગ કરેલા–વમેલા સાવદ્ય ચે તરફ તે દષ્ટિપાત પણ કરતો નથી. હે યતિ! કેટલીક વાર દેખીતા બીજા શબ્દોમાં પણ સમજાઈ જાય તેવા સાવ આદેશ તારાથી થઈ જાય છે તેથી સાવધ રહેજે. તારે મુમુક્ષુ થવું હોય તો એ હાનિકારક પ્રણાલિકા બંધ કરી દેજે. (૪૮; ૨૨૯)
+ વાgિ tતિ વા પાઠઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org