________________
અધિકાર ] યતિશિક્ષા
( ૩૦૦ વધારે થાય છે ત્યારે ભક્ત-રાગી શ્રાવકનાં સુખદુઃખથી તેવા યતિનું મન પ્રસન્ન થાય છે અથવા બળે છે. પરિણામે મનમાં કઈ જાતની નિવૃત્તિ રહેતી નથી, સમતાને છેડે આવતે જાય છે અને અનેક પ્રકારના સાવદ્ય આદેશ-ઉપદેશ કરતાં અને ગૃહસ્થના સલાહકારક થતાં સાધુપણું નાશ પામે છે. હે યતિ ! આ તારા રાગી છે અને આ બીજા સાધુના રાગી છે એવી મુદ્ર બુદ્ધિ રાખવી એ તારા જેવા ઊંચી હદના પ્રાણીઓને શોભે પણ નહિ. ઉપાધ્યાયજી કહે છે કે તમારાથી ન રહેવાય તો મુનિ ઉપર રાગ કરજો, કારણ કે જેમ વિષનું ઔષધ વિષ છે, તેમ રાગનું ઔષધ મુનિ પરનો રાગ છે. આને આશય સમજ, શ્રાવકને મુનિ પર રાગ કરવાનું કહ્યું છે, તે એટલા માટે કે નીરાગી મુનિ પ્રેમ દ્વારા ભક્તિ કરતા શ્રાવકોને શુદ્ધ માર્ગે લાવશે. એવો જ રાગ શ્રી ગૌતમસ્વામીને શ્રી વીરપ્રભુ પ્રત્યે થયેલ સમજવો, પણ ગુરુનો રાગ તો તદ્દન પ્રશસ્ત હોય; આને બદલે તું મારા-તારા શ્રાવક કરે અને દૃષ્ટિરાગ કરાવી તે દ્વારા પિતાને અને તેઓને અનંત કાળચક્ર સુધી સંસારમાં ભમાટે, તે તે બહુ જ છેટું કહેવાય. - રાગ ઓછો કરવાના બે ઉપાય છે : ગૃહસ્થને ઓછો પરિચય જિસિંઘે જ જ્ઞા ગૃહસ્થને અપરિચય, નકામી વાર્તાને ત્યાગ, અભ્યાસમાં ચિત્તક્ષેપન, શાસ્ત્રોક્ત રીતે નવકલ્પી વિહાર અને એક સ્થાન પર ઘડપણ, અશક્તિ, રેગાદિ કારણ સિવાય વિશેષ સ્થિરતા ન કરવાની ટેવ—એ પ્રથમ ઉપાય છે, જે બાહ્ય વર્તનને લગત છે; અને બીજો ઉપાય રાગનું કહુવિપાકપણું, આત્મ-પરિણતિનું ડબાવાપણું વગેરેની ચિંતવના કરવી એ છે. (૪૬; ૨૨૭)
ગૃહસ્થચિત્તાનું ફળ त्यक्त्वा गृहं स्वं परगेहचिन्तातप्तस्य को नाम गुणस्तवर्षे ? । आजीविकास्ते* यतिवेषतोऽत्र, सुदुर्गतिः प्रेत्य तु दुनिवारा ॥ ४७ ॥ ( उपजाति )
પિતાનું ઘર ત્યજીને પારકા ઘરની ચિંતાથી પરિતાપ પામતા હે ઋષિ ! તને શે લાભ થવાને છે? (બહુ તે) યતિના વેશથી આ ભવમાં તારી આજીવિકા (સુખે) ચાલશે પણ પરભવમાં મહામાઠી દુર્ગતિ અટકાવી શકાશે નહિ.” (૪૭)
વિવેચન–તારે સંસારીપણાનું એક ઘર હતું, તેની ચિંતા મૂકીને હવે શ્રાવકનાં ઘણાં ઘરની ચિંતા તું કરે છે તેથી લાભ શો? આ તે “લેને ગઈ પૂત ઔર ખે
૧. અથવા સપના વિષનું ઔષધ સપનો મણિ છે તેમ
* સાવિવાહૈ એ પ્રમાણે પાઠ સર્વત્ર જણાય છે, તેનો અર્થ શબ્દાર્થમાં આપ્યો છે તેમ થઈ શકે છે, પણ સકારની જરૂર બહુ લાગતી નથી. ‘તારી આજીવિકા” એવો અર્થ વિશેષ યોગ્ય જણાય છે. ગાયિશા મારતે એમ ભાવ નીકળી શકે એટલે યતિશથી તારી આજીવિકા વર્તે છે– ચાલે છે: આ પ્રમાણે અર્થ કરવાથી ભાવ બેસતે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org