________________
અધિકાર ] દેવગુરુથર્મશુદ્ધિ
[ ૨૪૮ કરતું નથી, તેવી જ રીતે કુગુરુને આશ્રય કરવાથી તે શુદ્ધ ધર્મ અને મોક્ષ આપીઅપાવી શકતા નથી.” - વિવેચન પાંચમાં શ્લોકમાં બતાવેલી હકીક્ત પર અત્ર દઇ છે. અર્થ સ્પષ્ટ છે. (૮; ૧૭૨ )
તાવિક હિત કરનાર વસ્તુ कुलं न जातिः * पितरौ गणो वा, विद्या च बन्धुः * स्वगुरुधनं वा । हिताय जन्तोन परं च किञ्चित् , किन्त्वाहताः सद्गुरुदेवधर्माः ॥९॥ (उपजाति )
કુળ, જાતિ, મા-બાપ, મહાજન, વિદ્યા, સગાંસંબંધીઓ, કુળગુરુ અથવા પૈસા કે બીજી કઈ પણ વસ્તુ આ પ્રાણીના હિતને માટે થતી નથી, પરંતુ આદરેલા (આરાધન કરેલા) શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ જ (હિત કનારા થાય છે.)” (૯)
વિવેચન—ઊંચા કુટુંબમાં કે ઉત્તમ જાતિમાં જન્મ થયો હોય અથવા બહુ વિદ્યા ભણ્યો હોય, અથવા બહુ ધનપ્રાપ્તિ થઈ હોય કે કરી હોય, તેથી આ જીવનું કાંઈ હિત થતું નથી. પૂર્વે મમત્વમેચનના ચારે અધિકારમાં આપણે જોઈ ગયા છીએ કે પુત્ર, કલવ, ધનાદિ વસ્તુઓ તે જેમ જેમ વધારે પ્રમાણમાં મળે છે, તેમ તેમ સંસારબંધન વધારનારી થાય છે, પણ ભવચકને એક પણ આરો ઓછો કરનારી થતી નથી. અનાદિ કાળથી રાગમાં રાચેલે રંક છવ નવીન કાંઈ કરતો નથી અને ધન, સ્ત્રી, વૈભવ કે વિદ્યાના મદમાં કે મેહમાં મસ્ત રહી મહા-દુઃખ-પરંપરા પ્રાપ્ત કરે છે.
દુખપરંપરાથી હંમેશાને માટે બચવું હોય તે શાસ્ત્રકાર તેનો એક ઉપાય બતાવે છે અને તે એ છે કે શુદ્ધ ગુરુને આશ્રય કરવો અને પછી તેમના બતાવેલા દેવની સેવા કરવી અને તેમના બતાવેલા ધર્મોનું પાલન કરવું. આ રીતે જે પ્રાણી વર્તે છે તે પૂર્વ પાપનો નાશ કરી મહાસુખસાધન પામી છેવટે સર્વ દુઃખને અત્યંતભાવ કરે છે.
આ શ્લોકમાં અને અન્યત્ર પણ દેવ શબ્દની પહેલાં ગુરુ શબ્દ મૂકે છે એ સૂચક છે. અગાઉ જણાવ્યું તેમ, “દેવને બતાવનાર પણ ગુરુમહારાજ હોવાથી શિષ્યની અપેક્ષાએ “ગુરુ”ની દેવ કરતાં પણ મુખ્યતા બતાવી છે; જો કે “દેવ” તે ગુરુ અને શિષ્ય બન્નેને એકસરખી રીતે આરાધ્ય છે. (૯ ૧૭૩)
ધમમાં જેડે તે જ ખરાં મા-બાપ माता पिता स्वः सुगुरुश्च तत्त्वात्प्रबोध्य यो योजति शुद्धधर्म ।
न तत्समोऽरिः क्षिपते भवाब्धौ, यो धर्मविघ्नादिकृतेश्च जीवम् ॥१०॥ (उपजाति) ___ * पितरौ स्थाने पितरो इति पाठान्तरं, पितृवंश इत्यर्थः । ४ श्च इति पाठान्तरम् । અ. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org