________________
૨૫૦ ] અધ્યાત્મકલ્પમ
[દ્વાદશ જે ધર્મને બોધ આપીને શુદ્ધ ધર્મમાં જોડે, તે જ તત્વથી ખરેખર મા-બાપ, તે જ ખરેખરા પિતાના હિતસ્વી અને તે જ સુગુરુ સમજવા. જે આ જીવને સુકૃત્ય અથવા ધર્મના વિષયમાં અંતરાય કરીને સંસાર સમુદ્રમાં ફેંકી દે છે તેના સરખો કઈ દુશમન નથી.” (૧૦)
વિવેચન- તિ વિતાજે પાળે તે પિતા, ત્યારે નરક-નિગદનાં મહાદુઃખથી જે ઉગારે તેને જ ખરેખરા પિતા કહી શકાય. તેમ જ “દુઃખથી તારે તે માતા.” અને પિતાના પણ તે જ કહેવાય કે જેઓ આપણું પરિણામે સારું થવાની આશા રાખે અને તેને લગતી યોજનાઓ કરી આપે. ગુરુમહારાજ પણ તે જ કહેવાય કે જેઓ શુદ્ધ ધર્મમાં જોડે. ધર્મના પ્રતાપથી દુઃખનો નાશ થાય છે. અનાથી ઊલટું, જેઓ ધર્મમાં અંતરાય કરે છે, તેના સમાન કેઈ દુશ્મન નથી. આ ભાવ સ્પષ્ટ છે.
ઉપદેશમાળામાં આ જ ભાવ બીજા રૂપમાં કહ્યો છે. ત્યાં કહે છે કે “માતા-પિતા બાળક પર જે ઉપકાર કરે છે તે અનહદ છે અને તે એટલે બધે છે કે કરડે વર્ષો સુધી એકાગ્ર ચિત્ત તેમની સેવા કરવાથી પણ તેને બદલે વાળી શક્તા નથી. તે બદલે વાળવાને ઉપાય એક જ છે અને તે એ છે કે મા બાપને ધર્મને બોધ જે પુત્રથી થાય તે બદલ વળે.”
સંસાર પરથી ઉદ્વિગ્ન ચિત્તવાળા વૈરાગ્ય-રસિક જીવને જ્યારે આત્મિક ઉન્નતિ કરવાની ઈચ્છા થાય છે, ત્યારે સ્વાભાવિક રીતે સર્વ ઉન્નતિ કરવાની ઈચ્છા પણ પ્રબળ થાય છે. અને તેને પ્રસંગે સંસારની અસારતા જોઈ તેનાથી જરા અળગા રહેવાના પ્રયત્ન વખતે મા-બાપ કે સગાં-સ્નેહી આડાં આવે છે, તેને સૂરિમહારાજ દુશ્મનના વર્ગમાં મૂકે છે. અને તેમની અવજ્ઞા કરી સરસ્વતીચંદ્રની જેમ યજ્ઞ માટે પિતૃયજ્ઞને ભોગ આપવામાં કાંઈ અડચણ નથી, પણ મહાન લાભ છે, એ વિચારને તેઓ પુષ્ટિ આપે છે. એક નાના વાક્યમાં આવા ગંભીર પ્રશ્નને સૂરિમહારાજે ખુલાસે કર્યો છે, જે જોઈએ તેટલો સ્પષ્ટ અને વિચારવા લાયક છે. (૧૦; ૧૭૪)
સંપત્તિનાં કારણે दाक्षिण्यलज्जे गुरुदेवपूजा, पित्रादिभक्तिः सुकृताभिलाषः । પરોપાવ્યવહાદ્વી, કૃમિહામુત્ર જ સંપ શુ છે ? (૩ષજ્ઞાતિ)
દાક્ષિણ્ય, લજજાળપણું, ગુરુ અને દેવની પૂજા, મા-બાપ વગેરે વડીલ તરફ ભક્તિ, સારાં કાર્યો કરવાની અભિલાષા, પોપકાર અને વ્યવહારશુદ્ધિ મનુષ્યને આ ભવમાં અને પરભવમાં સંપત્તિ આપે છે.” (૧૧)
વિવેચન–૧. દાક્ષિણ્ય* –એટલે મનની સરળતાથી સામા માણસને અનુકૂળ થઈ * જુઓ ધર્મન, પ્રથમ ભાગ, સાતમો ગુણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org