________________
અધિકાર ] દેવગુરુધર્મશુદ્ધિ
[૨૫૧ જવાની મનની વિશાળતા. દાક્ષિણ્યમાં સ્વતંત્રતાનો નાશ થતો નથી, પણ તેના કરતાં મહાન સદ્દગુણ, જે સરળતાનો છે, તે પ્રાપ્ત થાય છે. શ્રાવકના ગુણેમાં “દાક્ષિણ્યને એક ગુણ કહેવામાં આવ્યો છે અને તેની વ્યાખ્યા કરતાં તેનું શુભ માગે વ્યવસ્થાપન અત્ર સ્પષ્ટ બતાવ્યું છે.
૨. લજજાળુપણું આ ગુણથી નકામી સ્વતંત્રતાને નાશ થાય છે અને વિનય સચવાય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આ ગુણ ભૂષણરૂપ ગણાય છે, અને પાપકાર્યમાં પ્રતિબંધ કરનાર તરીકે સ્ત્રી-પુરુષ બન્નેને અતિશય લાભ આપનાર છે.
૩. ગુરુદેવપૂજા–દ્રવ્ય અને ભાવથી અવલંબનની જરૂરિયાત સર્વ જીવને બહુ રહે છે. ગુરુના વચન પ્રમાણે વર્તન કરવું એ પણ પૂજા છે અને ભાવના માટે હૃદય સમક્ષ અને ચક્ષુ સમક્ષ ભાવમય અને સ્થૂળ સાકાર વૃત્તિએ નિરાકાર પદ પામવા માટે તે ગુણ પ્રાપ્ત કરેલા ભગવાનનું ધ્યાન કરવું-અર્ચન કરવું-એ બહુ ઉપયોગી છે, ખાસ જરૂરનું છે, મહાલાભ કરનાર છે.
૪. પિત્રાદિ ભક્તિ-ધર્મકાર્યમાં અગવડ ન આવે, તે ધ્યાનમાં રાખી,પિતા, માતા વગેરેની અનન્યચિત્તે ભક્તિ કરવી, તેઓને સંતોષ આપવો, એ દરેક સુપુત્રની ફરજ છે. આદિ શબ્દથી દરેક વડીલ સમજવા.
૫. સુકૃતાભિલાષ–સારાં કાર્યો કરવાં, વારંવાર કરવા અને તેનું ચિંતવન કર્યા કરવું. કાર્યક્રમ એ છે કે પ્રથમ વિચાર અને પછી આચાર. શુભ સંસ્કાર જગાડવા માટે સારા વિચારોની જરૂર છે. સારાં કૃત્યને વિચાર પછી સારાં કૃત્ય થાય છે, એ સંશય વગરની વાત છે. સંજોગ પ્રતિકૂળ હોય તો કદાચ અમલમાં તરત ન મૂકી શકાય, પણ વિચાર કર્યો હોય તે અનુકૂળતાએ શુભ કાર્યો થઈ શકે છે. વિચારથી સંસ્કાર બંધાય છે અને, કાંઈ નહિ તે છેવટે, આવતા ભવમાં પણ તે સંસ્કાર જાગ્રત થાય છે, તેટલા માટે માળે વિચાર કરી કરે નહિ અને શુભ કાર્યોની ભાવના નિરંતર રાખવી. આથી અનેક પ્રકારના લાભ થાય છે, નકામી કૂથલી ઓછી થાય છે અને મન શુભ માર્ગે ચઢતાં શીખે છે.
૬. પરોપકાર–આત્મભોગ વગરનું જીવન નથી, એટલે કે સ્વમાં સંતોષ માની, શરીર પંપાળી, પુત્રને રમાડી, સ્ત્રીને શેલાવી, તિજોરીઓ ભરવી એમાં કાંઈ સાર નથી. પિતાની લહમી, જ્ઞાન કે શક્તિને લાભ કેમ, દેશ કે જનસમૂહના હિત માટે કરો એ કર્તવ્ય છે.
૭, વ્યવહારશુદ્ધિ-શ્રાદ્ધરત્નના ગુણ પ્રાપ્ત કર્યા પહેલાં માર્ગાનુસારીના ગુણેમાં જ આ ગુણ પ્રથમ પંક્તિ ધરાવે છે. શ્રાવકરત્ન તે શુદ્ધ વ્યવહારવાળો જ હોય એ વિવાદ વગરની હકીકત છે.
ઉપર લખેલી સાત બાબત ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ, એ દરેક બાબત ઉપર એકેક માટે લેખ લખાય તેવું છે, પણ ગ્રંથગૌરવના ભયથી અવ સામાન્ય સ્વરૂપને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org