SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ ] અધ્યાત્મકલ્પમ [ એકાદશ નિદેશ કર્યો છે. એ સર્વે શુભ વર્તન છે અને તેના નિમિત્તભૂત પણ છે. શુભ વિચાર અને વર્તનથી શુભ કર્મબંધ થાય છે અને જેવો બંધ તે ઉદય થાય છે, તેથી તે વડે આ ભવમાં અને પરભવમાં માનસિક અને શારીરિક આનંદ પ્રાપ્ત થાય છે. ઉપર લખેલા સાત સદ્દગુણેમાંથી કેઈ પણ સદગુણ મહાલાભનું કારણ છે, પરંતુ સાધ્ય દષ્ટિવાન્ પુરુષ જ્યારે ચીવટ રાખી તેમાંથી બેચારને અથવા સાતેને આદરે અને અનુસરે, ત્યારે તે તેનાં ફળ વખતે મનમાં ભારે આનંદ થાય, તે શક વગરની વાત છે. પણ તે કાર્યો કરતાં જ આનંદ થાય છે. તે વખતે મનમાં જાણે એમ જ લાગે છે કે હું એક મહાન કાર્ય કરું છું, એક મહાન્ ફરજ બજાવું છું. અત્રે પ્રસ્તુત વિષય ગુરુદેવપૂજાને છે. તેમના તરફ ભક્તિભાવથી સંપત્તિ મળે છે તે બતાવવા સારુ તેના સહચારી સદ્દગુણો અથવા ક્રિયાઓ પ્રસંગે બતાવી છે. (૧૧) ૧૭૫) વિપત્તિનાં કારણે जिनेष्वभक्तिर्यमिनामवज्ञा, कर्मस्वनौचित्यमधर्मसङ्गः । पिताापेक्षा परवश्चन च, सृजन्ति पुंसां विपदः समन्तात् ॥ १२ ॥ (उपजाति) જિનેશ્વર ભગવંત તરફ અભક્તિ (આશાતના), સાધુઓની અવગણના, વ્યાપારાદિ કામમાં અનુચિત પ્રવૃત્તિ, અધમીને સંગ, માબાપ વગેરેની સેવા કરવામાં ઉપેક્ષા (બેદરકારી) અને પરવંચન (બીજાને ઠગવું તે)–આ સર્વ પ્રાણીને માટે ચોતરફથી આપદાઓ ઉત્પન્ન કરે છે.” (૧૨) વિવેચન–૧. જિનેશ્વભકિત–રાગદ્વેષ રહિત, કર્મને હણનાર, દ્વાદશ ગુણલંકૃત શ્રી જિનેશ્વર મહારાજ તરફ અભક્તિ, તેઓનાં વચન તરફ બેદરકારી, તેની અરુચિ, તેઓના સાકાર સ્વરૂપનું વિગેપન. તેને બીજી કઈ પણ રીતે અનાદર, તેઓ તરફ અપ્રીતિ અને અવિનય. ૨. ગુરુની અવજ્ઞા– ગુરુમહારાજ શુદ્ધ માર્ગ બતાવનાર છે. તેઓ કેટલું ઉપયોગી કાર્ય બજાવે છે તે આ અધિકારમાં શરૂઆતથી જોતા આવીએ છીએ! તેઓને વિનય રાખવે, તેઓ તરફ ગેરવર્તણુક ચલાવવી નહિ, તેઓ સાથે કલહમાં ઊતરવું નહિ અને તેઓ તરફ કઈ રીતે તિરસ્કાર બતાવે નહિ, એટલું જ નહિ પણ તેઓનું વચન માન્ય કરવું. એથી ઊલટું કરનાર ગુરુદ્રોહી છે, આત્મ-અવનતિ કરનારો છે, પતિત છે. ૩.કર્મમાં અનૌચિત્ય—પોતાને ગ્ય વ્યાપારી ક્રિયામાં અનુચિત આચરણ કરવું તે. આમાં બે પ્રકારના ભાવ છે: એક તે વ્યાપારમાં અનીતિ, અશુદ્ધ વ્યવહાર, અપ્રામાણિક આચરણ અને ભાષણ. બીજું, પોતાની ફરજથી વિરુદ્ધ વર્તન, પરદારાગમન, સટ્ટો, ધત વગેરે દુર્ગુણેને અત્ર સમાવેશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy