________________
૨૭૮ ] અધ્યાત્મકલ્પમ
[બાદ તેથી તને લાભ થતું નથી એ તે નિઃસંશય છે, તારા જેવા દંભી અને લેકસત્કારના અથીને વસ્ત્ર કે અન્ન આપવાથી આપનારને લાભ થાય અને તેનું નિમિત્ત તું હોવાથી તને લાભ થાય, એવો દાંભિક ખ્યાલ છોડી દે અને સમજી લેજે કે આવા વર્તનથી તે તું બેવડો ભારે થાય છે, મહાપાપ-પંકમાં ખરડાય છે અને અનેક મે સુધી ઊંચે આવી શકે નહિ, એવા સંસાર-સમુદ્રમાં ગળે પથ્થર બાંધીને ડૂબતો જાય છે.
હે યતિ ! તારા હાથમાં સંસારસમુદ્રને તરવાનું વહાણ આવી ગયું છે. તેને આવી રીતે વાપરવાની તારી મૂખતા તજી દે, કપ્તાન થા, પવન છે અને પેલે છેડે મેક્ષનગર છે, તે સાધ્યબિંદુ નજરમાં રાખી ત્યાં પહોંચવા યત્ન કર ! વચ્ચે ખરાબા કે ડુંગરે આવે છે તે ધ્યાનમાં રાખ અને મનમાં હિંમત રાખ. આ નૌકાનો જે સાધુ ઉપયોગ કરતા નથી અને તેને સ્વતઃ નાશ કરી બચાવનાં સાધનોને જ ઊલટાં ડુબાડવાનાં સાધનોમાં ફેરવી નાખે છે, તે કઈ પણ રીતે પિતાને તેમ જ પોતાના આશ્રિતને કલ્યાણનો માર્ગ લેતા નથી અને સંસાર સમુદ્રમાં રખડ્યા કરે છે અથવા તળિયે જઈને બેસે છે. (૧૫, ૧૬)
નિર્ગુણને થતા ઋણુનું પરિણામ गृह्णासि शय्याहृतिपुस्तकोपधीन, सदा परेभ्यस्तपसस्त्वियं स्थितिः । तत्ते प्रमादाद्भरितात्प्रतिग्रहै-ऋणार्णमग्नस्य परत्र का गतिः ? ॥ १६॥ ( उपजाति)
તું બીજાઓ પાસેથી વસતિ (ઉપાશ્રય), આહાર, પુસ્તક અને ઉપાધિ ગ્રહણ કરે છે. એ સ્થિતિ તે તપસ્વી લેકની (શુદ્ધ ચારિત્રવાળાઓની) છે (એટલે એ લેવાને હક્ક તપસ્વી લોકોને છે); તું તે વસ્તુઓનો સ્વીકાર કરીને પાછો પ્રમાદવશ પડી જાય છે, ત્યારે મોટા દેવામાં ડૂબેલા એવા તારી પરભવે શી ગતિ થશે?” (૧૬)
વિવેચન-કર્તા કહે છે કે હે મુનિ ! તું તે બેવડા દેવામાં ડૂબતો જાય છે. એક તે ચારિત્ર ગ્રહણ કરીને પ્રમાદ સેવે છે અને શુદ્ધ ચારિત્ર પાળ્યા વગર આહાર વગેરે લે છે, તેથી દેવામાં ડૂબેલે માણસ જેમ ઊંચું માથું કરી શકતા નથી, તેવી તારી ગતિ થશે. (૧૬, ૧૯૭)
* * ૧૯૯૨-૧૯૭– છેલ્લા + છ કલેકમાં બતાવેલ ઉપદેશ બહુ વિચારવા યોગ્ય છે. જરૂરગ વસ્તુ, પાત્ર, પુસ્તકાદિ ધર્મોપકરણ સિવાય પરિગ્રહ ન રાખવા માટે મુનિને ખાસ ઉપદેશ છે. મુનિમાર્ગ મહામુકેલ છે એ શંકા વગરની વાત છે, પરંતુ એક વખત તે માર્ગની ફરજો માથે લીધા પછી તેને અનુસારે વર્તન કરવાને જીવ પ્રતિજ્ઞાથી બંધાય છે, એટલું જ નહિ પણ, તે ધોરણથી જે જરા પણ પાછા પડે તે મહાકર્મબંધ કરે છે. સૂરિમહારાજ કવચિત્ કઠોર ભાષાનો ઉપયોગ કરે છે તે સહેતુક છે અને લાયક 1 . * આ ઉપસંહારને કેટલેક ભાગ એક વિદ્વાન મુનિરાજ તરફથી પૂરા પાડવામાં આવ્યું છે, તેથી જેમ તે કીમતી છે, તેમ જ તે મનન કરવા ગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org