________________
અધિકાર ]. યતિશિક્ષા
[ ૨૭૮ પુત્રને કંઈ પણ નહિ જેવી ભૂલ થતાં, ભવિષ્યમાં તેવી ભૂલ ન થવા માટે, જેમ ઠપકે આપવામાં આવે છે તેના જે એ ઠપકે છે. ભૂલ વખતે ઠપકો મળતાં બુદ્ધિમાન શિષ્ય ભૂલ સુધારવા પ્રયાસ કરે છે, પણ પિતે ધારણ કરેલી ધૂંસરી તજી દેતા નથી, તેમ આ ઉપદેશથી ભૂલ સુધારવાની જરૂર છે, પણ તેથી કંટાળે ખાઈ, સર્વ સંયમભાર છોડી દઈ, માથે ફેટ-પાઘડી બાંધી, ગૃહસ્થી થઈ એશઆરામ કરવા-કરાવવા આ ઉપદેશને ઉપયોગ કરવાનું નથી. સાધ્ધ દશામાં રહીને જ સિદ્ધ દશા પ્રાપ્ત કરાય છે. સાધ્ય દશા અને સિદ્ધ દશા વચ્ચેનો તફાવત ધ્યાનમાં રાખી, આ ઉપદેશને સારરૂપે પરિણાવવામાં આવે તે જ લાભ થવાનો સંભવ છે, નહીંતર તે “શાસ્ત્ર’માંથી એક કાને કાઢી નાખતાં “શસ્ત્ર’ બની જાય તેવું બને, શાસ્ત્રમાં આપેલાં અશુદ્ધ અભ્યાસક્રમનાં વચને અને આવા ઉપદેશનાં સખત વચનેની પૂર્વાપર અવિરધીપણે વ્યવસ્થા બાંધવાની અને વિચારવાની આ જમાનામાં ઘણી જરૂર છે. મૂળ તથા ઉત્તરગુણ સંબંધી દૂષણે સેવવાની દિન ૫ર દિન વૃદ્ધિ થતાં, જે કેઈ પણ પ્રકારની સાધ્યદષ્ટિ ન રહે અને કેવળ “આ ભવ મીઠા તે પરભવ કેણે દીઠા ?” એ કહેવતની માફક બુદ્ધિ થાય, તે સર્વથા મનુષ્યભવ એળે ગુમાવવા કરતાં અધ્યાત્મસારના ત્રીજા અધિકારમાં બતાવેલાં ઉપાધ્યાયજી મહારાજનાં વચનને અનુસરી શાસ્ત્રોક્ત પ્રકારે વેશ છેડી દઈ, ઉત્તમ શ્રાવકપણું અંગીકાર કરી લઈ જન્મનું સાફલ્ય કરવું.
વેશ છોડવાથી આત્માનું તદ્દન બગડી જશે તેમ લાગે અગર તે વેશને આગ્રહ છૂટે નહિ, તે સદરહુ અધિકારમાં તે જ મહાત્માએ બતાવેલા માર્ગને અનુસરી સંવેગપક્ષ ધારણ કરીને પણ, આત્મહિતની દષ્ટિ ચૂકવી નહિ અને નિશ્ક કે અતિ પ્રમાદી થઈ સાધ્યદષ્ટિ રહિતપણે અનંતે સંસાર ઉપાર્જન કરવો નહીં. કવચિત્ કર્મ ઊછાળે મારતાં અમુક અનાચરણરૂપ દૂષણો લાગી જાય, તેથી વેશ છેડી દેવાની બિલકુલ જરૂર નથી. જે તેમ હોત તે તે પછી દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત આગમમાં કહેવાની જરૂર રહેત જ નહિ. પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય, છતાં પણ વારંવાર મોહના ઊછાળાથી તેનું તે જ અનાચક્ષુ, શાસન-ઊડાહના નિરપેક્ષ થઈ સેવ્યા કરી અનંત કાળચક્ર સુધી બેલિબીજનું દુર્લભપણું થવા દેવું, તેના કરતાં તે સંવેગ પક્ષીપણું સ્વીકારવું એ એકાંત આત્માને હિતકારી થાય, એમાં સંશય કરવા જેવું નથી. આ સંબંધમાં વિચાર રહિત ન થતાં તેમ જ સ્વેચ્છાએ પ્રવૃત્તિ ન કરતાં તેવા ગૂંચવાડા વખતે, ગીતાર્થનું શરણ લેવું કે જેથી ખાસ આત્મહિત બને; બાકી ઉપદેશ તો ખાસ ઊંચે રસ્તે ચઢાવવાને જ આવી સખત રીતે સૂરિમહારાજે કરેલ છે. અત્ર કેઈના ઉપર ખાસ આક્ષેપ કરવા કે કોઈને ઉતારી પાડવા કે કેઈની નિંદા કરવા આ પ્રયાસ થયેલો નથી, પરંતુ કેવળ માર્ગમાં ઊંચા ચઢે, અગર ન બને તો તેથી નીચા ન પડે, એ મધ્યબિંદુ રાખીને જ આ પ્રયાસ કરેલો છે. વિષયકષાયના ત્યાગની પ્રતિજ્ઞા કરી કેટલાક ભેળા મુનિએ થેડા મમત્વ ખાતર મહાલાભ ચૂકી જાય છે અથવા પ્રમાદ કરીને લોકોને સન્માર્ગને ઉપદેશ આપવાની પોતાની ફરજ ભૂલી જાય છે, તેઓ ઉપર આક્ષેપ દ્વારા ઉપદેશ કરવાની પ્રાચીન પદ્ધતિનું તેમણે અનુકરણ કર્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org