________________
૨૮૦] અધ્યાત્મકલ્પદ્રુમ
[ ત્રદશ અલબત, જેઓ સંયમને અનુપયોગી પણ માટે પરિગ્રહ સાથે રાખે છે અને સંસારના વિષયોમાં આસક્ત રહે છે, તેઓને તે અત્ર સ્થાન પણ નથી–They have no locus standi here. તેઓએ યતિ, શ્રીપૂજય કે ત્યાગી શા માટે કહેવરાવવું જોઈએ? -તે સમજાતું નથી. ધર્મને નામે આજીવિકા ચલાવનારા, આશ્રિત ભક્તોને છેતરનારા, શાસ્ત્રને દુરુપયોગ કરી મંત્ર, દેરા કે ઢોંગ કરી લોકોમાં પિતાને માટે ખેટે ખ્યાલ કરાવનારા, સુસ્ત, પ્રમાદી, શ્રાવક લોકો ઉપર બેજારૂપ, આવા અધોગતિગામી. કહેવાતા મહાત્માઓ જ્યારે આ વિષય પર ખરેખર હિતબુદ્ધિથી વિચાર કરશે ત્યારે તેઓની અને સાથે તેઓના આશ્રિતોની સ્થિતિ સુધરશે.
લોકરંજન અને સ્તુતિ ઈરછા માટે જેકે અગાઉ વિવેચન કર્યું છે, તો પણ તે વિષય બહુ જરૂર છે તેથી તે ઉપર રૂપાંતરથી કર્તા ઉપદેશ આપે છે. (૧૬, ૧૯૭)
તારા કયા ગુણ માટે તું ખ્યાતિની ઈચ્છા રાખે છે? न काऽपि सिद्धिर्न च तेऽतिशायि, मुने ! क्रियायोगतप:श्रुतादि । तथाऽप्यहङ्कारकदर्थितस्त्वं, ख्यातीच्छया ताम्यसि धिङ्क मुधा किम् ? ॥१७॥ ( उपजाति)
હે મુનિ! તારામાં નથી કઈ ખાસ સિદ્ધિ કે નથી ઊંચા પ્રકારનાં ક્રિયા, ગ, તપસ્યા કે જ્ઞાન, છતાં પણ અહંકારથી કદથના પામેલા હે અધમ ! તું પ્રસિદ્ધિ પામવાની ઈરછાથી નકામે પરિતાપ શા માટે પામે છે ?” (૧૭)
વિવેચન-અણિમા સિદ્ધિ * વગેરે આઠ સિદ્ધિ તારામાં હોય અથવા ઊંચા પ્રકારની * આઠ સિદ્ધિઓ નીચે પ્રમાણે છે – ૧. અણિમા સિદ્ધિ–એથી શરીર એટલું સૂકમ કરી શકાય છે કે જેમ સેયના કાણામાંથી દોરે
ચા જાય છે, તેમ તેટલી જગ્યામાંથી પિતે પસાર થઈ શકે. ૨. મહિમા સિદ્ધિ-અણિમા સિદ્ધિથી ઊલટી. એટલું મોટું રૂપ કરી શકે કે મેરુપર્વત
પણ તેના શરીર આગળ જાનુ પ્રમાણ થાય. ૩. લઘિમા સિદ્ધિ-પવનથી પણ વધારે હલકા (તેલમાં) થઈ જાય છે. ૪. ગરિમા સિદ્ધિ–વજથી પણ અત્યંત ભારે થઈ જાય, એ ભાર એટલે બધે થાય કે
ઇંદ્રાદિક દેવતા પણ સહન કરી શકે નહિ. ૫. પ્રાપ્તિશક્તિ સિદ્ધિ–શરીરની એટલી બધી ઊંચાઈ કરી શકે કે ભૂમિ ઉપર રહા છતાં
અંગુલિના અગ્રભાગ વડે મેરુપર્વતની ટોચ અને પ્રહાદિકને સ્પશે. (ક્રિય શરીરથી નહિ.) ૬. પ્રાકામ્ય શક્તિ–પાણની પેઠે જમીનમાં ડૂબકી મારી શકે અને જમીનની પેઠે પાણીમાં
ચાલી શકે. ૭. ઈશિત્વ-ચક્રવતી અને ઈદની ઋદ્ધિ પ્રગટ કરવાને શક્તિમાન થાય. ૮. વશિત્વ-સિંહાદિ દૂર જંતુઓ પણ વશ થઈ જાય.
શ્રી આદીશ્વર ચરિત્ર, સર્ગ ૧ લે, લે ૮૫-૮૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org