________________
અધિકાર ] યતિશિક્ષા
[ ૨૭૭ ઊંચી સપાટી પર ગયેલા હે યતિવર્ય! આ સર્વ સંસારને હેતુ છે. આવા વર્તનમાં લાભ નથી, પણ એકાંત હાનિ છે. તારાં કપડાંથી મોક્ષ મળવાનું નથી. મનને જયારે સંયમરંગ લગાડીશ ત્યારે જ આરે આવવાનું છે. બાકી તે દંભબુદ્ધિથી જે વેશ પહેરે, એ માત્ર નાટક ભજવવા જેવું છે. (૧૩; ૧૯૪)
નિગુણ મુનિની ભક્તિથી તેને તથા ભક્તોને ફળ થતું નથી आराधितो वा गुणवान् स्वयं तरन् , भवाब्धिमस्मानपि तारयिष्यति । श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः फलं तवैषां च किमस्ति निर्गुण ? ॥१४॥
| (સંવંરા અને વંરાથ-જ્ઞાતિ) આ ગુણવાન પુરુષની આરાધના કરી હોય, તે તે ભવસમુદ્ર તરે ત્યારે આપણને પણ તારશે, એવા પ્રકારની બહુ ભક્તિથી ઘણું માણસે તારે આશ્રય કરે છે તેથી હે નિર્ગુણ ! તને અને તેઓને શું લાભ છે?” (૧૪)
વિવેચન–આ સાધુ ગુણવાન છે એમ ધારી કેટલાક શ્રાવકે ભક્તિભાવથી તને વહોરાવે છે, પણ તેથી તેઓને પુણ્યબંધ થશે, એમ કપી, તેના કારણભૂત થવાથી તેને પુણ્યબંધ થશે, એમ તું ધારતો હો તે તારી ભૂલ છે, કારણ કે તારામાં તેમણે ધારેલા સારા ગુણે જરા પણ નથી. તારામાં ગુણ હોય અને ભવસમુદ્ર તરવાની શક્તિ હોય તે જુદી વાત છે; બાકી ખાલી કલ્પનાઓ કરવામાં તને કાંઈ પણ લાભ થવાને નથી, એટલું જ નહિ પણ, હવે પછીના શ્લેકમાં જણાવવામાં આવશે તેમ, તારા આ વર્તનથી તે તને પાપનો બંધ જ થશે.
બિચારા અલ્પજ્ઞાની છે ભદ્વિકભાવથી તારે ધર્મબુદ્ધિએ આશ્રય કરે છે, તે સંસારસમુદ્ર તરવામાં તારી સહાયની ઈરછાથી કરે છે. એવી સહાય તે તું કાંઈ આપતો નથી, આપી શકતા નથી, ત્યારે તને શું લાભ થાય ? (૧૪; ૧૫)
નિર્ગુણ મુનિને ઊલટે પાપબંધ થાય છે स्वयं प्रमादैनिपतन भवाम्बुधौ, कथं स्वभक्तानपि तारयिष्यसि ? प्रतारयन् स्वार्थमृजून शिवार्थिनः, स्वतोऽन्यतश्चैव विलुप्यसेंऽहसा ॥१५॥ (वंशस्थविल)
તું પિતે પ્રમાદ વડે સંસારસમુદ્રમાં પડતે જાય છે, ત્યાં પિતાના ભક્તોને તું કેવી રીતે તારવાનું હતું ? બિચારા મેક્ષાથી સરળ જીને, પિતાના સ્વાર્થ માટે છેતરીને, પિતાથી અને અન્ય દ્વારા પાપ વડે તું ખરડાય છે. (૧૫)
વિવેચન–મોક્ષ મેળવી સંસારજાળથી ફારગત થવાની ઈચ્છાવાળા સરળ જીવો તારો આશ્રય કરી તારા ઉપદેશ પ્રમાણે વર્તન કરે છે, તેઓને છેતરીને તું “અન્ય દ્વારા” પાપબંધ કરે છે અને તે લીધેલાં પચ્ચખાણ (મહાવ્રતો)ને વિષય-કષાયાદિ પ્રમાદસેવનથી ભંગ કરી “પિતાથી” પાપબંધ કરે છે. આવી રીતે હે મુને ! તું નિર્ગુણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org