________________
૩૩૦] અધ્યાત્મકલ્પમ
[ચતુશ આગળ બતાવે છે. તે કહે છે કે એ બહુ લાભ કરતું નથી, તેનું કારણ એ છે કે એમાં મનની પ્રવૃત્તિ જ થતી નથી. એવી પ્રવૃત્તિ ન કરવી એ તે મનને નાશ કરવા જેવું છે. એકેદ્રિયાદિકને તથા વિકસેંદ્રિયોને મન હોતું નથી, પણ તેથી તેઓને લાભ થતું નથી; પરંતુ મનને બરાબર ઉપગમાં લેવા માટે તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવાની જરૂર છે મનની પ્રવૃત્તિને પ્રવાહ અટકાવ એમાં લાભ નથી, પણ તેને ધ્યાનમાં પ્રેરવું, તેમાં જ રમણ કરાવવું અને તે સંબંધી જ પ્રેરણા કરવી અને પ્રેરણા દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરાવવી, એ આદરણીય છે. “હઠાગ ” જૈન શાસ્ત્રના મત પ્રમાણે બહુ ઓછા લાભ કરે છે. કાય
ગ પર તેથી જરા અંકુશ આવે છે. પણ મનનું બંધારણ સમજી તેને ધ્યાનમાં જોડી દેવાની રીતિ સર્વત્ર અનુસરવા ચગ્ય છે. મનને રોધ કરવાની પણ આવશ્યકતા છે, પરંતુ તે અવસ્થાપરત્વે છે. ધ્યેય ચાર પ્રકારના છે પિંડસ્થ (એની પાર્થિવી, આનેયી, મારુતી, વાણી અને તત્રભૂ એવી પાંચ ધારણ હોય છે), પદસ્થ (નવકારાદિ), રૂપસ્થ (જિનેશ્વર મહારાજની મનિ) અને પાતીત ( શદ્ધ સ્વરૂ૫. અખંડ આનંદ ચિદઘનાનંદરૂપ, પરમાત્મભાવપ્રકાશ). એ ધ્યેયમાં મનને જોડી દેવું, તે ધ્યાન છે અને તેમ કરીને મનની સ્થિરતા લાવવી એ રોગનું મુખ્ય અંગ છે. આથી જ જૈન શાસ્ત્રકારે ધ્યાનનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે રાજાવિરદં શાં રાગાદિને કૂટવામાં સમર્થ હોય તેને ધ્યાન કહેવાય. ધ્યાન ચાર પ્રકારનાં છે; તેમાં આર્ત અને રૌદ્ર એ દુર્થાન છે.
અત્ર ધર્મ અને શુક્લ એ બે શુભ ધ્યાનની વ્યાખ્યા પ્રસ્તુત છે. એનું સ્વરૂપ બહુ સૂક્ષમ છે. એ દરેકના શાસ્ત્રકાર ચાર ચાર ભેદ પાડે છે. ધર્મધ્યાનના ચાર ભેદોમાં પ્રથમ ભેદ ” આજ્ઞાવિચધ્યાનને છે. સર્વજ્ઞના વચનમાં પરસ્પર વિરોધ નથી, એવું સમજી એની ચિંતવના કરવી, એની ખૂબી સમજવી એ પ્રથમ ધર્મધ્યાન છે. ત્યાર પછી ” અપાયવિચધ્યાન” આવે છે એમાં રાગ, દ્વેષ, કષાય, પ્રમાદ કેવી કેવી જાતિનાં દુઃખે ઉત્પન્ન કરે છે તે વિચારવું, અને પાપ કાર્યોથી પાછા હઠવું એ ધર્મધ્યાનને બીજે ભેદ છે. ત્રીજે ભેદ “વિપાકવિચધ્યાન” છે. કર્મને બંધ અને ઉદય વિચારો, તેનું સામ્રાજ્ય, તીર્થકર, ચકવતી જેવા પર પણ તેની ચાલતી શક્તિ અને જગતનો વ્યવહાર કર્મવિપાકથી જ ચાલે છે એ સંબંધી વિચાર કરે તે ધર્મધ્યાનને ત્રીજો ભેદ છે. છેલ્લું “સંસ્થાનવિચધ્યાન ” છે. એમાં લોકનું સ્વરૂપ વિચારવાનું છે ચૌદ રાજલક, ઉત્પત્તિ, સ્થિતિ અને લયવાળા જીવ, અજીવાદિક છ દ્રવ્યયુક્ત લોકાકૃતિની ચિંતવના કરવી છે. આવી જ રીતે શુલધ્યાનના ચાર ભેદ છે (–પૃથફવિતર્કસવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સુમક્રિય અને ઉછિન્નક્રિય) એ ધ્યાનની હકીકત વધારે સૂક્ષમ છે. એ ધ્યાનનું સ્વરૂપ યોગશાસ્ત્રથી જાણી લેવું. અત્ર કહેવાની હકીકત એ છે કે આવા ધર્મ અને શુકલધ્યાનમાં મનને જેડી દઈ સ્થિરતા પ્રાપ્ત કરવાથી મહાલાભ થાય છે. જુઓ મારો “જૈન દષ્ટિએ યોગ.”
ચિત્તસ્થિરતા પ્રાપ્ત કરવાનો ઉપાય એ જ છે કે મનને નિરંતર સુધ્યાનમાં પ્રેર્યા કરવું. ઉક્ત ધ્યાનથી પ્રાણીને ઇંદ્રિયેથી અગોચર આત્મસંવેદ્ય સુખ થાય છે. (૪; ૨૪૨)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org