________________
અધિકાર ] મિથ્યાત્વાદનિરોધ
[ ૩૩૧ સુનિયંત્રિત મનવાળા પવિત્ર મહાત્માએ साथै निरर्थकं वा यन्मनः *सुध्यानयन्त्रितम् ।
विरतं दुविकल्पेभ्यः, पारगांस्तान् स्तुवे यतीन् ॥ ५ ॥ (अनुष्टुप् )
સાર્થકતાથી અથવા નિષ્ફળ પરિણામવાળા પ્રયત્નથી પણ જેઓનું મન સુધ્યાન તરફ જોડાયેલું રહે છે અને જેઓ ખરાબ વિકથી દૂર રહે છે તેવા, સંસારને પાર પામેલા યતિઓને અમે સ્તવીએ છીએ.” (૫)
વિવેચન–કઈ પણ પ્રાણી કાર્યના પરિણામ માટે જોખમદાર નથી. તેણે શુભ પરિણામ આવશે એ પ્રમાણે વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. આ શુભ ધ્યાનથી કરેલા કાર્યનું પરિણામ ખરાબ આવતું નથી, પણ કદાચ ખરાબ આવે, તે પણ કાર્ય કરનારને પાપને અનુબંધ થતું નથી. પોતાના ક્ષયોપશમ પ્રમાણે તેણે દીર્ઘ દૃષ્ટિ પહોંચાડવી જોઈએ. જેઓ હંમેશાં સારાં કાર્ય કરવાના મનોરથ કરે છે અને ખરાબ સંકલ્પ કરતા નથી, તેઓ ખરેખરા ભાગ્યશાળી છે.
“ સાથે ” એટલે શુભ પરિણામવાળું કાર્ય. આવા જ હેતુથી પરિણામ માટે બહુ ચિંતા ન રાખવાનું શાસ્ત્રમાં કહ્યું છેઃ
भवन्ति भूरिभिर्भाग्यैर्धर्मकर्ममनोरथाः । फलन्ति यत्पुनस्ते तु तत्सुवर्णस्य सौरभम् ॥ “ ધર્મકાર્ય કરવાના મનોરથે જ મહાભાગ્યથી થાય છે અને જો તેઓ શુભ ફળ આપે તે તે સેનામાં સુગંધ ભળી એમ સમજવાનું છે.” | મન ખોટા વિચારો કરીને કેટલી જાતનાં પાપ બાંધે છે તે આપણે ચિત્તદમન અધિકારમાં જોયું છે. કલ્પનાશક્તિ પર જ્યાં સુધી સુનિયંત્રિત વિચારશક્તિને અંકુશ ન હેય, ત્યાં સુધી સુકાન વગરના વહાણની જેમ મનેવિકારરૂપ પવનથી આ આત્મા સંસારસમુદ્રમાં અસ્ત-વ્યસ્તપણે કાં ખાય છે અને જરા ઝપાટે આવતાં એક દિશાએ તણાઈ જાય છે, વળી પાછો બીજી દિશામાં આવે છે. માટે આd, રૌદ્રાદિ દુર્થાનને તેઓના યથારૂપે સમજીને, તજી દેવાં અને ધર્મધ્યાન તથા શુકલધ્યાન ધ્યાવવાં. (૫; ૨૪૩).
વચનઅપ્રવૃત્તિ-નિરવ વચન - वचोऽप्रवृत्तिमात्रेण, मौनं के के न बिभ्रति ? । ।
નિવર્ઘ વ વેપ, વોરંતુ તાન તુવે છે ૬ છે (અનુષ્ટ્ર) “વચનની અપ્રવૃત્તિમાત્રથી કણ કણ મૌન ધારણ કરતું નથી ? પણ અમે તે જે વચનગુપ્તિવાળાં પ્રાણીઓ નિરવ વચન બોલે છે તેઓની સ્તવના કરીએ છીએ.”(૬)
વિવેચન-વચનસંવર-અનેક કારણોથી વચનની પ્રવૃત્તિ થતી નથી, એકે કિય___ * सध्यान इति वा पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org