________________
૩૩૨] અધ્યાત્મકપકુમ
[ ચતુર્દશ પણામાં સ્વાભાવિક શરીર ઉપરાંત બેઈદ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિય સ્પષ્ટપણે બેલી શકતા નથી. રાગ, સભાક્ષોભ અથવા મૂંગાપણુથી મનુષ્ય પણ બેલતા નથી, પણ એથી કાંઈ લાભ થતો નથી. બલવાની શક્તિ હોય છતાં નિરવદ્ય વચન બેલવું, તેમાં જ ખરેખરી ખૂબી છે. વચનગુપ્તિ ધારણ કરી હોય, ભાષા પર અંકુશ હોય અને બેલે ત્યારે સત્ય, પ્રિય, મિત અને પશ્ય વચન જ બોલે તે નિરવદ્ય વચન કહેવાય છે. અશક્તિમાન સાધુ થાય તેમાં નવાઈ નથી; શક્તિ હોય છતાં કારણ વગર બેલે નહિ, ગંભીરતા રાખે અને બેલે ત્યારે પણ વિચાર કરીને, પ્રમાણપત અને ખપ જેટલું જ હિતકારી બેલે તેઓ સંયમવાનું કહેવાય છે. (૬; ૨૪૪)
નિરવધ વચન-વસુરાજા निरवद्यं वचो अहि, सावधवचनैर्यतः ।
प्रयाता नरकं घोरं, वसुराजादयो द्रुतम् ॥ ७ ॥ ( अनुष्टुप ) “તું નિવઘ (નિષ્પા૫) વચન બોલ, કારણ કે સાવદ્ય વચન બેલવાથી વસુરાજા વગેરે એકદમ ઘર નરકમાં ગયા છે.” (૭)
વિવેચન–ઉપર કહ્યું તેમ નિરવદ્ય-પાપરહિત-વચન બેલવાની જરૂર છે. નિરવદ્ય વચનમાં સત્ય, પ્રિય અને પથ્ય એ ત્રણે ગુણેને સમાવેશ થાય છે એમ સમજવું. વચન સત્ય હોય છતાં પણ અપ્રિય હોય તે તે નિરવદ્ય નથી. અને વળી, વચન બોલતાં જેને તે કહેવામાં આવે તેને હિત કરનારું તે વચન હોવું જોઈએ. સાવદ્ય વચન બોલવાથી ભાષા પર અંકુશ રહેતું નથી, દુનિયામાં બે જ પડતું નથી અને પિતાના વિચારે ગંભીર રહી શકતા નથી; બોલતી વખત મનમાં ક્ષેભ રહ્યા કરે છે અને પછી મગજ ખાતે. જાય છે. નિરવદ્ય વચન બોલનારની શુભ ગતિ થાય છે. નરો વા કુકા કા એટલું ગર્ભિત વચન બેલનાર ધર્મરાજા પણ એટલે અંશે સત્યધર્મથી ભ્રષ્ટ થયા. તેટલા માટે સત્ય બોલવું, પૂરેપૂરું સત્ય બોલવું અને સત્ય સિવાય કાંઈ પણ બોલવું નહિ એ ત્રણે સૂવ બરાબર યાદ રાખવાનાં છે. કાંઈ મુદ્દો પકડીને અમુક હકીકત સાચી બેલીએ તે સામે માણસ સમજી શકે નહિ, પણ તે શુદ્ધ સત્ય ભાષા કહેવાય નહિ. આવા પ્રસંગે આપણે ઘણીવાર જાણતા પણ હોઈએ છીએ કે સામે માણસ તે ખોટા અર્થમાં જ સમજવાને છે. વસુરાજા અસત્ય બોલવાથી નરકે ગયે. જે સત્ય વચન પર આખી દુનિયાને આધાર હોય તે તે સ્પષ્ટ રીતે સત્ય લેવું જોઈએ. વસુરાજાનું દષ્ટાંત બેધદાયક હવાથી ટીકાનુસાર અત્ર લખીએ છીએ. વિરતારચિએ આવશ્યકાદિકથી જોઈ લેવું.
પૃથ્વીમાં વિખ્યાત થયેલી કૃતિપુર નામની નગરી હતી. એ નગરીમાં મહાતેજસ્વી અભિચંદ્ર નામે રાજા રાજય કરતા હતા. તેને સત્ય બેલનાર વસુ નામે એક પુત્ર હતે. બાલ્યવયથી આ વસુ મહાબુદ્ધિશાળી હતો અને સત્યવચને ચારના ગુણ માટે પ્રસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org