________________
[ ૩૩૩
અધિકાર ]
મિથ્યાત્વાદિનિધિ થયો હતો. પિતાએ તેને ક્ષીરકદંબ નામના કળાચાર્ય પાસે અભ્યાસ કરવા મૂક્યો. અહીં તેની સાથે તે જ ગુરુને પુત્ર પર્વત અને એક નારદ નામે બ્રહ્મચારી અભ્યાસ કરતા હતા. ગુરુની ત્રણે શિષ્યો પર અપૂર્વ પ્રીતિ હતી અને બહુ સંભાળથી અભ્યાસ કરાવતા હતા.
એક દિવસ ગુરુ સૂતા છે તે વખતે બે ચારણ મુનિ વાત કરતા કરતા આકાશમાં ચાલ્યા જતા હતા. તેઓની વાતચીત પરથી ગુરુ સમજ્યા કે ત્રણ શિષ્યો પૈકી બે નરકમાં જશે અને એક સ્વર્ગમાં જશે, એમ તેઓએ કહ્યું. આ હકીકત સાંભળી ગુરુને બહુ જ ખેદ થયા. આ ત્રણમાંથી સ્વર્ગમાં જવા કેણ ભાગ્યશાળી થશે, તેની તપાસ કરવા સારુ ગુરુએ ત્રણેને પોતાની પાસે એકસાથે બે લાવ્યા અને દરેકને જવના લોટથી બનાવેલ બનાવટી એકેક કૂકડે આપીને કહ્યું કે જે જગ્યાએ કોઈ પણ ન દેખે ત્યાં જઈને એને વધ કરી આવો. વસુએ અને પર્વતે તો એકાંત જગ્યાએ જઈને કૂકડાને મારી નાખે !
મહાત્મા નારદ પણ નગર બહાર ગયા અને એક તદ્દન એકાંત જગ્યા શોધી. ચારે દિશાએમાં નજર ફેરવી વિચાર કરવા લાગ્યો ગુરુએ કઈ પણ ન દેખે એવી જગ્યાએ આ કૂકડાને વધ કરવાની આજ્ઞા આપી છે, પણ અહીં તો તે પોતે (કૂકડે) દેખે છે અને હું દેખું છું, આ ખેચર આકાશમાં ઊડતા ઊડતા દેખે છે અને લોકપાળો જુએ છે તથા દિવ્ય ચક્ષુથી જ્ઞાની મહારાજ પણ દેખી રહ્યા છે, ત્યારે એવું એક પણ સ્થાન નથી કે
જ્યાં કઈ પણ દેખે નહિ; માટે ગુરુની વાણુનો અર્થ એ જ થાય છે કે કૂકડાને મારા નહિ. ગુરુ ખરેખર દયાળુ છે અને તેમણે આવા પ્રકારની હિંસા ફરમાવી હોય એ બનવાજોગ પણ નથી. આ વિચાર કરી કૂકડાને માર્યા વગર પાછા લાવ્યું અને તેમ કરવાનું કારણ ગુરુને કહી બતાવ્યું. નારદ સ્વર્ગમાં જશે એમ ગુરુના મનમાં નિશ્ચય થયો. ગુરુએ તેને “બહુ સારું ” એટલો જવાબ આપ્યો. થોડા વખત પછી પર્વત અને વસુ આવ્યા અને ગુરુને જણાવ્યું કે નિર્જન વનમાં કોઈ ન દેખે એવી જગ્યાએ પોતે કૂકડાને માર્યો છે. ગુરુએ કહ્યું કે “મૂર્ણાનંદ ! તમે પોતે દેખતા હતા, છતાં શા માટે માર્યો?” કળાચાર્યના મનમાં બહુ ખેદ થયો કે આ બંને શિષ્ય નરકમાં જશે. વસુ રાજાનો પુત્ર છે અને પર્વત પિતાનો પુત્ર છે, તે બન્ને પર લીધેલી મહેનત નકામી જશે અને વહાલો પુત્ર અને તેથી પણ વધારે વહાલે વસુ નરકમાં જશે, માટે હવે આ ઘરમાં (સંસારમાં) રહેવામાં શે સાર છે? એવી રીતે વૈરાગ્યભાવ થવાથી તેમણે સંસારને ત્યાગ કર્યો. હવે પિતાએ દીક્ષા લીધા પછી પર્વત ગુરુસ્થાનકે અભ્યાસ કરાવવા લાગ્યું. નારદ ત્યાંથી ચાલ્યા ગયે. અને ત્યાર પછી થોડા વખતે અભિચંદ્ર રાજાએ વ્રત ગ્રહણ કર્યું, તેથી વસુને તેની ગાદીએ બેસાડવામાં આવ્યો. વસુરાજાએ બહુ સારી રીતે રાજ્ય કર્યું અને ન્યાય તથા ધર્મથી અને પિતાના શુદ્ધ વર્તનથી જગતમાં પ્રસિદ્ધિ મેળવી, દુનિયામાં સત્યવાદી તરીકે જાણીતું થયું અને તે પદવીને જાળવી રાખવા ખાતર તે કાયમ સત્ય જ બોલતે રહ્યો
Sain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org