SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] સમતા विदारयति यत्कर्म, तपसा च घिराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः ॥ તેઓ કમનું વિદારણ કરે છે, તપસ્યાથી વિરાજમાન છે તથા તપશક્તિવાળા છેઃ આ નિરુક્તથી તે “વીર” કહેવાય છે.” અથવા વ્યુત્પત્તિથી પણ એ જ નિ નીકળે છે. વિરોગ રતિ રતિ રામનતિ વીરઃ ! જે કર્મોને પ્રેરે છે, ધક્કા મારે છે, આત્માથી વિખૂટાં કરી કાઢી મૂકે છે, તે વીર. આવા શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરીને ગ્રંથનું મંગળાચરણ કરવામાં આવ્યું છે. ટીકાકાર મહારાજ શ્રી ધનવિજયજી ગણિ કહે છે કે શાસ્ત્રની આદિમાં મંગળ, અભિધેય સંબંધ, પ્રોજન અને અધિકારી એ પાંચ વસ્તુ બતાવવી જોઈએ, તે આ શ્લોકમાં પણ બતાવવામાં આવી છે. વીર પરમાત્માને નમસ્કાર કરીને મંગળ કર્યું છે. અભિધેય અથવા વિષય શાંતરસ છે; અંતરંગ શત્રુના જયરૂપ લક્ષમી મેળવવાનું પ્રયોજન છે; શાંતરસને વિભા વ્યવિભાવનભાવ એ સંબંધ છે; અને મોક્ષાર્થી પ્રાણીઓ, જેઓને અંતરંગ શત્રુ પર જય મેળવવાની ઈચ્છા છે, તે આ ગ્રંથના અધિકારી છે. આ પાંચ વસ્તુઓ ગદ્યબંધ રચનામાં પ્રથમ બતાવવામાં આવી છે, છતાં અત્ર ફરી વાર બતાવી તેથી પુનરુક્તિ દેષ થાય એ જે આક્ષેપ કરવામાં આવે તે તેના ઉત્તરમાં જણાવવાનું કે ઉપદેશના ગ્રંથમાં પુનરુક્તિ દેષ લાગતું નથી. સક્ઝાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, પ્રયાણ અને સંતગુણકીર્તનમાં પુનરુક્તિ દેષ લાગતું નથી. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં કહે છે કે – ये तीर्थकृत्प्रणीता भावास्तदनन्तरैश्च परिकथिताः । तेषां बहुशोऽप्यनुकीर्तनं भवति पुष्टिकरमेव ॥ यद्वद्विषघातार्थ मन्त्रपदे न पुनरुक्तदोषोऽस्ति । तद्वद्रागविषघ्नं पुनरुक्तमदुष्टमर्थपदम् ॥ “તીર્થકરમહારાજ પ્રણીત અને તેના પછીના અવિચ્છિન્ન સંપ્રદાયાગત આચાર્યોએ બતાવેલા-કથન કરેલા-ભાવનું વારંવાર કથન કરવું તે તેને-પ્રશમની રતિને–પુષ્ટિ કરનારું છે. વિષધ્ધાતને માટે વારંવાર મંત્રચાર કરવાથી જેમ પુનરુક્તિ દોષ લાગતો નથી તેમ રાગરૂપ વિષને ઘાત કરનાર અર્થપદે પણ વારંવાર કહેવાથી તે કાર્ય દોષ વિનાનું જ છે.” આખા ગ્રંથમાં એકને એક ભાવ બે-બે વખત અને કઈ ભાવ તેથી પણ વધારે વખત કહેવાય છે, તેમ જ ઉપદેશના અનેક ગ્રંથે હોવા છતાં ફરીવાર ગ્રંથ લખો એ પણ પુનરુક્તિ જ છે, પરંતુ એ સર્વને અત્ર ખુલાસે થઈ જાય છે. આમાં કાવ્યચાતુર્ય બતાવવાનો હેતુ બહુધા હોતું નથી, તેથી દોષ લાગતો નથી, જેમ વ્યાપારી હંમેશાં એક જ રીતે વ્યાપાર કર્યા કરે છે, તેમાં તેની ઈચ્છા વ્યાપારની નથી પણ ધનપ્રાપ્તિની છે, જેમ મંત્રપદને વારંવાર જાપ કરવામાં આવે છે, તેમાં શ્રદ્ધા ગુણ પ્રધાન છે અને સાધ્ય મંત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy